________________
જવિષય છે તે વિષય છે ભેદજ્ઞાનનો. સ્વ ને પરના ભેદજ્ઞાનનો. પોતાનું ને પારકું શું એ ઓળખનાર સૂક્ષ્મ દ્રષ્ટિ એ છે આંતર જ્ઞાનનો સાર.
નવ તત્ત્વોમાં બંધ, આસવને છોડી સંવર, નિર્જરા ગ્રહણ કરવાનું જણવ્યું છે. તેનું કારણ આ ભેદજ્ઞાન જ છે. બંધ ને આસ્રવ તે પારકું સ્વરૂપ-પરપરિણતિ છે. સંવર ને નિર્જરા આપણું સ્વરૂપ-સ્વપરિણતિ છે, તેથી જ તે ગ્રહણ કરવી જોઇએ. જેતવનમાં ભગવાન બુદ્ધે પણ શિષ્યોને આજ બોધ આપેલો કે, “વૃક્ષ પર પડતા કઠિયારાની કુહાડીના ઘા તમને વાગતા નથી. કારણ કે વૃક્ષ ને તમે ભિન્ન છો, એવી રીતે શરીરાદિ પંચ સ્કંધને તમે ભિન્ન ગણતાં શીખો. જે તમારું નથી તેનો ત્યાગ કરો.” મહમ્મદ પયગમ્બરે જે મૂર્તિનો નાશ કરવાનું કહ્યું તે હિન્દુમંદિરોની પાષાણમૂતિઓ નહોતી. મૂર્તિ એટલે ઇંદ્રિયગ્રાહ્ય ગુણો. સ્પર્શ રસ, રૂપ ગંધાદિ. તેનો નાશ થતાં ઇંદ્રિયાતીત આત્મગુણો પ્રકટે. મહમ્મદ મૂર્તિનો નાશ કરવાનું કહી ઇંદ્રિયગ્રાહ્ય ગુણો નાશ કરવાનું કહેતો. અને એનું કારણ એ કે દેહને ઇંદ્રિય પારકાં છે ‘સ્વ'થી પર છે, તેને છોડવાં જ જોઇએ.
આવું ‘સવત્વ’ તેજ ઇશ્વરી તત્ત્વ છે. ધર્મ એટલે જ ‘પર’ માંથી ‘સ્વ’ માં ગતિ. ‘પર’ થી જેટલા દૂર તેટલા ‘સ્વ’ ની વધુ અંદર. આ સ્વત્વ એ જ ઇશ્વરી રાજ્ય છે, તેથી જ સિસ ક્રાઇસ્ટ વ્હેતા “The kingdom of God is within you” -ઇશ્વરનું રાજ્ય તમારી અંદર છે. ભેદજ્ઞાન ‘સ્વત્વ’ ની પ્રાપ્તિ પર ભાર મૂકે છે ને ‘પર' પદાર્થોનો ત્યાગ શીખવે છે. કારણ, નરનો ભય કે સ્વર્ગનું પ્રલોભન નથી. ભેદજ્ઞાન ‘સ્વ’ ને ગ્રહવાનું ને ‘પર’ ને ત્યાગવાનું શીખવે છે. કારણ, ‘સ્વ’ એ પોતાનું છે, ‘પર’ તે પારકું છે. માનવ સ્વભાવ જે ‘સ્વ’ છે તેને અપનાવવા કારણ શોધતો નથી તે ‘પર’ છે તેને છોડવા પણ કારણ શોધતો નથી. તેના સ્વભાવમાં ઊંડે જ એ સત્ય છુપાયું છે કે જે મારું નથી તે મારી બહાર ઊભું રહો. ભેદજ્ઞાન છે આવી સ્વ ને પરના વિવેક્ની ફિલસુફી.
૮ બંધ તત્વનું વર્ણન
બંધ ચાર પ્રકારનો હોય છે. (૧) પ્રકૃતિ બંધ (૨) સ્થિતિબંધ (૩) રસબંધ અને (૪) પ્રદેશ બંધ. (૧) પ્રકૃતિ બંધ
પ્રકૃતિ એટલે સ્વભાવ. જીવ વડે મિથ્યાત્વ-અવિરતિ-કષાય અન યોગ દ્વારા જે પ્રવૃત્તિ થાય છે તેનાથી ગતમાં રહેલા કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને તેમાં સર્વ જીવો કરતાં અનંત ગુણો અધિક રાગાદિના પરિણામની ચીકાસ વાળો રસ નાંખીને એટલે એવા રસવાળા બનાવીને આત્માની સાથે દૂધ અને પાણીની જેમ અથવા લોખંડ અને અગ્નિની જેમ એક મેક કરે છે તે કર્મ વ્હેવાય છે. તે કર્મમૂલ આઠ પ્રકારના છે અને તેના ભેદો ૧૫૮ હોય છે.
(૧) જ્ઞાનવરણીય કર્મ - ચક્ષુએ બાંધેલા પાટા જેવું હોય છે. તેના ૫ ભેદ છે. જેમ આંખે પાટો બાંધવાથી જીવોને દેખાતું બંધ થાય છે એમ આત્મપ્રદેશો ઉપર જ્ઞાનવરણીયનું પડલ આવવાથી જીવને જ્ઞાન પેદા થઇ શકતું નથી. આંખના પાટાનું કારણ એમ ણાય છે કે આંખે પાટો બાંધતા બે આંખની વચમાં નાક આવે છે તેનું ટેરવું વચમાં હોવાથી સાઇડમાં થોડી જ્ગ્યા રહી શકે છે સંપૂર્ણ આંખ ઢંકાતી નથી માટે ત્યાંથી સોય પેસાડતાં અંદર પેસી શકે છે. આથી એમ ણાય છે કે આત્મપ્રદેશો ઉપર ગમે તેટલા આવરણો જ્ઞાનાવરણીયના આવે તો પણ અક્ષરના અનંતમા ભાગ જેટલો આત્મપ્રદેશ ખુલ્લો રહે છે માટે જ જીવ જીવરૂપે રહે છે એ જ્ગાવવા માટે જ્ઞાનને ચક્ષુના પાટાની ઉપમા આપી હોય એમ ણાય છે.
Page 262 of 325