________________
સર્વ દ્રવ્યોના ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલિન સર્વ પર્યાયો જાણી-જોઇ શકે છે. (૩) સૂક્ષ્મયિા અપ્રતિપાતી-જ્યારે સર્વજ્ઞતાને પામેલો આત્મા યોગનિરોધના ક્રમથી અન્તે સૂક્ષ્મ શરીરયોગનો આશ્રય લઇન બાકીના સર્વયોગોને રોકી દે છે, ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ ક્રિયા જ બાકી રહેલી હોય છે અને તેમાંથી પડવાપણું હોતું નથી, એટલે તેને સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી કહેવામાં આવે છે. (૪) વ્યુપરતયિા અનિવૃત્તિ-જ્યારે શરીરની શ્વાસપ્રશ્વાસાદિ સૂક્ષ્મ ક્રિયા પણ બંધ થઇ જાય છે અને આત્મપ્રદેશ સર્વથા નિષ્કપ થઇ જાય છે, ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં સ્થૂલ કે સૂક્ષ્મ કોઇપણ પ્રકારની માનસિક, વાચિક કે કાયિક ક્રિયા રહેતી નથી અને તે સ્થિતિ પાછી તી પણ નથી.
કે
આ ધ્યાનનો કાળ ૬, હૈં, ૩, ૬, ભૃ એ પાંચ હસ્વ અક્ષર બોલીએ એટલો જ ગણાય છે. આ ધ્યાનના પ્રતાપથી શેષ સર્વ કર્મો ક્ષીણ થઇ જતાં આત્મા પોતાની સ્વાભાવિક ઊર્ધ્વગતિથી લોક્ના અગ્રભાગે પહોંચે છે અને ત્યાં આવેલી સિધ્ધશિલામાં સ્થિર થઇને અનંતકાળ સુધી અનિર્વચનીય સુખનો ભોગ કરે છે. શુક્લધ્યાનના આ છેલ્લા બે પ્રકારોમાં શ્રુતજ્ઞાનનું આલંબન હોતું નથી, એટલે તે નિરાલંબન ધ્યાન હેવાય છે.
શુક્લધ્યાનના ચાર ભેદોમાં પહેલા બે શુક્લધ્યાન છદ્મસ્થને અને છેલ્લાં બે ધ્યાન કેવલિ ભગવંતને હોય છે તથા પહેલા ત્રણ ધ્યાન સયોગીને અને છેલ્લું ધ્યાન અયોગીને હોય છે. તથા એ ચારે ધ્યાનનો પ્રત્યેક્નો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણનો હોય છે. છાપ્રસ્થિક ધ્યાન યોગની એકાગ્રતારૂપ હોય છે અને કૈવલિક ધ્યાન યોગ નિરોધરૂપ હોય છે. તાત્પર્ય કે કેવલિ અવસ્થામાં યોગના નિરોધને જ ધ્યાન ગણવામાં આવે છે.
કાયોત્સર્ગ
કાયાને છોડવાનો અવસર આવી લાગે, તો પણ મનને લાગે નહિ અને આત્માની પ્રસન્નતા જળવાઇ રહે તેવી ટેવ પડે એમ કરવું, એ વગેરે કાયોત્સર્ગ નામના તપમાં આવે છે. આ શરીર છૂટવાનું તો ખરૂં જ, પણ હૈયાથી છૂટે તો કામનું. કાયાનો ત્યાગ વખત આવ્યે એવી રીતિએ કરીએ કે-જરાય મુંઝવણ થાય નહિ. એમ થાય કે-છૂટવા લાયક છૂટી રહ્યું છે. ડૉકટર આવ્યો હોય ને ક્યે કે-હવે બે ક્લાક બાકી છે, , તો એ સાંભળીને આનંદ થાય, સારૂં થયું કે-મને જાણવા મળ્યું. એમ થાય. પછી સારા ધ્યાનમાં લીન બનવાનો પ્રયત્ન થાય. તમને શું થાય ?
સ. બીજા સારા ડૉક્ટરને બોલાવો એમ કહીએ.
બીજો આવ્યો ને એણેય એવું જ કહ્યું તો ? અથવા બીજો આવે તે પહેલાં ખલાસ થઇ ગયા તો ? એવા કોઇ પણ વખતે સમાધિને હાનિ ન પહોંચે, એ માટે રોજ અભ્યાસ કરવો જોઇએ. રોજ વારંવાર ૫-૧૦-૧૫ મીનીટ કે વધુ સમય કાયાનો ઉત્સર્ગ કરવો જોઇએ. એવા સ્થિર થઇ જવું કે-માખી બેસે, મચ્છર કરડે કે બીજું કાંઇ ગમે તે થાય, પણ કાયા હાલે નહિ.
(૬) ઉત્સર્ગ કે વ્યુસ
તપ
ઉત્સર્ગ એટલે ત્યાગ. વ્યુત્સર્ગ એટલે વિશેષતાપૂર્વક ત્યાગ. તેના બે પ્રકારો છે : (૧) દ્રવ્યવ્યુત્સર્ગ અને (૨) ભાવ વ્યુત્સર્ગ. તેમાં દ્રવ્યુત્સર્ગ ચાર પ્રકારનો છે : (૧) ગણવ્યુત્સર્ગ - ગચ્છનો ત્યાગ કરી નિત્પાદિ ક્સ્પ અંગીકાર કરવોતે. (૨) શરીરવ્યુત્સર્ગ- કાયયિાનો ત્યાગ કરવો, કાયોત્સર્ગ અવસ્થાએ રહેવું તે. (૩) ઉપધિવ્યુત્સર્ગ - અન્ય ક્લ્ય અંગીકાર કરતાં સર્વજ્ઞની આજ્ઞા પ્રમાણે
Page 260 of 325