________________
S;
9.
ભાવો મુખ્યતાયે હોય છે, પણ બીજા સાત ભાવોનો સર્વથા નિષેધ નથી.
પારિણામિક ભાવના ત્રણ પ્રકારો છે : (૧) જીવત્વ (૨) ભવ્યત્વ અને (૩) અભવ્યત્વ. તેમાં સિદ્ધાત્માઓને જીવત્વ હોય છે અને ભવ્યત્વ કે અભવ્યત્વ હોતું નથી. મોક્ષમાં જવાની યોગ્યતા તે ભવ્યત્વ અને અયોગ્યતા તે અભવ્યત્વ. સિદ્ધાત્માએ તો મોક્ષ પ્રાપ્ત કરી લીધું છે, એટલે આ બેમાંથી એક પણ ભાવ તેમને ઘટી શકતો નથી. શાસ્ત્રમાં સિદ્ધાત્માઓને ‘નો મવા નો રૂમવા કહ્યા છે, તેનું રહસ્ય આ જ છે.
સિદ્ધાત્માઓને જીવત્વ હોય છે અને તેથી જ તેઓ જીવરૂપે સદાકાળ ટકી રહે છે. આને પારિણામિક ભાવ સમજવાનો છે.
સત્પદપ્રરૂપણા આદિ આઠ વારોનું વર્ણન પુરું થયું. હવે અલ્પબદુત્વ નામનું નવમું બાર બાકી રહતું. આ દ્વારમાં કયા સિદ્ધ જીવો થોડા હોય અને ક્યા વધારે હોય ? તેનું વર્ણન કરવાનું છે. તે અંગે અહીં કહ્યું છે કે “નપુંસકલિગે સિદ્ધ થયેલા જીવો થોડા છે. સ્ત્રીલિગે સિદ્ધ થયેલા અને પુરુષલિગે સિદ્ધ થયેલા અનુક્રમે સંખ્યાતગુણા છે.”
અહીં પ્રથમ એ સ્પષ્ટતા કરી દઇએ કે સિદ્ધના જીવોમાં લિગનો અભાવ હોવાથી તેઓ એકસરખા હોય છે. પણ છેલ્લા જે દેહથી તેઓ મોક્ષ પામે છે, તેની અપેક્ષાએ અહીં નપુંસકલિગ, સ્ત્રીલિગ અને પુરુ ષલિગ એવા ત્રણ ભેદો કરેલા છે અને તેમનું અલ્પબદુત્વ દર્શાવેલું છે.
મનુષવર્ગમાંથી જેઓ મોક્ષે જાય છે, તેમાં નપુંસકલિંગવાળા સહુથી થોડા હોય છે, કારણ કે તેવા જીવા એક સમયમાં માત્ર ૧૦ જ મોક્ષે જઇ શકે છે, તેથી વધારે નહિ. જ્યારે સ્ત્રીલિંગવાળા એક સમયમાં ૨૦ મોક્ષે જઇ શકે છે. આ રીતે સ્ત્રીલિગથી મોક્ષમાં જનારનું પ્રમાણ વધારે હોવાથી તેમને સંખ્યાત ગુણ એટલે અમુક સંખ્યાથી ગુણીએ તેટલા વધારે કહેવા છે. ૧૦ કરતાં ૨૦ની સંખ્યા બમણી છે.
હવે સ્ત્રીલિગથી મોક્ષે જનારા કરતાં પુરુષલિગથી મોક્ષે જનારા વધારે હોય છે, કારણ કે તેઓ સમકાળે ૧૦૮ સુધી મોક્ષે જઇ શકે છે, જ્યારે સ્ત્રીલિંગમાં સમકાળે ૨૦ થી વધારે મોક્ષે જઇ શકતા નથી. ૨૦ કરતાં ૧૦૮ની સંખ્યા લગભગ સાડાપાંચ ગણી છે, એટલે સ્ત્રીલિગ કરતાં પુસ્પલિગે સિદ્ધ થનારને સંખ્યાતગુણા કહેલા છે.
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે ૧૦ પ્રકારના જન્મ નપુંસકોને ચારિત્રનો જ અભાવ હોવાથી તેઓ મોક્ષે જઇ શકતા નથી, પરંતુ જમ્યા બાદ કૃત્રિમ રીતે થયેલા ૬ પ્રકારના નપુંસકોને ચારિત્રનો લાભ હોવાથી તેઓ મોક્ષે જઇ શકે છે.
સિહોના અલ્પબદુત્વનો વિષય ઘણો વિસ્તારવાનો છે. તે અન્ય ગ્રંથોથી જાણવો.
આ રીતે મોક્ષતત્ત્વનું વર્ણન પુરુ થયું અને તે સાથે નવતત્ત્વોનું સંક્ષિપ્ત વર્ણન પણ પુરું થયું. પરંતુ તેના અનુસંધાનમાં બીજું જ કહેવાનું છે, તે હવે પછીનાં બે પ્રકરણોમાં કહેવાશે.
બુદ્ધિમાન મનુષ્યો નિષ્ફળ પ્રવૃત્તિ કરતા નથી. વધારે સ્પષ્ટ કહીએ તો તેઓ કોઇપણ પ્રવૃત્તિનો પ્રારંભ કરતાં પહેલાં તેનું પરિણામ કે ફળ શું ? તે જાણી લે છે. તેમાં જો એમ જણાય કે આ પ્રવૃત્તિનું પરિણામ ખરેખર સારું કે સુંદર આવશે, તો તેઓ એમાં પ્રવૃત્ત થાય છે, અન્યથા તેમાં પ્રવૃત્ત થતા નથી.
આ રીતે અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “જીવ આદિ નવતત્ત્વોને જાણવાનું ફળ શું ?' તેથી પ્રકરણકાર મહર્ષિ જણાવે છે કે જે પુરુષ કે સ્ત્રી જીવઆદિ નવપદાર્થોને જાણે છે, તેને સમ્યકત્વ અર્થાત્ સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે.”
Page 316 of 325