________________
નથી એમ કદી વિચારાય નહિ.
એવી જ રીતે કેટલાય રૂપી દ્રવ્યો જગતમાં એટલા બધા છે કે જે આપણે કદી જોઇ શકતા જ નથી પણ જ્ઞાનીઓએ જોઇને કહેલા છે માટે માનીએ છીએ અવો વિચાર રાખવો જ જોઇએ. પુલનો ખેલ
જૈન દર્શન પ્રમાણે સમગ્ર વિશ્વના સમસ્ત પદાર્થોના બે વર્ગ પડે છે. (૧) સચેતન અને (૨) અચેતન. પદાર્થોના આકાશ, પુદગલ ઇત્યાદિ વિવિધ ઉપવર્ગો છે. તેમાં પુદગલનો અર્થ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુકત અચેતન પદાર્થ એમ કરાય છે. આ પોગલિક પદાર્થો અગણિત છે અને તે સંસારી જીવને અમુક અમુક પ્રવૃત્તિ કરવા માટે ઉપયોગમાં આવે છે.
પુદ્ગલમાં અનેક વિધ શકિત રહેલી છે. એમાં કેટલીક તો અદ્દભુત છે. આનું એક ઉદાહરણ.
જૈન દર્શન દેવોના ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક એમ ચાર પ્રકારો અને વૈમાનિક દેવોના કલ્પોપપન્ન અને કલ્પાતીત એમ બે ઉપપ્રકારો સૂચવે છે. તેમાં તમામ કલ્પાતીત દેવો સ્વામી અને સેવકભાવથી રહિત છે - “અહમિન્દ્ર' છે. એઓ એક બીજાથી અને અન્ય જાતના દેવોથી સ્વતંત્ર છે. એમનાં નિવાસસ્થાનો કલ્પોપપન્નનાં નિવાસ સ્થાનોની ઉપર આવેલાં છે. કલ્પાતીત દેવોમાંના કેટલાક નવા રૈવેયકમાં રહે છે તો કેટલાક એ નવે રૈવેયકો કરતાં ઊંચે આવેલાં પાંચ અનુત્તર વિમાનોમાં રહે છે.
આયુષ્ય સાત લવ જેટલું ઓછું હોવાથી જે મુનિવરો મોક્ષે જઇ ન શકે તેઓ તો આ અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થાય છે જ. એમને “લવસમ' (પ્રા. લવસત્તમ) કહે છે. એમનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનું હોય છે. એ દેવો એટલે સર્વાર્થ સિધ્ધનાં દેવો. બાકીના ચાર વિમાનમાં ઉત્પન્ન થયેલાંના ભવો સખ્યાતા (૨૪) હોઇ શકે છે. એ દેવો એકાવનારી હોય છે. એમનો દેહ એક હાથ જેટલો હોય છે. આ તો એમના દેહની ઊંચાઇ થઇ પરંતુ એની પહોળાઇ કે જાડાઇ કેટલી હોય તે વિષે કોઇ ઉલ્લેખ હોય તો તે જાણવા જોવામાં નથી. આપણી-મનુષ્યની કાયા સાડાત્રણ હાથની ગણાય છે. એને અંગે પણ પહોળાઇ કે જાડાઇ કેટલી એ બાબતનો કોઇ નિર્દેશ હોય એમ જણાતું નથી. પરંતુ સામાન્ય રીતે પહોળાઇ ઊંચાઇ કરતાં લગભગ ત્રીજે ભાગે હોય છે એમ કહેવાય. આ હિસાબે અનુત્તર વિમાનોના દેવોના દેહની પહોળાઇ લગભગ એક તૃતીયાંશ હાથ જેટલી ગણાય.
લવસમમ દેવોને સાતા-વેદનીય કર્મનો ઉદય હોય છે. એને લઇને એઓ પૌત્રલિક સુખ ભોગવે છે. આ સુખ તરીકે રાગ-રાગણીનું શ્રવણ અને નાટકનું અવલોકન એ બેનો નિર્દેશ વીરવિજયજીએ કર્યો છે. આ મધુર સ્વર અને હૃદયંગમ નાટક કેવી રીતે ઉદ્ભવે છે ઇત્યાદિ બાબત પણ એમણે વિ. સં. ૧૮૭૪ માં રચેલી “ચોસઠ પ્રકારી પૂજા ” માંના ત્રીજા પૂજાખન્ની “દીપક ” પૂજામાં વર્ણવી છે. આથી એ પંકિતઓ અહીં હું ઉદધૃત કરું છું.
“સર્વારથસિહે મુનિ પહોતા, પૂર્ણાય નવિ છે ! છે રે. --૨
શૈયામાં પોઢ્યા નિત્ય રહેવે, શિવમારગ વિસામો રે, નિર્મળ અવધિનાણે જાણે, કેવળી મન પરિણામો રે. --૩
તે શય્યા ઉપર ચંદરૂવે, ઝુંબખડે છે મોતી રે, વિચલું મોતી ચોસઠ મણનું, ઝગમગ જાલિમ જ્યોતિ રે. --૪
બત્રીસ મણના ચઉ પાખલિયે, સોળમણાં અડ સુણિયાં રે; આઠમણા ષોડશ મુકતાફળ, તિમ બત્રીસ ચઉમણિયાં રે. --૫
Page 36 of 325