________________
ઉપધિ એટલે વન્ન-પાત્ર આદિનો ત્યાગ કરવો તે. (૪) અશુદ્ધ ભક્તપાનબુત્સર્ગ-અશુદ્ધ આહારપાણીનો ત્યાગ કરવો તે.
ભાવવ્યત્સર્ગ ત્રણ પ્રકારનો છે : (૧) કષાયવ્યત્સર્ગ- કષાયનો ત્યાગ કરવો તે. (૨) ભવોત્સર્ગભવના કારણ-રૂપ મિથ્યાત્વાદિ બંધહેતુઓનો ત્યાગ કરવો તે. (૩) કર્મોત્સર્ગ-જ્ઞાનાવરણ આદિ કર્મોનો ત્યાગ કરવો તે.
સક્ષેપમાં કહીએ તો ત્યાગવૃત્તિ ઉત્કૃષ્ટતાએ કેળવવા માટે આ તપ કરવામાં આવે છે.
કાયાને એક આસને સ્થિર કરવી, વાણીનો મૌન વડે નિગ્રહ કરવો અને મનને ધ્યાનમાં જોડવું, એવી જ અવસ્થાવિશેષ તે કાયોત્સર્ગ કહેવાય છે. તે મુખ્યતાએ ઉભા રહીને કરવામાં આવે છે. કાયોત્સર્ગ કેવી રીતે કરવો ? તે સંબંધી શાસ્ત્રોમાં કહ્યું છે કે
વરંપુર્ભ મુહપતી, ડેપૂu sqહસ્થ રયદરપt I
वोसट्ठचत्तदेहो, काउस्सग्गं करिज्जाहि ।।१।। બંને પગ સીધા ઊભા રાખી, આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં કાંઇક ઓછું અંતર રાખવું અને તે વખતે સીધા લટકતા રાખેલા જમણા હાથમાં મુહપત્તી અને ડાબા હાથમાં રજોહરણ ગ્રહણ કરવાં. પછી દેહની મમતાનો સંપૂર્ણ રીતે ત્યાગ કરવાપૂર્વક કાયોત્સર્ગ
કરવાં. '
કાયોત્સર્ગ કરતી વખતે એવી ભાવના રાખવી જોઇએ કે
वासी चंदणकप्पो, जो मरणे जीविए य सममण्णो ।
देहे य अपडिबद्धो, काउसग्गो हवइ तस्स ।।१।। શરીરને કોઇ વાંસલાથી છેદી નાખે કે તેના પર ચંદનનો શાંતિદાયક લેપ કરે અથવા જીવન ટકે કે જલદી તેનો અંત આવે, છતાં જે દેહભાવનાથી ખરડાય નહિ અને મનને સમભાવમાં રાખે. તેને જ કાયોત્સર્ગ હોય છે.'
નિર્ગથ મહર્ષિઓએ કાયોત્સર્ગને સqકુવuાવમોuri એટલે સર્વ દુઃખોથી મૂકવનારો
કહ્યો છે.
ભેદજ્ઞાન પ્રત્યેક વસ્તુનાં બે સ્વરૂપો છે. એક ભ્રમાત્મક ને બીજું સત્ય સ્વરૂપ. વસ્તુની પૂલ બાજુને વળગીએ છીએ પણ સુક્ષ્મ પરિચય મેળવતા નથી એટલે ભ્રમ ઉત્પન્ન થાય છે. કબીર આથી જ ગાય છે.
ભ્રમક તાલા લગા મહેલમેં પ્રેમ કી કુંજી લગા' અર્થ :- ભ્રમનું તાળું તારા મહેલમાં લાગ્યું છે તેને પ્રેમની કુંચીથી ઉઘાડ. વસ્તુની પૂલ બાજુ કે બાહા સ્વરૂપ છોડીને તે વસ્તુની સૂક્ષ્મ બાજુ કે આંતરસ્વરૂપમાં પ્રવેશવાથી ભ્રમનું જાળું ઊખડી જાય છે.
પ્રત્યેક બાહા જ્ઞાન ભ્રમાત્મક છે. આંતરજ્ઞાન સત્યથી વિભૂષિત છે. બાહા જ્ઞાન એટલે કેવળ માહિતીઓનો જ ભંડોળ. આંતરજ્ઞાન એટલે જ્યોતિદર્શન કે સત્યમય જીવનદ્રષ્ટિ. બાહાજ્ઞાની બહુ બહુ તો પંડિતો કે શાસ્ત્રી થઇ શકે. આંતરજ્ઞાનવાળો તત્ત્વજ્ઞને સંતપુરુષ થઇ શકે.
બાહા જ્ઞાનમાં વિષયોનું વૈવિધ્ય છે, ભૂસ્તરશાસ્ત્ર એટલે પૃથ્વીના પડળોનું સંશોધન કરતું શાસ્ત્ર, ઘોડાને કેમ ઉછેરવા તેનુંય શાસ્ત્ર છે. શ્વાસોશ્વાસથી લાભહાનિ કે સુખદુઃખ જાણવાનું શાસ્ત્ર સ્વરોદય શાસ પણ છે. બાહા જ્ઞાનમાં આવાં અનેક શાસ્ત્રો છે. આંતરજ્ઞાનમાં આવું વિષયોનું વૈવિધ્ય નથી. ત્યાં તો એક
Page 261 of 325