________________
શકાય? તેનો છેડો આવશે નહિ, એટલે ત્યાં અનંતવાર એમ કહીને જ સંતોષ માનવો પડે.
જૈન શાસ્ત્રકારોએ અસંખ્યાત તથા અનંતના પણ કેટલાક પ્રકારો પાડેલા છે, તે અન્ય ગ્રંથોથી જાણવા.
સિદ્ધાત્માઓ દ્રવ્યરૂપે શાશ્વત હોય છે, પણ તેમાં કોઇ પ્રકારનો ભાવ હોય છે કે નહિ? તેનો ઉત્તર ભાવકારથી સાંપડે છે. તેમાં જણાવ્યું છે કે સિદ્ધોનું જ્ઞાન અને દર્શન સાયિક હોય છે અને જીવત્વ પારિણામિક ભાવે હોય છે. આનો અર્થ એમ સમજવાનો કે (૧) ઔપશમિક, (૨) સાયિક, (૩) લાયોપથમિક, (૪) ઔદયિક અને (૫) પારિણામિક એ પાંચ પ્રકારના ભાવો પૈકી સિદ્ધાત્માઓને સાયિક તથા પારિણામિક એ બે ભાવો હોય છે, પણ ઔપશમિક, સાયોપથમિક કે ઔદયિક ભાવ હોતો નથી, કારણકે આ ત્રણેય ભાવો કર્મન્ય છે. (મોહનીય કર્મની ઉપશાંત અવસ્થા (અનુદય અવસ્થા) ને ઉપશમ કહેવામાં આવે છે. તેથી ઉત્પન્ન થયેલો આત્મપરિણામ તે ઔપથમિક ભાવ. કર્મનો સર્વથા નાશ થવો તે ક્ષય. તેનાથી ઉત્પન્ન થયેલો આત્મપરિણામ તે ક્ષાયિક ભાવ, ઉદયમાં આવેલા કર્મનો ક્ષય અને ઉદયમાં નહિ આવેલાં કર્મોનો ઉપશમ તે ક્ષયોપશમ. તેથી ઉત્પન્ન થયેલો આત્મપરિણામ તે ક્ષાયોપથમિક ભાવ. કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ગતિ, વેશ્યા, કષાય આદિ આત્મપરિણામ તે ઔદયિક ભાવ અને વસ્તુનો અનાદિ સ્વભાવ તે પારિણામિક ભાવ.)
‘ક્ષાયિક ભાવના નવ પ્રકારો છે : (૧) કેવલજ્ઞાન (૨) કેવલદર્શન (૩) ક્ષાયિક સમ્યકત્વ (૪) સાયિક ચારિત્ર (૫) દાનલબ્ધિ (૬) લાભલબ્ધિ (૭) ભોગલબ્ધિ (૮) ઉપભોગલબ્ધિ અને (૯) વીર્યલબ્ધિ. તેમાંથી સિદ્ધ જીવોને કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ભાયિક ભાવો જ કેમ કહા ?'
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે આ બે ભાવો આત્માના મૂળગણની મુખ્યતાએ કહ્યા છે અને તેનો કોઇ અપેક્ષા-વિશેષથી નિષેધ નથી, જ્યારે બીજા ભાવોનો અપેક્ષા-વિશેષથી નિષેધ છે. જેમકે - “શ્રી વીતરાગના વચન ઉપર પ્રતીતિરૂપ શ્રદ્ધા” ને સમ્યકત્વ ક્વીએ. તો સિદ્ધાત્મા પોતે વીતરાગ છે, તેમને બીજા કયા વીતરાગના વચન પરની શ્રદ્ધા ઘટી શકે ?
અહીં ક્ષાયિકભાવની શ્રદ્ધાના અભાવે સિદ્ધાત્માને શાયિક સમ્યકત્વ ઘટી શકે નહિ, પરંતુ દર્શન-મોહનીય અને અનંતાનુબંધી કષાયના ક્ષયથી જે આત્મિક ગુણરૂપ સાયિક સમ્યકત્વ, તે ઘટી શકે.
“જેના વડે મોક્ષમાં જવાય તે ચારિત્ર અથવા આઠ પ્રકારના કર્મસમૂહનો નાશ કરનાર તે ચારિત્ર.' એ પ્રમાણે ચારિત્રની વ્યાખ્યા થાય છે. હવે ચારિત્રના આ વ્યુત્પત્તિ-લક્ષણમાંનું કોઇ લક્ષણ સિદ્ધાત્માઓમાં ઘટતું નથી, તેમ જ ચારિત્રના પાંચ ભેદોમાંનો કોઇ ભેદ શ્રી સિદ્ધાત્મામાં છે નહિ, તે કારણથી સિદ્ધમાં ચારિત્રનો અભાવ છે. પરંતુ મોહનીય કર્મના ક્ષયથી પ્રકટ થયેલ સ્વસ્વરૂપમાં રમણતારૂપ જે ક્ષાયિક ચારિત્ર, તે સિદ્ધાત્મામાં અવશ્ય હોય છે. આ જ કારણે શાસ્ત્રોમાં સિદ્ધાત્માઓને ‘નો વારિત્તી નો વારિત્તી' કહ્યાા છે.
વળી દાનાદિક ચાર પ્રવૃત્તિઓ ગ્રહણ-ધારણ યોગ્ય બાદરપરિણામી પુદગલ સ્કંધોના લીધે સંભવે છે અને સિદ્ધાત્મામાં ગ્રહણ-ધારણ યોગ્ય બાદરપરિણામી પુદગલ સ્કંધોનો અભાવ હોય છે, એટલે તેમાં આ ચાર લબ્ધિઓ હોતી નથી. અને જેમાં ક્રિયા-પ્રવૃત્તિ હોય, તેને વીર્ય કહીએ તો એ લક્ષણ પણ સિદ્ધાત્મામાં ઘટી શકતું નથી, કારણકે ‘સિદ્ધા vi વિરિયા' એવું આગમવચન છે. પરંતુ અંતરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન થતા આત્મપરિણામરૂપ દાનાદિક લબ્ધિઓ સિદ્ધાત્માને હોય છે.
આ વિવેચનના સાર રૂપે એમ સમજવું કે સિદ્ધાત્માને કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે ક્ષાયિક
Page 315 of 325