________________
જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-અંતરાય- આ ત્રણ કર્મોને સરખે ભાગે પણ આયુષ્ય કરતાં વિશેષાધિક નામ અને ગોત્ર એ કર્મોને સરખા પણ વિશેષાધિક તેના કરતાં મોહનીય કર્મને વિશેષાધિક અને સૌથી વધારે વેદનીય કર્મને પુદગલો મળે છે કારણકે સુખ અને દુ:ખનો અનુભવ વેદનીયથી થાય છે. સ્થિતિ બંધ.
કાલનું નિયમન કરવું. જે કર્મો આત્માની સાથે જ્યારથી બંધાયેલા હોય છે ત્યારથી તે પુદ્ગલો કેટલા કાળ સુધી આત્માની સાથે રહેશે તેનું જે નક્કી કરવું તે સ્થિતિ બંધ કહેવાય છે. કર્મોનાં નામા ઉત્કૃષ્ટ સ્થિતિ
જઘન્ય સ્થિતિ જ્ઞાનાવરણીય કર્મ ૩૦ કોટાકોટી સાગરોપમ એક અંતર્મુહૂર્ત દર્શનાવરણીય કર્મ ૩૦ કોટાકોટી સાગરોપમ એક અંતર્મુહૂર્ત વેદનીય કર્મ ૩૦ કોટાકોટી સાગરોપમ ૧૨ મુહૂર્ત મોહનીય કર્મ ૭૦ કોટાકોટી સાગરોપમાં એક અંતર્મુહૂર્ત નામ કર્મ
૨૦ કોટાકોટી સાગરોપમાં ૮ મુહૂર્ત ગોત્ર કર્મ
૨૦ કોટાકોટો સાગરોપમ ૮ મુહૂર્ત અંતરાય કર્મ ૩૦ કોટાકોટી સાગરોપમ એક અંતર્મુહૂર્ત આયુષ્ય કર્મ ૩૩ સાગરોપમ
૧ અંતર્મુહૂર્ત આ રીતે મૂલ કર્મોની સ્થિતિ જીવો બાંધી શકે છે.
એકેન્દ્રિય જીવો કર્મોની જઘન્ય સ્થિતિને ઉત્કૃષ્ટ રૂપે બાંધે છે. અને જઘન્ય રૂપે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી બાંધે છે. આયુષ્ય ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ વરસનું બાંધી શકે છે. બેઇન્દ્રિય જીવો- આયુષ્ય સિવાય દરેક કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ એકેન્દ્રિય જીવો કરતાં પચ્ચીશ ગુણી અધિક બાંધે છે. જઘન્ય પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન બાંધે છે. આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વક્રોડ વરસની બાંધી શકે છે. તે ઇન્દ્રિય જીવો-એકેન્દ્રિય જીવો કરતાં પચાસ ગુણી અધિક સ્થિતિ બાંધે છે. આયુષ્યની પૂર્વક્રોડ વરસની બાંધે છે. ચહેરીન્દ્રિય જીવો એકેન્દ્રિય જીવો કરતાં સો ગુણી બાંધે છે. આયુષ્યની પૂર્વકોડ વરસની બાંધે. અસન્ની પંચેન્દ્રિય જીવો એકેન્દ્રિય જીવો કરતાં હજાર ગણી અધિક બાંધે છે. આયુષ્યમાં ચારે ગતિના આયુષ્યની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી બાંધે છે.
સત્રી જીવો - ઉત્કૃષ્ટ કર્મોની જે સ્થિતિ કહી છે તે બાંધે છે. અને જઘન્ય અંત: કોટાકોટી સાગરોપમની બાધી શકે છે.
અત:કોટાકોટી - એક કોટાકોટી સાગરોપમમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી જાણવી.
અબાધાકાળ - જેટલી સ્થિતિ બાંધ્યા પછી તે સ્થિતિના પુદગલો જીવને ક્યારે ઉદયમાં આવી શકે કેટલા કાળ પછી આવી શકે તે જણાવનારને અબાધાકાળ કહેવાય છે.
જે કર્મોની અંત: ક્રેટાકોટી સાગરોપમ કે એથી ઓછી સ્થિતિ બંધ કરનારને તે પુદગલો એક અંતર્મુહુર્ત પછી અવશ્ય ઉદયમાં આવી શકે છે તે સ્થિતિનો કાળ એક અંતર્મુહૂર્તનો હોય છે. જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિનો અબાધાકાળ જાણવા માટે ૧ કોટાકોટી સાગરોપમ = એક સો વર્ષ સમજવા. એટલે કે ૨૦ કોટાકાટી સાગરોપમ સ્થિતિ બાંધરનારને બે હજાર વર્ષ પછી તે કર્મ ઉદયમાં આવે એમ સમજવું આ રીતે દરેક કર્મોમાં જાણવું.
Page 264 of 325