________________
આત્યંતર તપના છ પ્રકારોમાં પહેલો તપ પ્રાયશ્ચિત નામનો છે. જે પાપ જ રીતિએ કર્યું હોય, તે રીતિએ તે પાપ કર્યાનું કહીને, તેનો દંડ માગવાની જે વૃત્તિ, તે પ્રાયશ્ચિત તપની વૃત્તિ છે. પોતાના પાપને સુયોગ્ય સ્થાને કહીને, એ પાપનો દંડ માગવો અને પ્રાયશ્ચિત્તદાતા તરફથી જે દંડ અપાય તે દંડ પૂરો કરી આપવો, એવો આ તપ છે. પાપડંખે અને પાપથી છૂટવાની ભાવના જોરદાર બને, એ સાથે સત્ત્વ અને સરલતા હોય, તો આ તપને સારી રીતિએ કરી શકાય. જે પાપ જેમ બન્યાં હોય તેમ કહેવાં પડે. કાંઇ છૂપાવવાનું નહિ. રોગીને ડૉકટર કહે તો તે નાગો પણ થઇ જાય ને? તેમ સદ્ગુરૂ પાસે જરા પણ છૂપાવ્યા વિના પાપનું પ્રકાશન કરવાનું આ તપ સહેલો નથી. આમાં પાપની ધ્રુજારી જોઇએ ને ? જોયું જશે. કોણે જોયું છે પાપ ? -આવા વિચારના જે હોય, એવા નાસ્તિકશિરોમણિઓ ભલે આસ્તિકના ઝભ્ભામાં બેઠેલા હોય, તો પણ એ આ તપને કરી શકે ખરા? એવાને તો, ગુરૂ પૂછે તોય ના કહે. જેમ કોર્ટમાં કેટલાક આરોપીઓ એવા આવે છે કે-ગુન્હાની એક એક બાબતનો ઇન્કાર જ કરે. બાકી તો આજે પણ સેંકડો માણસો અમારી પાસે પોતાના પાપને ભૂલ કરી જાય છે. જેમના હૈયામાં પાપનું દુ:ખ હોય, એથી આંખમાં આંસુ હોય અને વાત કરે. કોઇ કોઇ તો કહે છે કે- “આ પાપ થયા પછી સુખે ખાઇ શકાતું નથી. આ પાપ હૈયાને કોર્યા કરે છે. પાપને ખાઇ બદેલા અને તેમ છતાં પણ પુણ્યશાલી ને ધર્મી તરીકે પોતાને ઓળખાવવામાં મહાલનારાઓ પાપ તો ઘણું કરે છે, પણ તેમને આવું કાંઇ થાય નહિ. એ વાત જરૂર છે કે-પાપ પણ જ્યાં-ત્યાં કહેવાય નહિ. પ્રાયશ્ચિત તેમની પાસે લેવાય, કે જે સાગરથીય ગંભીર હોય અને સમજુ તથા દયાળુ હોય ! એમને કોઇ પોતાનું પાપ કહી ગયા હોય, તો અમે તે બીજા કોઇને પણ કોઇ પણ સંયોગોમાં કહી શકીએ નહિ. જો સાધુ બીજાને કહે, તો સાધુ પાપનો ભાગીદાર બને. જ્યાં-ત્યાં પાપ કહેવામાં તો ભવાઇ થાય. પછી એ સહન નહિ થાય, તો શું થાય ? માટે ગમે તેની આગળ કબૂલ કરાયા નહિ, પણ પાપ ડંખે છે ખરાં? પાપથી છૂટવાની ભાવના છે? એ વિના તો, પ્રાયશ્ચિત્તની વાતો કરવી એમાં ફાયદો શો ? જે તપ લોકો બાહા દ્રષ્ટિથી સ્પષ્ટપણે સહસા જાણી શકતા નથી, જે તપથી લોકો તપ કરનારને તપસ્વી કહેતા નથી કે જેનાથી બાહા શરીર તપતુ નથી, પરંતુ જે આત્મા અને મનને તપાવે છે અને વિશેષતાએ અંતરંગ પ્રવૃત્તિવાળું હોય છે, તેને અત્યંતર તપ કહેવામાં આવે છે. આ તપના છ પ્રકારો નીચે મુજબ જાણવા : (૧) પ્રાયશ્ચિત તપ
મનુષ્ય માત્ર અપૂર્ણ કે છદ્મસ્થ હોય ત્યાં સુધી ભૂલને પાત્ર છે. તેના વડે નાની-મોટી ભૂલો થયા કરે છે. પરંતુ એ ભૂલોનું ભાન થાય એટલે કે હૃદયમાં પશ્ચાત્તાપ થાય અને તેનું યોગ્ય પ્રાયશ્ચિત કરવામાં આવે તો આત્મા શુદ્ધ થાય છે. તેથી જ પ્રાયશ્ચિતને એક પ્રકારનું અત્યંતર તપ ગણવામાં આવ્યું છે.
“પ્રાયશો વાવિત્ત નીવં શોઘતિ ઇર્મમભિનં તત પ્રયતમ- કર્મ વડે મલિન થયેલા ચિત્તને એટલે જીવને ઘણા ભાગે શોધે તે પ્રાયશ્ચિત. “પાયછિત્ત' શબ્દનો સંસ્કૃત સંસ્કાર “પાછિત્ત' પણ થાય છે. એટલે પાપનું છેદન કરનારી જે ક્રિયા, તે પ્રાયશ્ચિત એવો અર્થ પણ સમુચિત છે.
શાસ્ત્રીય પરિભાષા પ્રમાણે મૂલ ગુણો અને ઉત્તર ગુણોમાં લાગેલા અતિચારની શુદ્ધિ માટે જે વિશિષ્ટ યિા કે અનુષ્ઠાન કરવું, તે પ્રાયશ્ચિત કહેવાય છે. આ પ્રાયશ્ચિત્તના દશ પ્રકારો છે. તે અંગે શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે જીતલ્પસૂત્રમાં કહ્યું છે કે
तं दशविहमालोयण पडिक्कमणोमयविवेगवोस्सग्गे ।
तवछेयमूल अणवट्ठया य पारंचिए चेव ।।
Page 253 of 325