________________
શરીર પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુદગલો ગ્રહણ કરી રસવાળા પુદગલોનો સંગ્રહ કરી અસંખ્યાત સમય સુધીમાં રસવાળા પુદ્ગલોના જેટલો સંગ્રહ થાય તેમાંથી ઇન્દ્રિય બનાવવાની શક્તિ પેદા કરે છે તે ઇન્દ્રિય પર્યામિ કહેવાય છે. આ પર્યાતિથી જીવો સ્પર્શના અને રસનેન્દ્રિય બે ઇન્દ્રિય પેદા કરે છે. આ પર્યાપિનો કાળ એક અંતર્મુહૂર્તનો હોય છે.
ઇન્દ્રિય પર્યામિ પૂર્ણ થયા બાદ સમયે સમયે આહારના મુગલોને ગ્રહણ કરી પરિણાવી રસવાળા પુદગલોનો સંગ્રહ કરી અસંખ્યાત સમય સુધી આ પ્રક્રિયા કરી જ શકિત પેદા કરે છે તેનાથી
ગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુગલોને ગ્રહણ કરી શ્વાસ રૂપે પરિણમાવી નિ: શ્વાસ રૂપે વિસર્જન કરવાની જે શકિત પેદા થાય છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે.
શ્વાસોચ્છવાસ પર્યામિ પૂર્ણ કર્યા બાદ સમયે સમયે આહારના પુદ્ગલો ગ્રહણ કરી રસ રૂપે પરિણમન પમાડી અસંખ્યાત સમય સુધી પ્રક્રિયા કરીને જે શકિત પેદા કરે છે તેમાંથી જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી ભાષા રૂપે પરિણમાવી એને વિસર્જન કરવાની જે શકિત પેદા થાય છે તે ભાષા પયામિ કહેવાય છે.
જે બેઇન્દ્રિયાદિ જીવો અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા હોય છે તે જીવો ઇન્દ્રિય પર્યામિ પૂર્ણ કર્યા બાદ પરભવનું આયુષ્ય બાંધવાની યોગ્યતા પેદા કરીને ત્યાં આયુષ્યનો બંધ કરે અથવા શ્વાસોચ્છવાસ પર્યામિ પૂર્ણ કરીને આયુષ્યનો બંધ કરે અથવા ભાષા પર્યામિ શરૂ કરી આયુષ્યનો બંધ કરી શકે છે અને એ ભાષા પર્યામિ પૂર્ણ કર્યા વગર અવશ્ય મરણ પામે છે.
સણી જીવોને વિષે પર્યાતિઓનું વર્ણન જે જીવો પોતાના ભોગવાતાં આયુષ્યને પૂર્ણ કરીને સન્ની મનુષ્ય કે તિર્યંચ રૂપે ઉત્પન્ન થવાના હોય તેઓને તે આયુષ્ય ઉદયમાં આવે છે અને જે સ્થાનમાં તે આયુષ્ય ભોગવવાનું હોય ત્યાં તે ક્ષેત્રમાં જાય છે ત્યાં જે આહારના પુદગલો મલે તે આહારના પુદગલોને ગ્રહણ કરી ખલ અને રસ રૂપે પરિણામ પમાડી જે શકિત પેદા થાય છે તે આહાર પર્યામિ કહેવાય છે.
આહાર પર્યાપ્તિ કર્યા બાદ સમયે સમયે આહારના પગલો ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરો અસંખ્યાતા સમય સુધીમાં જેટલી શકિત પેદા થાય તેમાંથી શરીર બનાવવાની શકિત પેદા કરે છે તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિ અસંખ્યાત સમય વાળી અંતર્મુહુર્ત કાળની હોય છે.
શરીર પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુદ્ગલો ગ્રહણ કરી ખલ-રસવાળા પુદગલો બનાવી રસવાળા યુગલોનો સંગ્રહ કરે છે. આ પ્રક્રિયા અસંખ્યાત સમય સુધી કરતાં રસવાળા પુદ્ગલોનો જેટલો સંગ્રહ થાય તેમાંથી ઇન્દ્રિય બનાવવાની શકિત પેદા કરે છે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે.
ઇન્દ્રિય પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુદગલોને ગ્રહણ કરી ખેલ રસ રૂપે પરિણમાવી રસવાળા પુદગલોનો સંગ્રહ કરતો જાય છે. આ પ્રક્રિયા અસંખ્યાતા સમય સુધી કરે છે તેમાં જેટલી શકિત પ્રાપ્ત થાય તેનાથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી શ્વાસ રૂપે પરિણમાવવાની અને નિ:શ્વાસ રૂપે વિસર્જન કરવાની શકિત પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ હેવાય
છે.
શ્વાસોચ્છવાસ પર્યાપિ પછી સમયે સમયે આહારના પગલો ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરી અસંખ્યાત સમય સુધીમાં જે શકિત પેદા થાય તેનાથી જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી ભાષા એટલે વચન રૂપે પરિણમાવી વિસર્જન કરવાની શકિત પેદા કરે છે તેને ભાષા
Page 26 of 325