________________
રસબંધનુ વર્ણન
રસબંધ એટલે કર્મના પુગલોને ભોગવવા લાયક જે મંદ-મંદતર તીવ- તીવ્રતર રૂપે રસ બાંધેલો હોય તે પ્રમાણે વિપાથી ભોગવવો તે રસબંધ હેવાય છે.
શુભ પ્રકૃતિઓનો રસ શેલડીના રસ જેવો હોય છે.
અશુભ પ્રકૃતિઓનો રસ કડવા લીમડાના રસ જેવો હોય છે.
શેલડીના એક શેર રસને કાઢીએ તેમાં જેવી સ્વાભાવિક મીઠાશ હોય છે તેવી મીઠાશ વાળા શુભ ર્મના પુદ્ગલોનો રસ બાંધવો તે એક ઠાણીયો રસ કહેવાય છે.
તે એક શેર શેલડીના રસના એક ભાગને બાળીને ત્રણ ભાગ જેટલો રાખવામાં આવે તેમાં પાણી બળી જતાં ઘટ્ટતા થાય છે. તેમાં મીઠાશ વધે છે. તેવી મીઠાશ વાળા શુભ પુદ્ગલોના રસને બાંધવો તે બેઠાણીયો રસ વ્હેવાય છે.
એક શેર શેલડીના રસમાંથી બે ભાગ ઉકાળીને બે ભાગ જેટલો ઘટ્ટ બનાવવો તેમાં મીઠાશ વધે છે એવા મીઠાશવાળા શુભ પુદ્ગલોનો રસ કરવો તે ત્રણ ઠાણીયો રસ કહેવાય છે. એક શેર શેલડીના રસના ત્રણ ભાગ ઉકાળી એક ભાગ રાખવામાં આવે તેમાં ઘટ્ટતા ઘણી જોરદાર થાય છે. એવા ઘટ્ટરૂપે શુભપ્રકૃતિઓનાં પુદ્ગલોમાં રસ નાંખવો એટલે એવા રસવાળા કરવા તે ચાર ઠાણીયો રસ વ્હેવાય છે. આ દરેક ઠાણીયા રસોમાં ઘન્ય-મધ્યમ ઉત્કૃષ્ટ રૂપે તરતમતા ભેદો અસંખ્યાતા રૂપે અને અનંતા રૂપે રહેલા હોય છે. શુભ પ્રકૃતિઓનો એક ઠાણીયો રસ બંધાતો નથી.
અશુભ પ્રકૃતિઓનો રસ એક શેર કડવા લીમડાના રસમાં જેવી સ્વાભાવિક કડવાસ હોય છે તેવા રસવાળી પ્રકૃતિઓનો બધ કરવો તે એક ઠાણીયો રસ કહેવાય છે.
એક શેર કડવા લીમડાના રસમાંથી એક ભાગ ઉકાળી ત્રણ ભાગ રાખવામાં આવે તેમાં જેટલી કડવાસ હોય છે તેટલી કડવાસવાળા રસવાળી અશુભ પ્રકૃતિઓનો બંધ કરવો તે બે ઠાણીયો રસ કહેવાય.
એક શેર કડવા લીમડાના રસના બે ભાગ ઉકાળી બે ભાગ રાખવામાં જેટલી કડવાસ તીવ્ર બને તેટલા રસવાળી અશુભ પ્રકૃતિઓનો રસ બાંધવો તે ત્રણ ઠાણીયો રસ કહેવાય છે.
એક શેર કડવા લીમડાના રસના ત્રણ ભાગ ઉકાળીને એક ભાગ રાખવો તેમાં રસની ઘટ્ટતા થાય છે અને કડવાસ એકદમ તીવ્ર બને છે. તેવી તીવ્રતાવાળી અશુભપ્રકૃતિઓનો રસ બાંધવો તે ચાર ઠાણીયો રસ વ્હેવાય છે.
પ્રદેશ બંધ
આઠ કર્મો બાંધતા ઓછા દલીકો (પુદ્ગલો) આયુષ્યને મલે સાત કર્મો (આયુષ્ય સિવાય) બાંધતા તે આયુષ્યના ભાગના પુદ્ગલો સરખે ભાગે દરેક્ને થોડા થોડા મલે છે.
આયુષ્ય-મોહનીય સિવાય છ કર્મો બાંધતા બન્નેનાં પુદ્ગલો દરેક્ને થોડા થોડા અધિકમલે દરેક્માં સૌથી વધારે વેદનીય કર્મોને પુગલો મલે છે.
એક કર્મ વેદનીય રૂપે બાંધતાં બધાય પુદ્ગલો વેદનીયને મલે છે.
(૧) પ્રકૃતિ બંધ-પ્રદેશ બંધ યોગથી થાય છે.
(૨) સ્થિતિ બંધ કષાયથી થાય છે અને (૩) રસ બંધ લેશ્યા સહિત કષાયથી થાય છે.
Page 265 of 325