________________
અરતિ-શોક ત્રણવેદમાંથી એક વેદ = ૨૨ પહેલા ગુણસ્થાનકે હોય છે.
(૨) એકવીશ પ્રકૃતિઓનું :- ૧૬ કષાય ભય-જુગુપ્સા-હાસ્ય-રતિ અથવા અરતિ શોક, પુરૂષવેદ, અથવા સ્ત્રીવેદમાંથી એક = ૨૧ બીજા ગુણસ્થાનકે હોય છે.
(૩) સત્તર પ્રવૃતિઓનું :- અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય. ભય-જુગુપ્સા-હાસ્ય-રતિ અથવા અરતિ શોક પુરૂષ વેદ = ૧૭ ત્રીજા અને ચોથા ગુણસ્થાનકે હોય છે.
(૪) તેર પ્રકૃતિઓનું :- પ્રત્યાખ્યાનાદિ ૮ કષાય. ભય-જુગુપ્સા-હાસ્ય-રતિ અથવા અરતિ શોક પુરૂષવેદ પાંચમા ગુણસ્થાનકે હોય.
(૫) નવ પ્રકૃતિઓનું :- સંજ્વલન ૪ કષાય. ભય-જુગુપ્સા-હાસ્ય-રતિ અથવા અરતિ શોક પુરૂષવેદ, છઠ્ઠા ગુણસ્થાનકે હોય.
સંજ્વલન ૪ કષાય. ભય-જુગુપ્સા-હાસ્ય-રતિ-પુરૂષવેદ આ નવ સાતમાથી આઠમાના સાતમા ભાગ સુધી હોય છે.
(૬) પાંચ પ્રકૃતિઓનું :- સંજ્વલન ૪ કષાય પુરૂષવેદ નવમાના પહેલા ભાગે. (૭) ચાર પ્રકૃતિઓનું :- સંજવલન ૪ કષાય. નવમાના બીજા ભાગે.
ત્રણ પ્રકૃતિઓનું :- સંજ્વલન માન-માયા-લોભ નવમાના ત્રીજા ભાગે. (૯) બે પ્રકૃતિઓનું :- સંજ્વલન માયા-લોભ-નવમાના ચોથા ભાગે.
(૧૦) એક પ્રકૃતિનું :- સંજ્વલન લોભ નવમાના પાંચમા ભાગે હોય. (૫) આયુષ્ય કર્મ - એક પ્રકૃતિનું બંધસ્થાન હોય. ૧-૨-૪ થી ૬ અથવા ૪ થી ૭ ગુણસ્થાનકમાં હોય. (૬) ગોત્ર કર્મ - એક પ્રકૃતિનું બંધસ્થાન. પહેલા બીજા ગુણસ્થાનકે પરાવર્તમાન રૂપે હોય અને ૩ થી ૧૦ સુધી એક ઉચ્ચ ગોત્રનો બંધ હોય છે. (૭) અંતરાય કર્મ - પાચ પ્રકૃતિનું એક બંધસ્થાન ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી સતત બંધમાં હોય છે. (૮) નામ કર્મ - બંધસ્થાન આઠ હોય છે.
૧. ૨૩ પ્રકૃતિનું, ૨. ૨૫ પ્રકૃતિનું, ૩. ૨૬ પ્રકૃતિનું, ૪. ૨૮ પ્રકૃતિનું, ૫. ૨૯ પ્રકૃતિનું, ૬. ૩૦ પ્રકૃતિનું, ૭. ૩૧ પ્રકૃતિનું, ૮. ૧ પ્રકૃતિનું. (૧) ૨૩ પ્રકૃતિનું બંધ સ્થાન નિયમા, અપર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય એટલે કે તેને લાયક બંધસ્થાન હોય છે. તે બાંધનાર એટલે બંધક જીવો-અપર્યામા- પર્યામા એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો બાંધે છે.
૨૩ પ્રકૃતિનાં નામ- તિર્યંચગતિ, એકેન્દ્રિય જાતિ, ઔદારિક, તેજસ કાર્પણ શરીર, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, અપર્યાપ્તા, પ્રત્યેક અથવા સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય અને અયશ. (૨) ૨૫ પ્રકૃતિનાં બંધ સ્થાનો.
૧. અપર્યાપા બેઇન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ નું બંધસ્થાન બંધક અપર્યાપા પર્યાપા એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય તથા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો બાંધે છે. ૨૫ પ્રકૃતિના નામ- તિર્યંચ ગતિ, બેઇન્દ્રિય જાતિ, ઔદારિક, તૈક્સ, કાર્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, છેવટહું સંઘયણ, હુંડક સંસ્થાન, ચાર વર્ણાદિ, તિર્યંચાનુપુર્વી, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય અને અયશ.
Page 268 of 325