________________
પર્યાપ્તિ વ્હેવાય છે.
ભાષા પર્યાપ્તિ પછી સમયે સમયે આહારના પુદ્ગલો ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરી અસંખ્યાત સમયમાં જેટલી શક્તિ પેદા થાય તેનાથી જ્ગતમાં રહેલા મન વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી મન રૂપે એટલે વિચાર રૂપે પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ જે પેદા કરે છે તેને મન પર્યામિ કહેવાય છે.
આ છ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોથી છએ પર્યાપ્તિની શક્તિ વધારતા વધારતા આયુષ્ય નામનો પ્રાણ હોય ત્યાં સુધી જીવન જીવે છે.
જે અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા સન્ની તિર્યંચો અને મનુષ્યો હોય છે તે જીવો ઇન્દ્રિય પર્યાપ્ત પૂર્ણ કર્યા બાદ આયુષ્ય બંધની એટલે પરભવના આયુષ્ય બંધની યોગ્યતા પેદા કરીને તે વખતે આયુષ્યનો બંધ કરે અથવા શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કરી આયુષ્ય બાંધે અથવા ભાષા પર્યાપ્ત પૂર્ણ કરીને આયુષ્ય બાંધે અથવા મનપર્યાપ્તિ શરૂ કરીને આયુષ્ય બાંધી મરણ પામી શકે છે તે અપર્યાપ્તા જીવો કહેવાય છે.
આ ઉપરથી એ નક્કી થાય છે કે છેલ્લી અધુરી પર્યાપ્ત એ મરણ પામે અને અપર્યાપ્તાવસ્થામાં આયુષ્યનો બંધ કરે તો અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવો જ બંધ કરી શકે છે. દેવતા-નારકીને વિષે પર્યાપ્તિઓનું વર્ણન
આ જીવો સન્ની હોય છે અને ઉત્પન્ન થનારા જીવો નિયમા પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જ હોય છે. આથી અપર્યાપ્તાવસ્થામાં મરણ પામતાં નથી. આ જીવોને છએ પર્યાપ્તિઓ હોય છે. પહેલી આહાર પર્યામિ એક સમયની હોય છે. બીજી શરીર પર્યાપ્ત એક અંતર્મુહૂર્તની હોય છે. બાકીની ચાર પર્યાપ્તિઓ
એક-એક સમયના કાળમાન જેટલી હોય છે.
આ છએ પર્યાપ્તિની શકિત પેદા કરીન પોતાનું જેટલું આયુષ્ય હોય ત્યાં સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરીને છએ પર્યાપ્તિની શક્તિને જાળવીને પોતાનું જીવન જીવતા હોય છે.
નારકીના જીવો પોતાની શક્તિ અશુભ પુદ્ગલોના આહારથી જાળવી શકે છે અને દેવતાઓ શુભ પુગલોના આહારથી પોતાની શક્તિ જાળવી રાખે છે.
આ ઉપરથી એ સમજ્જાનું છે કે જીવો પુદ્ગલોની સહાય વિના જીવી શકતા જ નથી કેટલા બધા પરતંત્ર રૂપે જીવીએ છીએ. આ પરતંત્રતા આપણી ચાલે છે એમ ઓળખાવનાર પહેલા નંબરે અરિહંત પરમાત્માઓજ છે. જો એ ન હોય તો પરતંત્રતાને ઓળખાવી કોણ શકે ? પણ આ પુદ્ગલોની સહાયથી શક્તિ પેદા કરવી-એ શક્તિના આધારે જીવન જીવવું-પાછી આયુષ્ય પૂર્ણ થવા આવે એટલે શક્તિઓ ક્ષીણ કરીને મરણ પામવું-પાછું બીજી જ્ગ્યાએ જ્ન્મવું પાછી શક્તિઓ પેદા કરવી-પાછું જીવવું અને મરણ પામવું આ કેટલી પરાધીનતા છે ? પણ આપણે પરાધીનતાથી જીવી રહ્યા છીએ સ્વતંત્ર નથી એમ આપણને લાગે છે ખરૂં ? જો પુરૂષાર્થ કરીએ તો આ પુદ્ગલોની સહાય વિના સ્વતંત્રપણે જીવન જીવી શકાય એવી આપણી શક્તિ જરૂર છે પણ ક્યારે ? પરાધીનતા ખટકે તો ને ? જેટલી આ પુદ્ગલોની પરાધીનતાને ઓળખીએ અને સાવચેત રહી પુદ્ગલમાં રાગાદિ પરિણામ ન કરીએ તોજ સ્વતંત્રપણે જીવન જીવી શકાય. તમે સ્વતંત્રપણે જીવો છો કે પરતંત્રતાથી ? આ વિચાર રોજ કરવા જેવો છે. આજે લગભગ મોટો ભાગ પોતાનું જીવન સ્વતંત્ર રૂપે જીવી શકે છે ખરા ? વીર્યંતરાય કર્મના ક્ષયોપશમ ભાવથી મન-વચન અને કાયાની જે શક્તિ મળેલી છે તે શક્તિનો પણ સ્વતંત્ર પણે જીવવા માટે નો
Page 27 of 325