________________
उग्गा जहा धरिज्जंति, कायकिलेस तमाहियं ।। જીવ સુખે કરી શકે તેવાં વીરાસનાદિ આસનો ઉગ્ર પ્રકારે ગ્રહણ કરવાં તેને કાયકલેશ કહેવાય છે.' અહીં વિરાસનાદિ શબ્દથી પદ્માસન, ગોદોતિકાસન વગેરે સુખ-સાધ્ય સાધનો અભિપ્રેત છે.
તિતિક્ષા બુદ્ધિથી ઉઘાડા પગે ચાલવું, ખુલ્લા માથે રહેવું, કેશનો લોચ કરવો, ટાઢ-તડકો વેઠી લેવો, તથા ડાંસ-મચ્છર વગેરેનો ઉપદ્રવ સહન કરવો, તે પણ કાય ક્લેશ નામનું તપ ગણાય છે.
કાયાની કોમળતા દૂર કરવા માટે તથા અપ્રમત્ત દશા કેળવવા માટે આ તપ અત્યંત આવશ્યક છે. સંલીdi
છઠો સંલીનતા નામનો તપ છે. પાંચ ઇન્દ્રિયોના જે પાંચ વિષયા છે, તેની અનુકૂળતાની વેળાએ રાગી નહિ બનવું અને તેની પ્રતિકૂળતાની વેળાએ રોષાયમાન નહિ બનવું, ક્રોધાદિ કષાયોને ઉત્પન્ન થવા દેવા નહિ અને ઉત્પન્ન થયેલા કષાયોને ડામવા તથા મન-વચન-કાયાના યોગોને અશુભ પ્રવૃત્તિઓથી
રોકીને શુભ પ્રવૃત્તિઓમાં યોજવા, એ વગેરેનો સમાવેશ આ તપમાં થાય છે. (૬) સંલીનri du સલીનતા એટલે શરીરનું સંગોપન કે પ્રવૃત્તિનો સંકોચ. તે અંગે શાસ્ત્રોમાં કહ્યું છે કે
इंदिअ-कसाय-जोए, पडुच्च संलीणया मुणेयव्वा ।
तह य विवित-चरिआं पण्णता वीयरायेहिं ।। “ઇન્દ્રિય, કષાય અને યોગને આશ્રીને સંલીનતા સમજવી, તથા વિવિકતચર્યાને પણ વીતરાગોએ સંલીનતા કહેલી છે.'
તાત્પર્ય કે ઇન્દ્રિયોને તેના વિષયમાંથી પાછી વાળવી, એ ઇન્દ્રિયજય નામની પ્રથમ સંલીનતા છે, ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોને ઉદયમાં આવવા ન દેવા અથવા ઉદયમાં આવે તો નિષ્ફળ કરવા, એ કષાયજય નામની બીજી સંલીનતા છે, અપ્રશસ્ત યોગનો નિરોધ કરવો અને કુશલ યોગની ઉદીરણા કરવી એ યોગનિરોધ નામની ત્રીજી સંલીનતા છે, અને સ્ત્રી, પશુ, તથા નપુંસક આદિ અયોગ્ય સંસર્ગવાળા સ્થાનનો ત્યાગ કરી એકાંતમાં શુદ્ધ સ્થાનને વિષે શયન તથા આસન રાખવું, એ વિવિકતચર્યા નામની ચોથી સંલીનતા છે.
આ તપનું મહત્વ સ્પષ્ટ છે. જ્યાં સુધી તોફાની ઘોડા જેવી ઇન્દ્રિયો પર કાબૂ આવે નહિ, ત્યાં સુધી સંયમની સાધના થઇ શકતી નથી. વળી જ્યાંસુઘી ક્રોધ, માન, માયા અને લોભનું દમન કરવામાં આવે નહિ,ત્યાં સુધી માનસિક શાંતિ મળવી મુશ્કેલ છે. તેજ રીતે અપ્રશસ્ત યોગ કર્મબંધનનું મુખ્ય કારણ, હોઇને તેને રોકવાની પણ તેટલી જ જરૂર છે, અને બ્રહ્મચર્યના શુદ્ધ પાલન માટે તથા એકત્વ ભાવના કેળવવા માટે વિવિકત ચર્યાની જેટલી ઉપયોગિતા સ્વીકારીએ તેટલી ઓછી જ છે.
ઘણીવાર મનુષ્યો ઉપવાસ, આયંબિલ, ઊનોદરિકા કે વૃત્તિસંક્ષેપ વગેરે તો કરી શકે છે, પણ સહવાસ છોડી એકાંત-નિર્જન સ્થાનમાં વસી શકતા નથી. તેનાં મુખ્ય કારણો બે છે : એક તો તેમણે પોતાની આસપાસ જે સૃષ્ટિ ઊભી કરેલી છે, તેની મોહકતા તેમના મનમાંથી છૂટતી નથી અને બીજું તેમના મનમાં કોઇને કોઇ પ્રકારનો ભય રહેલો હોય છે આ બંને દોષો જીતવા માટે સંલીનતા એ ઉત્તમ પ્રકારનું તપ છે. પ્રાયશ્ચિત
Page 252 of 325