________________
(૧) સ્કંધ : - અધર્માસ્તિકાય આખાય દ્રવ્યને સ્કંધ વ્હેવાય છે. દેશ-તેના માધ્યમિક એટલે છૂટા
પાડ્યા વગરના જે વિભાગોની કલ્પના કરી તે દેશ વ્હેવાય અને પ્રદેશ-કેવલી ભગવાનની કેવલપ્રજ્ઞા વડે પણ જે કાલ્પનિક અંતિમ વિભાગનો ફરીથી વિભાગ ન થઇ શકે તેને પ્રદેશ કહેવાય છે.
આકાશાસ્તિકાય દ્રવ્યનું વર્ણન
આગાસત્વિકાએ ણં ભંતે । કતિ વન્ને, કતિ ગંધે, કતિ રસે, કતિ ાસે ? ગોયમા । અવર્ણો, અગંધે, અરસે, અાસે, અરૂએ, અજીવે, સાસએ, અટ્ટુએ, લોગદવ્યે સે સમાસઓ પંચવિહે પન્નત । તું જહા દવઓ, ખેત્તઓ, કાલઓ, ભાવઓ, ગુણઓ, દવઓણં, આગાસત્મિકાએ, એગેદલ્વે, ખેત્તઓણં, લોયા લોયપ્રમાણ મેત્તે, અણંતે, કાલઓ ન કયાવિ ન આસિ ન કયાઇ નત્થિ જાવ નિચ્ચે, ભાવઓ, અવર્ણો, અગંધે, અરસે, અાસે, ગુણઓ, અવગાહણા ગુણે I
અર્થ :- ભગવન્ । આકાશાસ્તિકાયમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કેટલા હોય ? ગૌતમ । તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોતા નથી તે અરૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત, લોક્થાપી દ્રવ્ય છે. તે સંક્ષેપથી દ્રવ્ય ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણ એમ પાંચ ભેદથી વર્ણવી શકાય છે.
દ્રવ્યથી આકાશાસ્તિકાય એક દ્રવ્ય છે. ક્ષેત્રથી-લોકા-લાક પરિમાણ અનંત માન્યો છે. કાલથી કોઇપણ વખતે ન્હોતો એમ નહિ અર્થાત્ નિત્ય છે. ભાવથી, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત છે. ગુણથી અવકાશ આપવાનો સ્વભાવ હોય છે. ગતમાં રહેલા દ્રવ્યોને ગ્યા આપવાના સ્વભાવવાળો હોય છે.
આ આકાશાસ્તિકાય દ્રવ્યના ત્રણ ભેદો હોય છે. (૧) સ્કંધ (૨) દેશ અને (૩) પ્રદેશ રૂપે
સ્કંધ :- આકાશાસ્તિકાય રૂપ જે સમસ્ત એટલે આખો દ્રવ્ય તે સ્કંધ કહેવાય. તેના માધ્યમિક જુદા જુદા વિભાગો છૂટ્યા પાડ્યા વગરના તે દેશ વ્હેવાય અને કેવલજ્ઞાનીના જ્ઞાનથી જે કાલ્પનિક અંતિમ વિભાગનો ફરીથી વિભાગ ન થઇ શકે તેને પ્રદેશ કહેવાય છે.
આ આકાશાસ્તિકાયના મુખ્ય બે ભેદો છે.
(૧) અલોકાકાસ્તિકાય અને (૨) લોકાકાસ્તિકાય
અલોકાકાસ્તિકાય :- જગતને વિષે અલોક્નો આખોય ગોળો છે તે ગોળાના મધ્ય ભાગમાં લોક્ની આકૃતિ જેવા આકાશ પ્રદેશોમાં પાંચ અસ્તિકાય દ્રવ્યો રહેલા છે. તે પ્રદેશોમાં રહેલા દ્રવ્યોથી લોકાસ્તિકાય કહેવાય છે અને તે સિવાયના આકાશ પ્રદેશોને અલોકાકાસ્તિકાય કહેવાય છે.
પુદ્ગલાસ્તિકાય નું વર્ણન
પોગલત્વિકાએ ણં ભંતે । કતિ વર્ણો કતિ ગંધે કતિ રસે કતિ ાસે ? ગોયમા । પંચ વર્ણો, પંચ રસે, દુ ગંધે, અઢાસે રૂવી અજીવે, સાસએ, અવક્રિએ, લોગદગ્વે, સે સમાસઓ પંચવિહે પણત્તે તું જહાદવઓ, ખેત્તઓ, કાલઓ, ભાવઓ, ગુણઓ, દવઓણં, પોગ્ગલથિકાએ, અણંતાઇં, દવાઇ, ખેત્તઓ, લોગપ્પમાણ મેત્તે, કાલઓ ન કયાઇ ન આસિ જાવનિચ્ચે, ભાવઓ વણમંતે, ગંધમંતે, રસમંતે, ાસમંતે, ગુણઓ, ગહણ ગુણે I
:
અર્થ :- પુદ્ગલાસ્તિકાયમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય ? ગૌતમ । પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શો હોય છે અને તે રૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત અને લોક વ્યાપી દ્રવ્ય
Page 33 of 325