________________
અહીં કદાચ એવો પ્રશ્ન થાય કે “જીવ આદિ નવતત્ત્વને જાણવાથી સમ્યગદર્શનની પ્રાપ્તિ શી રીતે થાય ?' તેનો ઉત્તર એ છે કે જીવ આદિ નવતત્ત્વો જાણનાર એટલું જરૂર સમજી જાય છે કે
(૧) જીવ છે. (૨) તે નિત્ય છે. (૩) તે કર્મનો કર્તા છે. (૪) તે કર્મફળનો ભોકતા છે. (૫) તે પોતાના પુરુષાર્થથી સજ્જ કર્મબંધનોને તોડી મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. અને (૬) એ મોક્ષનો ઉપાય પુણ્યક પ્રવૃત્તિ તથા સંવર અને નિર્જરાની આરાધના છે.
આ રીતે છ સ્થાનો-સિદ્ધાંતો જેના મનમાં બરાબર ઠસે, તેને તત્ત્વભૂત પદાર્થો પર શ્રદ્ધા થઇ ગણાય અને તેજ સમ્યકત્વ છે. કહ્યું છે કે “તત્વાશ્રદ્ધાનં સભ્યદૃર્શનમ્ તત્ત્વભૂત પદાર્થોનું યથાર્થ શ્રદ્વાન તે, સમ્યગદર્શન છે.'
અહીં કોઇ એમ પૂછે કે “શું જીવ આદિ નવતત્વો જાણનારને જ સમ્યકત્વની પ્રાપ્તિ થાય ? અન્યને નહિ?' તો પ્રકરણકાર મહર્ષિ તેના સમાધાન અર્થે જણાવે છે કે જ્ઞાનાવરણીય કર્મના તથાવિધ ક્ષયોપશમના અભાવે કોઇ આત્મા જીવ આદિ નવતત્ત્વોનું સ્વરૂપ બરાબર જાણી શકે નહિ, પરંતુ તેની આંતરિક શ્રદ્વા એવી હોય કે આ નવતત્ત્વો યથાર્થ છે, સત્ય છે, તો તેને પણ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે.
શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે પ્રગવિદં વિદંતિવિÉ, ૨૩દા પંવવિહંસવદં સન્મસમ્યકત્વ એક પ્રકારનું, બે પ્રકારનું, ત્રણ પ્રકારનું, ચાર પ્રકારનું, પાંચ પ્રકારનું તથા દશ પ્રકારનું હોય
સમ્યક તત્ત્વની રુચિ એટલે શ્રી જિનકથિત તત્ત્વોમાં યથાર્થપણાની બુદ્ધિ, એ સમ્યકત્વનો એક પ્રકાર છે.
નૈસર્ગિક અને આધિગમિક એ સમ્યકત્વના બે પ્રકારો છે. નૈસર્ગિક એટલે સ્વાભાવિક રીતે થવું અને આધિગમિક એટલે ગુસ્સા ઉપદેશ આદિનિમિત્તોથી થવું. અથવા દ્રવ્યસમ્યકત્વ અને ભાવસમ્યકત્વ એવા પણ તેના બે પ્રકારો છે. તેમાં શ્રી જિનેશ્વરદેવકથિત તત્ત્વોમાં સામાન્ય સચ તે દ્રવ્યસમ્યકત્વ છે અને વસ્તુને જાણવાના ઉપાયરૂપ પ્રમાણ-નય વગેરેથી જીવાજીવાદિ તત્ત્વોને વિશુદ્ધ રૂપે જાણવા એ ભાવસમ્યકત્વ છે. વળી શાસ્ત્રોમાં નિશ્ચયસમ્યકત્વ અને વ્યવહારસમ્યકત્વ એવા બે પ્રકારો પણ માનેલા છે. તેમાં આત્માનો જે શુદ્ધ પરિણામ, તે નિશ્ચય સમ્યકત્વ અને તેમાં હેતુભૂત સડસઠ ભેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી તેનું શ્રદ્ધા અને ક્રિયા રૂપે પાલન કરવું, તે વ્યવહારસમ્યકત્વ છે.
ઔપથમિક, શાયિક અને સાયોપથમિક એ સખ્યત્વના ત્રણ પ્રકારો છે. તેમાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ તથા સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય એ સાત કર્મપ્રકૃતિઓનો અંતર્મુહુર્ત સુધી તદન ઉપશમ થવાથી જે સમ્યકત્વ પ્રકટ થાય તેને ઔપથમિક સમ્યકત્વ કહેવાય; આવું સમ્યકત્વ એક ભવમાં બે વાર અને સમસ્ત સંસારચક્રમાં પાંચ વાર પ્રાપ્ત થઇ શકે છે. આ સમ્યકત્વ અંતર્મુહૂર્તથી વધારે રહેતું નથી, ઉપર હેલી સાતેય કર્મ પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય થવાથી જે સમ્યકત્વ પ્રકટ થાય તેને ક્ષાયિક સમ્યકત્વ કહેવાય. તેનો કાલ સાદિ-અનંત છે. અને ઉપર કહેલી સાત પ્રકૃતિમાંથી ઉદયમાં આવેલાનો ક્ષય તેમજ સત્તામાં પડેલાનો વિપાકથી ઉપશમ થતાં જે સમ્યકત્વ પ્રકટ
Page 317 of 325