________________
લેશ્યાના અધ્યવસાયો આઠ આઠ સમયે તીવ્ર મંદરૂપે થયા કરે છે માટે એક સ્થિતિ બંધના અધ્યવસાય સ્થાનમાં રસબંધના અસંખ્યાતા સ્થાનો પ્રાપ્ત થાય છે.
જીવો અનાદિકાળથી શુભાશુભ પરિણામવાળા હોવાથી કોઇ વખત એકલી અશુભ પ્રકૃતિઓનો બંધ કે કોઇ વખત એકલી શુભ પ્રકૃતિઓનો બંધ કરતા જ નથી.
આથી જ્ઞાની ભગવંતો કહે છે કે જ્યારે જીવ તીવ્ર સંકલેશના અધ્યવસાયમાં રહીને અશુભ પ્રકૃતિઓનો તીવ્ર રસ બાંધતો હોય છે ત્યારે બંધાતી શુભ પ્રકૃતિઓનો મંદ રસ બાંધે છે.
જ્યારે વિશધ્ધિમાં રહેલો જીવ શુભ પ્રકૃતિઓનો તીવ રસ બાંધતો હોય છે ત્યારે બંધાતી અશુભ પ્રકૃતિઓનો રસ નિયમો મંદ બાંધે છે એટલે એક ઠારીયા રસે બાંધે છે.
અહીં પ્રકરણકારે અનુભાગબંધ તથા પ્રદેશબંધનું સ્વરૂપ ગાથા દ્વારા કહ્યું નથી, એટલે તે અંગે પણ કેટલીક સ્પષ્ટતા કરીશું.
કર્મ બાંધતી વખતે જીવના જેવા પરિણામો-અધ્યવસાયો હોય છે, તેવો રસ પડે છે અને જેવો રસ પડે છે, તે પ્રમાણે તેનું અતિ તીવ્ર, તીવ્ર, મંદ કે મંદતર ફળ મળે છે. અધ્યવસાયોની તીવ્રતા-મંદતા સમજવા માટે શાસ્ત્રકારોએ જંબૂવૃક્ષ અને છ પુરુષોનું દ્રષ્ટાંત નીચે મુજબ આપ્યું છે :
છ મુસાફરો એક જંબવૃક્ષ નીચે આવ્યા. તેમાંના પહેલાએ કહ્યું : “આ જાબુંડાને તોડી પાડીએ તો મનગમતાં જાંબુ ખાઇ શકાય.” બીજાએ કહ્યું : “આખા ઝાડને તોડી પાડવાને બદલે તેનું એક મોટું કાળું જ તોડી પાડીએ, તો આપણું કામ થઇ જશે.” ત્રીજાએ કહ્યું : “એમાં ડાળું પાડવાની શું જરૂર છે? એક મોટી ડાળીને જ તોડી પાડોને? એમાંથી આપણે જોઇએ તેટલાં જાંબૂ મળી રહેશે. ચોથાએ કહ્યું : “મોટી કે નાની ડાળી તોડવાની જરૂર નથી, માત્ર ફળવાળા ગુચ્છાઓ જ તોડી પાડો.પાંચમાએ કહ્યું : “મને તો એ પણ વ્યાજબી જણાતું નથી. જો આપણે જાંબૂડાં ખાવાનું જ કામ છે, તો માત્ર જાંબૂડાં જ તોડી લ્યો.” એ સાંભળી છઠ્ઠાએ કહ્યું કે “ભૂખ શમાવવી એ આપણે પ્રજન છે, તો નિષ્કારણ વૃક્ષને ઉખેડવાની, તોડવાની કે તેનાં ફળો પાડવાની ચેષ્ટા શું કામ કરવી ? અહીં ઘણાં જાબુંડા પોતાની મેળે જ નીચે પડેલાં છે, જે તાંજા અને સ્વાદિષ્ટ છે, માટે તેનાથી જ કામ ચલાવો.'
અધ્યવસાયોની આ તરતમતા વ્યવહારની દરેક પ્રવૃત્તિમાં અનુભવી શકાય છે. એટલે એક પ્રવૃત્તિ બાહા દ્રષ્ટિએ સરખી હોવા છતાં વાસ્તવિક રીતે સરખી નથી. “જેવા અધ્યવસાય તેવો બંધ' એ ન્યાયે એક પ્રવૃત્તિ એક વ્યકિતને નિકાચિત કર્મબંધનું કારણ બને છે, જ્યારે તે જ પ્રવૃત્તિ બીજી, ત્રીજી અને ચોથી વ્યકિતને અનુક્રમે નિધત્ત, બદ્ધ અને સ્પષ્ટ કર્મબંધનો અધિકારી બનાવે છે. અહીં નિધત્તથી ગાઢ, બહથી કંઇક ગાઢ અને કંઇક શિથિલ તથા ધૃષ્ટથી શિથિલ કર્મબંધ સમજવાનો છે.
નિધત્ત, બદ્ધ અને સ્પષ્ટ કર્મબંધનું સ્વરૂપ સોયના દ્રષ્ટાંતથી સમજાશે. કેટલીક સોયોને દોરામાં પરોવેલી હોય અને તે કટાઇ જવાથી અરસપરસ ચોટી ગયેલી હોય, તો તેને છૂટી પાડવામાં મહેનત પડ છે, તેમ જે કર્મબંધન ગાઢ હોઇ તેને તોડવા માટે તપાદિ વિશિષ્ટ અનુષ્ઠાન કરવું પડે, તે નિધત્ત કર્મબંધ કહેવાય છે.
કેટલીક સોયોને દોરાથી પરાવેલી હોય, તો તેને છૂટી પડતાં વાર લાગે છે, તેમ જે કર્મનું બંધન વિશિષ્ટ આલોચના વગેરેથી તૂટે, તેને બધ્ધ કર્મબંધ કહેવાય છે.
અને કેટલીક સોયોનો ઢગલો પડેલો હોય તો એના પર હાથ મૂક્તાં જ તે વિખરાઇ જાય છે, તેમ જે કર્મોનું બંધન અતિ શિથિલ હોઇ સામાન્ય પશ્ચાત્તાપ આદિથી તૂટી જાય, તેને સ્પષ્ટ કર્મબંધ કહેવાય
Page 266 of 325