________________
સાચી વસ્તુસ્થિતિને જાણનારા મહાપુરૂષોએ તો કહ્યું છે કે અહિત કરવામાં હોંશિયાર (દક્ષ) એવી પાંચ ઇન્દ્રિયો વડે આ જીવલોક ઠગાઇ રહ્યો છે. માટે કહ્યું છે કે ઇન્દ્રિયોનો અસંયમ એ આપત્તિઓનો માર્ગ છે અને તેનો સંયમ એ સંપત્તિઓનો માર્ગ છે જે માર્ગ પસંદ હોય તે માર્ગે જાઓ અથવા સ્વર્ગ અને નરક એ બન્ને ઇન્દ્રિયોજ છે. નિગ્રહ કરેલી ઇન્દ્રિયો સ્વર્ગ માટે થાય છે અને છૂટી મૂકેલી તેજ ઇન્દ્રિયો નરક માટે થાય છે.
શ્રી જૈન શાસન ફરમાવે છે કે – મોહનીયાદિ દુષ્ટ અષ્ટ કર્મના લેપથી લેપાયેલો આત્મા મળેલી ઇન્દ્રિયોને ફોડી પણ નાંખે અને પ્રાપ્ત થયેલ વિષયોને સળગાવી પણ દે તો પણ એ વિષયો પ્રત્યેનો તેનો રાગ એક લેશ માત્ર પણ ઘટી શકનાર નથી. વિષયોનો અનુરાગ ઘટાડવા માટે તેણે કષાયથી મુકત બનવું પડશે અને કષાયનો ત્યાગ કરવા માટે કષાયનો ત્યાગ કરનાર નિષ્કષાય પુરૂષોનું બહુમાન તથા કષાયના ત્યાગ માર્ગે અવિચ્છિન્ન પ્રમાણે લઇ જનારી સત ક્રિયાઓનું સતત આસેવન કરવું પડશે. ઇન્દ્રિયના જ્ય માટે એ સિવાયના ઉપાયો લેશપણ કારગત નિવડી શકે તેમ નથી.
શ્રી જૈન શાસન ફરમાવે છે કે - ઇન્દ્રિયો રૂપી ચપલ ઘોડાઓ હંમેશા દુર્ગતિના માર્ગ તરફ દોડી રહ્યા છે. સંસારના સ્વરૂપને જાણનાર ભવ્ય પુરૂષોએ તેને શ્રી જિનવચન રૂપી રસ્સીઓથી કાબૂમાં લેવા જોઇએ.
શ્રી જિન વચનનું ઇન્દ્રિય વિજય સંબંધમાં શરૂઆતથી જ એ કહેવું છે કે ઇન્દ્રિયો રૂપી ધુતારાઓને પ્રસરવા માટે એક તલના ફોતરા જેટલું પણ સ્થાન ન આપો. અને જો આપ્યું તો તે તેના સ્થાને લઇ જશે કે જ્યાંના દુ:ખની એક ક્ષણ પણ કાઢવી ક્રોડો વર્ષ સમાન આકરી થઇ પડશે.
એક કોડીને માટે ક્રોડો રત્નને હારી જવા એ જેમ કારમી મૂર્ખતા છે તેમ ઇન્દ્રિયોના તુચ્છ વિષયોના ભોગોમાં આસક્ત બનીને મુકિતના અનંત સુખોને હરી ક્વા એ પણ ભયાનક મૂર્ખતા છે.
ઇન્દ્રિયોના વિષયોથી ઉત્પન્ન થનારું સુખ એ સુખ માનીએ તો પણ એક તલ માત્ર છે જ્યારે તેના Pણામે ઉત્પન્ન થનારા દુ:ખનું માપ મોટા પર્વતોના શિખરોથી પણ નીકળવું અશક્ય છે તે દુ:ખોનો અનુભવ ક્રોડો ભવોએ પણ પૂરો થાય તેમ નથી માટે વિષય ન્ય સુખને એક લેશ પણ અવકાશ આપવા યોગ્ય નથી.
આ ઉપરથી નિશ્ચિત થાય છે કે ઇન્દ્રિયોના વિષયોમાં તથા તેના વિકારોમાં જેટલી અસંયમતા એટલે એને આધીન થઇને જીવન જીવતાં શુધ્ધ ચેતના રૂ૫ ભાવ પ્રાણ અવરાતો જાય છે એટલે કે ઢંકાતો જાય છે તેના કારણે પોતાના શુધ્ધ ચેતનામય ભાવ પ્રાણની અનુભૂતિ થતી જ નથી. (૨) ભાવ પ્રાણ :- અનંત વીય રૂપે છે.
આ અનંત વીયે રૂપ ભાવ પ્રાણને પગલોના સમુદાયથી મનયોગ, વચનયોગ અને કાયયોગ નામના દ્રવ્ય પ્રાણો જે પેદા થયેલા છે તે દબાવે છે.
અનાદિ કાળથી જીવ મોટાભાગે અનંત કાળ સુધી એક કાયયોગના વ્યાપારથી પોતાનું જીવન જીવે છે. કોઇ કોઇક વાર અકામ નિર્જરા સાધી દુ:ખને ભોગવીને જીવો વચન યોગના વ્યાપારને પ્રાપ્ત કરે છે અને તેમાંથી પણ કાંઇ વિશેષ અકામ નિરા થયેલી હોય તો જીવો મનયોગના વ્યાપારને પ્રાપ્ત કરે છે. આ મન-વચન-કાય યોગનો વ્યાપાર એ જીવની પોતાની શકિત રૂપ વીર્ય નથી પણ પુદગલોના સંયોગથી એની સહાયથી જ શકિત પેદા થયેલી હોય છે તે છે. માટે એ ત્રણયોગના વ્યાપારની જે શકિત મળેલી છે એનો જેટલો દુરૂપયોગ કરીએ એટલો આત્માનો પોતાનો ભાવ પ્રાણ દબાતો જાય છે. ત્રણેયોગનો
Page 29 of 325