________________
(૧૫) કાર્પણ અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો
(૧૬) કાર્પણ ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો
આના સિવાય બીજા અનંતા અનંતા પુદ્ગલોના સ્કંધો પણ દરેક આકાશ પ્રદેશો ઉપર રહેલા હોય છે. આથી જૈન શાસકારો ક્યે છે કે જ્ગતના દરેક આકાશ પ્રદેશો ઉપર અનંતા પુદ્ગલા રહેલા છે તેમ અનંતા જીવો પણ આજ રીતે ઠાંસી ઠાંસીને રહેલા છે.
આના વૈજ્ઞાનિકો જે અણુ પરમાણુ કહે છે તે જૈન શાસનની દ્રષ્ટિથી અનંતા પરમાણુઓનાં બનેલા સ્કંધો છે એમ હે છે.
જેમ જુના નળીયાવાળા મકાનો એટલે દોશી નળીયા વાળા મકાનો આગળના કાળમાં હતા તે મકાનમાં સૂર્યના કિરણોની એક સીધી શેર પડતી હોય એમ દેખાતું. તે પ્રકાશની શેરમાં આંખેથી જે પુદ્ગલો જોઇ શકાતા-દેખાતા માટે તે પણ અનંતા પરમાણુઓનાં બનેલા સ્કંધો છે એમ જ્ઞાની ભગવંતો હે છે કારણકે આપણે સંખ્યાતા પરમાણુઓના બનેલા-અસંખ્યાતા પરમાણુઓના બનેલા પુદ્ગલોને આંખેથી જોઇ શકતા જ નથી તેમાં તે પુદ્ગલોને લેવા ઇએ હાથમાં લેવા માટે મુઠ્ઠી વાળીએ તો તે પુદ્ગલો હાથમાં પણ આવતા નથી એવા સૂક્ષ્મ જેવા હોય છે છતાં એ પુદ્ગલો થોડોક ટાઇમ ચાલે છે પાછા ઉભા રહે છે પાછા ચાલે પાછા ઉભા રહે એમ ચાલવામાં ઉભા રહેવામાં ક્યુ તત્વ તેના માટે કામ કરે છે તો જ્ઞાનીઓ ક્યે છે કે ચાલવામાં જે સહાય કરનારું તત્વ એજ ધર્માસ્તિકાય તત્વ હેવાય છે અને ઉભા રહેવામાં સહાયભૂત થતું તત્વ તે અધર્માસ્તિકાય તત્વ કહેવાય છે જે પુદ્ગલો દેખાય છે તે પુદ્ગલાસ્તિકાય. અનંતા દ્રવ્યોથી ભરેલું જ્ગત છે એમ કહે છે.
આ બાબતમાં બની ગયેલો એક દાખલો છે કે કોઇ સ્થાનક્વાસી ભાઇ અહીંયા રહીને વ્યવહારિક જ્ઞાન ભણતાં ભણતાં ધાર્મિક જ્ઞાન જીવ વિચાર અને નવતત્વનું જ્ઞાન ભણેલો પણ તે ભણતાં ભણતાં તેમાં આવતાં પદાર્થોમાં શ્રધ્ધા પેદા થયેલ નહિ. વ્યવહારિક વિશેષ જ્ઞાન ભણવા માટે અમેરિકા જવાનું થયું અને ઉંચા ઉંચા વૈજ્ઞાનિકોની સાથે નવા નવા પદાર્થોની શોધ માટે તેમની સાથે ફરવાનું થયું એમાં એક્વાર કોઇ સ્થાનમાં એ બધા બેઠેલા તેમાં એક જ્મીનના નાના ટુકડાને દુરબીન જેવા એટલે માઇક્રો સ્કોપ કાચથી તે જ્મીનને જોઇ તો દશ ચોરસ ફુટ જેટલી જ્મીન દેખાઇ તે જ્મીનમાં રહેલા પદાર્થોનું નિરિક્ષણ કરી રહ્યા છે તેમાં એ જોવામાં આવ્યું કે કેટલાક પુદ્ગલો થોડોક ટાઇમ ચાલે છે થોડું ચાલીને પાછા ઉભા રહે છે ઉભા રહેલા પુગલો પણ થોડોક ટાઇમે ચાલે છે પાછા ઉભા રહે છે તો વિચાર કરે છે કે આ ઉભા રાખનાર અને ચલાવનાર કોણ છે તે આપણે શોધવુ જોઇએ ! પણ પ્રયત્ન કરવા છતાં તે શોધી શક્યા નહિ. તેમાં પેલા ભાઇ બેઠેલા જેમણે નવતત્વનો અભ્યાસ કરેલો એ પૂછે છે કે શું થયું ત્યારે કહ્યું કે જો આ પુદ્ગલો
ચાલે છે ઉભા રહે છે તો ચલાવનાર કે ઉભા રાખનાર કોણ છે ? તે શોધો. તે જોઇને પણ વિચાર કરે છે. વિચાર કરતાં કરતાં યાદ આવ્યું કે જે હું જૈનશાસનનું જ્ઞાન ભણીને આવ્યો છું તેમાં આવે છે કે અરૂપી પદાર્થ રૂપે ચાલવામાં સહાય કરનાર અને ઉભા રહેવામાં સહાય કરનાર ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય તત્વો છે તે જ આ કામ કરે છે એમ ત્યાં કહ્યું અને પછી કહ્યું કે તમે ગમે તેટલી મહેનત કરો તો પણ આ તત્વોને તમો શોધી શક્વાના નથી કારણકે અરૂપી દ્રવ્યો છે એમ ક્ઠી શ્રધ્ધા મજબૂત કરી. અધુરો અભ્યાસ મુકી પાછો આવ્યો અને પછી પૂ.પાદ શ્રી પરમ તારક ગુરૂદેવને મલીને વાત કરી ત્યાર પછી તત્વની બાબતમાં મબૂત થયો માટે આ તત્વો ન દેખાય એવા હોય માટે ન માનવા એવો વિચાર ન આવે તેની ખાસ કાળજી રાખવાની. જ્ઞાનીઓએ કહેલું એ સત્ય જ છે કદાચ મારી બુધ્ધિમાં ન બેસે માટે એ બરાબર
Page 35 of 325