________________
છે.
આત્માના અધ્યવસાયો બદલાયા કરે છે અને નવા નવા અધ્યવસાયો ઉત્પન્ન થાય છે, એટલે અધ્યવસાયોનાં સ્થાનકો અસંખ્યાત માનવામાં આવ્યાં છે.
આત્માના અધ્યવસાયો બદલાતા ન હોત ને બધો વખત એક સરખા જ રહેતા હોત તો ચડતી કે પડતીનો અનુભવ થાત નહિ, તેમ જ કર્મની સ્થિતિમાં જે વિચિત્રતા દેખાય છે, તે પણ દેખાત નહિ. અહીં એટલું લક્ષ્યમાં રાખવું ઘટે કે આત્મા નિાદમાં જ્ડ પ્રાય: અવસ્થામાં હોય છે, ત્યારે પણ તેનામાં અધ્યવસાયો હોય છે અને તેજ કારણે તેનું કર્મબંધન ચાલુ રહે છે. જો તેને કોઇ પ્રકારના અધ્યવસાય ન હોય તો તેનામાં અને જ્ડમાં કોઇ તફાવત રહે નહિ.
વનસ્પતિને અધ્યવસાયો હોય છે, એ વાતબંગાળના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક શ્રી જ્ગદીશચંદ્ર બોઝે પ્રયોગો દ્વારા સાબીત કરી આપેલી છે.
જ્યારે વનસ્પતિ જેવા એકેન્દ્રિય જીવોને અધ્યવસાય હોય, ત્યારે વિક્લેન્દ્રિય, તેમજ તિર્યંચ પંચેન્દ્રિય એટલે પશુ, પક્ષી, લચર વગેરેને અધ્યવસાય હોય એમાં આશ્ચર્ય શું ? જૈન શાસ્ત્રોએ તિર્યંચોને થતા અધ્યવસાયની કેટલીક સુંદર નોંધ કરેલી છે.
છેવટે એ પણ યાદ રાખવું ઘટે છે કે અશુભ પ્રકૃતિનો રસ લીમડાના રસ જેવો કડવો એટલે જીવને પીડાકારી હોય છે અને શુભપ્રકૃતિનો રસ શેલડી જેવો મધુર એટલે જીવને આહ્લાદકારી હોય છે.
અશુભ પ્રકૃતિનો રસ જેટલો મંદ હોય તેટલો સારો અને શુભ પ્રકૃતિનો રસ જેટલો તીવ્ર હોય તેટલો સારો સરવાળે તો બધાં કર્મોને નીરસ-નિ:સત્ત્વ બનાવી દેવાનાં છે, જેથી આત્માને સંસારનો ઉપદ્રવ થાય નહિ.
પ્રદેશબંધ અંગે એટલું લક્ષ્યમાં રાખવું કે યોગ વ્યાપારની વિશેષતા પ્રમાણે તેની વિશેષતા હોય છે, અર્થાત્ યોગબળના પ્રમાણમાં જ કાર્પણ વર્ગણાના દલિકો ગ્રહણ થાય છે. અન્ય શબ્દોમાં કહીએ તો ઉત્કૃષ્ટ યોગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે અને ઘન્ય યોગે જઘન્ય પ્રદેશબંધ થાય છે. અને તે જ કારણે પ્રદેશબંધમાં અનેક પ્રકારની ન્યૂનાધિક્તા હોય છે.
બંધનું વિશેષ સ્વરૂપ ર્મગ્રંથ, પંચસંગ્રહ વગેરે ગ્રંથોથી જાણવું. ‘બંધતત્ત્વ’ નામનું અગિયારમું પ્રકરણ અહીં પુરું થાય છે. પ્રકૃતિ બંધ અધિકાર
(૧) જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓનું એક બંધસ્થાન હોય છે. ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી સતત બંધાય
(૨) દર્શનાવરણીય કર્મના ત્રણ બંધસ્થાનો હોય છે.
(૧) નવ પ્રકૃતિનું પહેલા બીજા ગુણસ્થાનકે હોય છે.
(૨) છ પ્રકૃતિઓનું ત્રીજાથી આઠમાના પહેલા ભાગ સુધી હોય.
(૩) ચાર પ્રકૃતિઓનું આઠમાના બીજા ભાગથી દસમા સુધી હોય.
(૪) વેદનીય કર્મનું એક પ્રકૃતિનું બંધસ્થાન શાતા અથવા અશાતા અંતર્મુહૂર્તે પરાવર્તમાન રૂપે
છ ગુણસ્થાનક સુધી. સાતમાથી તેરમા સુધી એક શાતા વેદનીયનું બંધસ્થાન હોય છે.
(૪) મોહનીય કર્મના દશ બંધસ્થાનો હોય છે.
(૧) બાવીશ પ્રકૃતિઓનું :- ૧૬ કષાય, ભય-જુગુપ્સા-મિથ્યાત્વ-હાસ્ય-રતિ અથવા
Page 267 of 325