________________
(૨) દર્શનાવરણીય કર્મ - ૯ ભેદ છે. દ્વારપાલ જેવું છે. જેમ કોઇ મનુષ્યને રાજાના દર્શન કરવા હોય તો દરવાજા પાસે રહેલ દ્વારપાલને પુછવું પડે તે રજા આપે તો જવાય અને દર્શન થાય. એમ આ કર્મપણ જીવને જે પદાર્થનું સામાન્ય જ્ઞાન કરવું હોય તે ક્ષયોપશમ ભાવ હોય તો જ્ઞાન થઇ શકે નહિતર નહિ. અહીં દર્શન એટલે સામાન્ય જ્ઞાન અર્થ કરેલો છે.
(3) વેદનીય કર્મ - ૨ ભેદ છે. આ કર્મ તલવારની ધાર ઉપર રહેલ મધને ચાટવા જેવું કહ્યું છે. જેમ મધને ચાટતાં સુખ થાય અને તરત જ જીભ કપાતા વેદના થાય છે એમ આ કર્મ પણ સુખની સાથે જ દુ:ખ રહેલું છે એમ સુચવે છે.
(૪) મોહનીય કર્મ - ૨૮ ભેદો છે. મદિરા પીધેલા મનુષ્ય જેવું આ કર્મ છ જેમ મદિરા પીધેલો માણસ જેમ ફાવે તેમ બોલે વર્તે વિચારો કરે ગાંડા જેવો લાગે તેમ આ મોહનીય કર્મને આધીન પરવશ થયેલો મનુષ્ય પોતાના હિત અને અહિતના વિવેકને ભૂલીને ગમે તેમ વર્તે છે ન વિચારવાનું વિચારે છે ન બોલવાનું બોલે છે ન કરવાની પ્રવૃત્તિઓ કર્યા કરે છે.
(૫) આયુષ્ય કર્મ - ૪ ભેદ છે. બેડી સરખું છે. જેમ બેડીમાં રહેલો મનુષ્ય છૂટવા માગે તો પણ છૂટી શકતો નથી અને જકડાયેલો રહે છે તેમ નરકગતિની વેદનામાંથી નીકળવું હોય છૂટવું હોય તો આ આયુષ્યકર્મ જ્યાં સુધી સંપૂર્ણ પૂર્ણ ન થાય ત્યાં સુધી છૂટી શકતો નથી એવી જ રીતે બધા જ આયુષ્ય માટે સમજવું કેટલાક મનુષ્યો દુ:ખથી કંટાળીને મનુષ્યપણામાંથી છૂટકારો મેળવવા માગે છે પણ છૂટી શકતા નથી ઉપરથી આપઘાત કરતાં હાથ-પગ વગેરે ભાંગી જાય અથવા કોઇ ભયંકર રોગાદિ પેદા થાય એવી વેદનાઓ થાય પણ મરણ પામતા નથી તે આયુષ્ય બાકી રહેલું હોય તો આવું બની શકે છે. | (૬) નામ કર્મ - ૧૦૩ ભેદ છે. ચિત્રકાર જેવું છે. જેમ ચિત્રકાર સારા ચિત્રો અને ખરાબ ચિત્રો બન્નેમાંથી કોઈપણ બનાવી શકે છે તેમ આ નામકમે જીવને શાસ્ત્રમાં કહા મજબ શુભ લક્ષણોવાળા અંગોપાંગ પેદા કરાવે તેમજ અશુભ લક્ષણોવાળા અંગો પણ પેદા કરાવે ઇત્યાદિ જે શરીરાદિમાં ફેરફારી થાય છે તે આ નામકર્મને આભારી છે.
(૭) ગોત્ર કર્મ - ૨ ભેદ છે. કુંભાર જેવું છે. જેમ કુંભાર સારા ઘડા બનાવે અને ખરાબ ઘડા પણ બનાવે છે. તેમાં સારા ઘડાં મંગલ રૂપે ઉપયોગી થાય એવા કરી શકે છે. અને ખરાબ ઘડા દારૂ ભરવા રૂપે પણ બનાવી શકે છે. તેમ આ ગોત્ર કર્મ સારૂંકળ સારી જાતિ આદિમાં પેદા કરાવે તે ઉચ્ચ ગોત્ર રૂપે ગણાય છે અને સારું કુળ ખરાબ જાતિ, ખરાબ કુળ સારી જાતિ તેમજ ખરાબ કુળ ખરાબ જાતિ આદિમાં ઉત્પન્ન કરે તે નીચગોત્ર કહેવાય છે.
(૮) અંતરાય કર્મ - ૫ ભેદવાળું છે. તે ભંડારી સરખું છે. રાજાનો ભંડારી કોઇ દાન લેવા આવે રાજા ખુશ થઇ જાય દાન આપવા તૈયાર થાય ભંડારી પાસે મોક્લે પણ ભંડારી બરાબર ન હોય તો દાન મળતું નથી તેમ આ કર્મના ઉદયથી જીવોને દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્યનો અંતરાય હોય તો તે ચીજોને પ્રાપ્ત કરી શકતો નથી. તેના ક્ષયોપશમ ભાવની મહેરબાની હોય તો જ આ બધુ થઇ શકે
આ પ્રકૃતિ બંધનો ખુબ મોટો વિસ્તાર હોય છે. કયા કયા જીવો કેવા કેવા પરિણામોથી કેટલી કેટલી પ્રકૃતિઓનો બંધ સમયે સમયે કરી રહેલા હોય છે. તેનો વિસ્તાર પાંચમા અને છટ્ટા કર્મગ્રંથમાં જાણવા મળે છે તે ત્યાંથી જાણી લેવો.
જીવો જ્યારે આઠ કર્મ બાંધતા હોય ત્યારે સૌથી ઓછા કર્મો આયુષય કર્મને આપે છે.
Page 263 of 325