________________
શ્રી ભગવતી સૂત્રના બીજા શતકના દશમાં ઉદ્દેશામાં કહ્યું છે કે-ધમ્મલ્વિકાએ ણં ભંતે Iકતિ વન્ને, કતિ ગધે, કતિ રસે, કતિ ાસે ? ગોયમા | અવણે, અગધે, અરસે, અાસે, અરૂએ, અજીવે, સાસએ, અવક્રિએ, લોગદમ્બે સે સમાસઓ પંચવિહે પણતે- તું જહાદબ્ધઓ, ખેત્તઓ, કાલઓ, ભાવઓ, ગુણઓ દબૂણ ધમ્મલ્વિકાએ એને દબે, ખેતઓ ણં લોગપ્રમાણ મત્તે કાલઓ ન કયાવિ, ન આસિ, ન કયાઇ, નલ્થિ જાવ નિચ્ચે, ભાવઓ, અવણે, અગંધે, અરસે, અફાસે, ગુણઓ, ગમણ ગુણે |
અર્થ :- ભગવદ્ I ધર્માસ્તિકાયમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કેટલા હોય ? ગૌતમ તેમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ હોતા નથી. તે અરૂપી, અજીવ, શાશ્વત, અવસ્થિત, લોક વ્યાપી દ્રવ્ય છે. તે સંક્ષેપથી દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવ અને ગુણ એમ પાંચ ભેદથી વર્ણવી શકાય છે.
દ્રવ્યથી ધર્માસ્તિકાય એક દ્રવ્ય રૂપે છે. ક્ષેત્રથી- લોક પરિમિત છે એટલે લોકની આકૃતિ વાળો છે. કાલથી કોઈપણ વખતે ન્હોતું એમ નહીં એટલે કે ભૂતકાળમાં આ દ્રવ્ય નહોતું વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં નહિ રહે એવું બનવાનું નથી અર્થાત્ નિત્ય છે. ભાવથી-વર્ણ-ગંધ-રસ અને સ્પર્શથી રહિત છે. ગુણથી-ચાલવામાં સહાય કરનાર છે.
લોકને વિષે જીવ અને પગલો ગતિ કરે છે એ ગતિ કરાવવામાં એટલે ચલાવવામાં સહાયભૂત થાય છે.
આ ધર્માસ્તિકાયના ત્રણ ભેદ છે. (૧) સ્કંધ (૨) દેશ અને (૩) પ્રદેશ રૂપે.
ધર્માસ્તિકાય રૂપે આખું જે દ્રવ્ય તે સ્કંધ કહેવાય. તેનાથી છૂટા પાડ્યા વગરનાં માધ્યમિક વિભાગો જેટલા કરીને કલ્પીએ તે દેશ કહેવાય અને કેવલી ભગવાનની કેવલ પ્રજ્ઞા વડે એટલે જ્ઞાન વડે પણ જે કાલ્પનિક અંતિમ વિભાગનો પુન: (ફરીથી) વિભાગ ન થઇ શકે એટલે તેનો ફરીથી ભાગ ન થઇ શકે તેને પ્રદેશ કહેવાય છે.
અધમસ્તિકાયનું વર્ણન અધમ્મલ્લિકાએ ણ ભંતે કતિ વન્ને, કતિ ગંધ, કતિ રસે, કતિ ાસે ? ગોયમાં, અવણે, અગંધે, અરસે, અફસે, અરૂએ, અજીવે, સાસએ, અવઢિઓ, લોગ દળે સે સમાસ પંચવિહે પન્નતે તં જહા દqઓ, ખેત્તઓ, કાલઓ, ભાવઓ, ગુણઓ, દqઓર્ણ, અધમ્મલ્વિકાએ, એગે દળે, ખેત્તઓર્ણ, લોગપ્રમાણમેd, કાલઓ ન કયાવિ ન આસિ ન કયાઇ ન©િ જાવ નિચ્ચે, ભાવઓ, અવણે, અગંધે, અરસે, અાસે ગુણઆ ઠાણ ગુણે |
અર્થ :- હે ભગવનું | અધર્માસ્તિકાયમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કેટલા હોય ? ગૌતમ ! તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોતા નથી. તે અરૂપી, અજીવ, શાશ્વત અવસ્થિત, લોવ્યાપી દ્રવ્ય છે તે સંક્ષેપથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ તથા ગુણ એ પાંચ ભેદથી વર્ણવી શકાય છે.
દ્રવ્યથી અધર્માસ્તિકાય એક દ્રવ્ય રૂપે છે. ક્ષેત્રથી લોક પરિમિત એટલે સર્વલોક વ્યાપી છે. કાલથી કોઇપણ વખતે ન્હોતું એમ નહીં અર્થાત નિત્ય, ભાવથી-વર્ણ-ગંધ-રસ અને સ્પર્શથી રહિત છે. ગુણથીતે સ્થિર રહેવામાં સહાય કરે છે એટલે કે લોકરૂપ જગતમાં જીવ-પુદગલને સ્થિર રહેવામાં સહયતા કરે
આ અધર્માસ્તિકાય દ્રવ્યના ત્રણ ભેદો હોય છે. (૧) સ્કંધ (૨) દેશ અને (૩) પ્રદેશ.
Page 32 of 325