________________
દુરૂપયોગ કરવો એટલે કે અનુકૂળ પદાર્થો પ્રત્યેના રાગને વધારવા પ્રયત્ન કરવો અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેના દ્વેષને વધારવા પ્રયત્ન કરવો એ દુરૂપયોગ કહેવાય છે. એમાં રાગાદિ કરવા એના કરતાં એ રાગાદિ ઘટાડી શકે એ રાગાદિની ઓળખાણ કરાવે અને તે પદાર્થોના સંયોગથી છોડાવે એવો જ ત્રણયોગથી વ્યાપાર કરવો એ સદુપયોગ કહેવાય છે કારણકે જીવો એ રાગાદિને ઓળખીને જેટલા સાવચેત રહીને તેના સંયોગથી પર થવા માટેનો પ્રયત્ન કરે છે તેનાથી જીવને ભાવ પ્રાણ રૂપ અનંત વીર્ય જે છે એની શકિતનો આંશિક અનુભવ થાય છે અને પોતાની શકિત પણ વધતી દેખાય છે. આથી પુદગલોની શકિતથી ઉપયોગ કરીને જેટલો ભાવ પ્રાણરૂપે અનંત વીર્યની શકિતનો અનુભવ થાય તેની સ્થિરતા આવે એવો પ્રયત્ન કરવો જોઇએ. (૩) અક્ષય સ્થિતિ રૂપ ભાવ પ્રાણ :
અનાદિ કાળથી જીવ આયુષ્ય નામના પ્રાણને ભોગવતો જાય છે અને જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા શરીરના ખોળીયા બનાવતો જાય છે. આયુષ્ય નામનો પ્રાણ જે ક્ષેત્રમાં જેટલા કાળ રૂપે હોય તેટલો કાળપૂર્ણ થતાં બીજો આયુષ્ય પ્રાણ ઉદયમાં આવે ત્યાં બીજું શરીર બનાવે. પાછો કાળપૂણ થયે મૂકીને ત્રીજા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય ત્યાં નવું શરીર બનાવે. આ રીતે આયુષ્ય નામના પ્રાણથી જીવો જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા નવા નવા શરીરો બનાવે- મૂકે આ પ્રવૃત્તિ અખંડ રીતે ચાલુ જ હોય છે. આ આયુષ્ય પ્રાણના કારણે જીવને પોતાના ભાવ પ્રાણ રૂપ અક્ષય સ્થિતિનો અનુભવ થતો નથી. અક્ષય સ્થિતિ એટલે કે જ્યાં ઉત્પન્ન થયા પછી સદા માટે ત્યાં જીવવાનું પણ કોઇ કાળે મરણ પામવાનું નહિ એવી જ સ્થિતિ તે અક્ષય સ્થિતિ કહેવાય છે. આવી સ્થિતિનો કાળ ચાર ગતિમાંથી કોઈ ગતિમાં છે ? કે તે ગતિનો કાળપૂર્ણ થયે અવશ્ય બીજી ગતિમાં જવું જ પડે ? તો આ રીતે રખડપટ્ટી કરતાં કરતાં અનંતા પુદગલ પરાવર્ત કાળ પસાર કર્યો પણ કોઈ સ્થાને ઠરેઠામ થયા નહિ હવે જલ્દી અક્ષય સ્થિતિને પ્રાપ્ત કરી જરૂર ઠરેઠામ થવું છે એવી ભાવના ખરી ? એ માટે જગતમાં જૈન શાસન છે. જૈન શાસન સિવાય જગતમાં કોઇ બીજું શાસન નથી કે જે ઠરેઠામ થવા માટેનો રસ્તો બતાવે અર્થાત્ માર્ગ બતાવે. માટે મળેલા જૈન શાસનને સફળ કરવા તેને આરાધતા જલ્દી અક્ષય સ્થિતિ રૂપ ભાવ પ્રાણ પેદા થાય એ માટે પ્રયત્ન કરીએ તોજ રખડપટ્ટી કરાવનાર આયુષ્ય નામનો દ્રવ્ય પ્રાણ નાશ થાય. કારણકે આયુષ્ય નામનો દ્રવ્ય પ્રાણ સંપૂર્ણ ચૌદમા ગુણસ્થાનકે જ નાશ થાય છે. (૪) અવ્યાબાધ સુખ નામનો ભાવ પ્રાણ :
શ્વાસોચ્છવાસ નામનો દ્રવ્ય પ્રાણ જીવોને વ્યાબાધા રૂપે સુખ પેદા કરાવે છે. એટલે કે થોડુંક સુખ પાછું દુઃખ સુખની સાથે દુ:ખ રૂપે સુખની અનુભૂતિ થાય તે વ્યાબાધા રૂપે સુખ ગણાય છે.
અ = નહિ, વ્યાબાધા = દુ:ખ. જે સુખમાં રાય દુ:ખ નહિ તે અવ્યાબાધ સુખ કહેવાય છે અથવા અનંત સુખ કહેવાય છે.
જ્યારે જીવો એક સ્થાનેથી બીજા સ્થાને મરણ પામી ઉત્પન્ન થઇ આહારના પુદ્ગલોમાંથી રસવાળા પુદગલોનો સંગ્રહ કરે છે તેમાંથી શકિત કેળવીને જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદગલો ગ્રહણ કરી પરિણમાવી એટલે શ્વાસ રૂપે પરિણાવી નિ: શ્વાસરૂપે મુકવાની શકિત પેદા કરે તેમાં જો રસવાળા પુગલોનો સંગ્રહ બરાબર થયેલો ન હોય તો તે પુદગલો લઇ પરિણમાવવામાં તક્લીફ પડે છે. અને આવી રીતે પરતંત્રથી એટલે બીજાની સહાયથી શ્વાસોચ્છવાસ લઇને જીવવું એજ દુ:ખ રૂપે છે આથી શ્વાસોચ્છવાસ પૂર્વકનું જીવન તે વ્યાબાધાવાળું સુખ કહેવાય છે અને આ સુખ આત્માના
Page 30 of 325