________________
અવ્યાબાધ સુખને રોકે છે. અવ્યાબાધ સુખનો અનુભવ જીવો તેરમા ગુણસ્થાનના અંતે શ્વાસોચ્છવાસનું રૂંધન કરે પછી જ પેદા થાય છે. ત્યાં સુધી જીવો આ વ્યાબાધા સુખથી જ પોતાનું જીવન જીવતા હોય છે.
આ રીતે ચાર ભાવ પ્રાણોને નહિ પેદા થવા દેવામાં (૧) પાંચ ઇન્દ્રિયો રૂપી અશુધ્ધ ચેતના (૨) મન-વચન કાય યોગના વ્યાપાર રૂપ વીર્ય. (૩) ચારે ગતિમાં ક્ષય સ્થિતિ રૂપે ભટકવું તે, (આયુષ્ય) અને (૪) શ્વાસોચ્છવાસ નામનો પ્રાણ. આ રીતે દશ દ્રવ્ય પ્રાણો આત્માના ચાર ભાવ પ્રાણોનો અનુભવ થવા દેતાં નથી આથી તે ભાવ પ્રાણોન રોકનારા કહેવાય છે.
પ્રાણોનું વર્ણન સમાપ્ત આ રીતે જીવતત્વસ્વરૂપનું વર્ણન સમાપ્ત
અજીવતત્વનું સ્વરૂપ જગતમાં રહેલા છ દ્રવ્યોમાંથી એક જીવાસ્તિકાય દ્રવ્ય છોડીને બાકીના પાંચ દ્રવ્યો અજીવ તત્વમાં આવે છે.
(૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) લોકકાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) કાલ દ્રવ્ય.
અજીવ તત્વમાં માત્ર પુદગલના ભેદોને જ જાણવાની શકિત છદ્મસ્થ જીવોમાં હોય છે. તે સિવાય ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાાસ્તિકાયને જોવાની શકિત હોતી નથી. એ જોવાની શક્તિ તો સર્વજ્ઞ પરમાત્મામાં જ હોય છે અને તેથી જ તત્વનો પ્રણેતા સર્વજ્ઞ પરમાત્મા હોય તેજ તત્વ અબાધિત રૂપે (સ્વરૂપે) રહી શકે છે. આથી તેમણે પ્રરૂપેલા તત્વો એ સમ્યગુતત્વ છે.
અહીં અજીવ તત્વના ચૌદ ભેદો કહ્યાા છે. તેમાં ધર્માસ્તિકાયના ત્રણ ભેદ. સ્કંધ-દેશ-પ્રદેશ. અધર્માસ્તિકાયના ત્રણ ભેદ- સ્કંધ-દેશ-પ્રદેશ. લોકાકાસ્તિકાયના ત્રણ ભેદ- સ્કંધ-દેશ-પ્રદેશ. પુદગલાસ્તિકાયના ૪ ભેદ. સ્કંધ-દેશ-પ્રદેશ-પરમાણુ અને કાલ દ્રવ્ય સાથે ૧૪ ભેદો થાય છે.
અહીં કાલ દ્રવ્ય સિવાય ધર્મ-અધર્મ-આકાશ અને પુદગલ એ ચાર દ્રવ્યને અસ્તિકાય શબ્દ જોડવામાં આવેલ છે. અતિ એટલે પ્રદેશો અને કાય એટલે સમુહ એમ બે શબ્દોથી અસ્તિકાય શબ્દ બન્યો છે. એટલે પ્રદેશોનો સમૂહ એવો અર્થ થયો. તેવા પ્રદેશોનો સમૂહ કાલ દ્રવ્ય સમયાત્મક હોવાથી તેમાં હોઇ શકતો નથી માટે કાલને છોડીને અજીવના મૂળ ચાર ભેદોમાં અસ્તિકાય શબ્દ જોડ્યો છે.
જીવમાં પણ અસંખ્ય પ્રદેશોનો સમૂહ હોવાથી તેમજ અસ્તિકાયનો સંબંધ મળવાથી જીવાસ્તિકાય કહેવાય છે.
એટલે પાંચ અસ્તિકાય અને છટ્ટો કાળ એ જજ દ્રવ્યમાં તૈયાયિકના સોળ પદાર્થ, વૈશેષિકોના છ પદાર્થ, કણાદના સાત પદાર્થ, સાંખ્યના પચ્ચીશ તત્વો અને આખોય લોકાલોક આવી જાય છે.
અસ્તિકાય પાંચ જ છે તે માટે જુઓ શ્રી ભગવતી સૂત્રના બીજા શતક્નો દશમાં ઉર્દશાનો પાઠ
કતિર્ણ ભંતે અસ્થિકાયા પન્નતા ? ગોયમા | પંચ અત્યિકાયા પન્નતા તે જહા-ધમ્મલ્થિ કાએ, અધમ્મલ્વિકાએ આગાસત્યિકાએ જીવલ્વિકાએ, પોચ્ચલચૈિ કાએ |
અર્થ :- હે ભગવન્ અસ્તિકાયો કેટલા કહ્યા છે પ્રભુએ કહ્યું છે કે હે ગૌતમ | ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એમ પાંચ અસ્તિકાયો કહ્યા છે.
ધમસ્તિકાય દ્રવ્યનું વર્ણન
Page 31 of 325