________________
છે તેના સંક્ષેપથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણ એમ પાંચ ભેદ હોય છે ત્યાં દ્રવ્યથી પુદ્ગલ દ્રવ્ય અનંતા છે. ક્ષેત્રથી લોક-પ્રમાણ છે. કાલથી નિત્ય અને ભાવથી વર્ણ, ગંધ, રસ સ્પર્શવાળાં અને ગુણથી ગ્રહણ ગુણવાળા છે.
પુદ્ગલાસ્તિકાયના ચાર ભેદો હોય છે.
(૧) સ્કંધ (૨) દેશ (૩) પ્રદેશ અને (૪) પરમાણુ.
સ્કંધ :- આખો જે પુદ્ગલ દ્રવ્ય તે સ્કંધ. દેશ :- સ્કંધના પ્રદેશથી પ્રથમના જેટલા વિભાગો તે દેશ એટલે કે સ્કંધ રૂપે રહેલું પુદ્ગલ દ્રવ્ય તેના જેટલા વિભાગો કલ્પવામાં આવે છૂટ્યા પાડ્યા વગર તે દેશ કહેવાય છે. અને અંતિમ વિભાગ તે પ્રદેશ વ્હેવાય છે. અને તેજ પ્રદેશ પોતાના સ્કંધ અને દેશથી જુદો પડી જાય ત્યારે પરમાણુ હેવાય છે. આ રીતે ચાર ભેદો થાય છે.
દ્રવ્યથી પુદ્ગલ દ્રવ્યો અનંતા કહ્યા છે તે સ્કંધ રૂપે જાણવા. ક્ષેત્રથી લોક પ્રમાણ કહ્યા છે. આથી એક એક આકાશ પ્રદેશ ઉપર અનંતા અનંતા સ્કંધો પુદ્ગલોના રહેલા હોય છે તે આ રીતે
જ્ગતને વિષે અનંતા છૂટા પરમાણુઓ રહેલા છે. દરેક એક એક આકાશ પ્રદેશ ઉપર બે પરમાણુના બનેલા સ્કંધો અનંતા અનંતા રહેલા છે. ત્રણ પરમાણુઓના અનંતા અનંતા સ્કંધો રહેલા છે. ચાર પરમાણુઓનાં અનંતા સ્કંધો રહેલા છે એમ યાવત્ સંખ્યાતા પરમાણુઓના બનેલા સ્કંધો અનંતા રહેલા છે. અસંખ્યાતા પરમાણુઓના બનેલા સ્કંધો અનંતા રહેલા છે તથા અનંતા પરમાણુઓના બનેલા સ્કંધો પણ અનંતા અનંતા રહેલા હોય છે. એવા અભવ્યથી અનંત ગુણા અને સિધ્ધ પરમાત્માથી અનંત ગુણ હીન પરમાણુઓના બનેલા સ્કંધો જે અનંતા હોય છે તે પુદ્ગલોને સમયે સમયે જીવો ગ્રહણ કરે છે એ સિવાયના બાકીના જે પુદ્ગલ સ્કંધો જગતમાં કહ્યા તે જીવોને ગ્રહણ યોગ્ય બની શક્તા નથી. એ સિવાયના પણ અનંતાનંત પરમાણુઓના બનેલા સ્કંધો પણ જગતમાં અનંતા અનંતા એક એક આકાશ પ્રદેશ ઉપર રહેલા હોય છે. આથી જ્ગતના એક આકાશ પ્રદેશ ઉપર જીવોને ગ્રહણ યોગ્ય અને અગ્રહણ યોગ્ય થઇને ૧૬ વર્ગણાઓનાં પુદ્ગલો સદા માટે રહેલા જ હોય છે તે ૧૬ વર્ગણાઓનાં નામો :(૧) ઔદારિક અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદગલો (૨) ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો વૈક્રીય અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો (૪) વૈક્રીય ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો આહારક અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો આહારક ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો
તેંજ્ડ અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો (૮) તૈસ ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો (૯) શ્વાસોચ્છવાસ અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો (૧૦) શ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો (૧૧) ભાષા અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો (૧૨) ભાષા ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો (૧૩) મન અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો (૧૪) મન ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલો
Page 34 of 325