________________
નથી.' એમ માનીને એ ચાલે. શરીર પણ એવી જાત છે. સુખ જેમ જેમ મળે. તેમ તેમ એ સુખ વધારે માગે. પણ જો ઘણું દુઃખ વેઠવું પડ્યું હોય, તો થોડું દુ:ખ ઘટે એટલે સુખ મળ્યું માને. શરીરને તમે જેમ પંપાળો, તેમ તે આડું ચાલે. શરીરને ટાઢ-તડકો વેઠવાની ટેવ પાડવી જોઇએ. ધીરે ધીરે શરીરને તમે ટેવ પાડી દો, તો શરીર ઘણું ખમી શકે એવું છે. બહુ સુખશીલિયા માણસો એવા બની જાય છે કે-તાઢ-તડકો રાક વધે, એટલે વેઠી ન શકે. રાક બપોર થાય, એટલે કહેશે કે- “મારાથી બહાર નહિ નીકળાય.' જેણે પોતાના શરીરને કેળવ્યું હોય, તેની વાત તો જુદી છે. પણ સામાન્ય લોકોય કહે છે કે“એ બિચારો પોમલો છે. અહીં પંખા હોવા છતાંય નથી ચલાવાતા, તે તમને ફાવતું નથી ને ? પંખા ચાલે તો ઠીક -એમ થયા કરે છે ને ? પણ તમે સમજો છે કે- આ પણ એક મર્યાદા છે. અહીં આપણાથી પંખા ખાતા બેસાય નહિ. આપણો એ અવિનય કહેવાય. લેવા આવ્યા છીએ જ્ઞાન અને કરીએ અવિનય, તે ચાલે ? પણ પંખા કેમ ચાલતા નથી ? એવું અમને નહિ લાગે. અમારું શરીર અને મન એવી રીતિએ ટેવાએલું કે વિચાર ન આવે. બાકી ગરમી તમને લાગે ને અમને ન લાગે ? ગરમી તો લાગે, પણ સહવાની શકિત કેળવી હોય તો દુ:ખ ન થાય, સહવાની શકિત ન હોય, તો કદાચ દુર્ગાનેય થઇ જાય. આ કાળમાં તો દરેકે સહવાની શકિત ખાસ કેળવવા જેવી છે ને ? ગમે તેવો સમય આવી લાગે, તો પણ મુંઝાઇએ નહિ અને મનની શાન્તિને ગુમાવીએ નહિ. એવી તાકાત કેળવવા જેવી નથી ? પછી કદાચ ભાગવું પડે. તોય ફેર પડે ને ? બાકી આ શરીરને ચેન પડે, શરીરને સુખ મળે, શરીરને દુ:ખ ભોગવવું ન પડે, એ માટે કાંઇ ઓછાં પાપો થાય છે ? પાપથી બચવાને માટે અને પાપને ખપાવવાને માટે, શરીરને કષ્ટને સહવાની ટેવ પાડવી જોઇએ અને એ માટે કાયાને, બીજાઓને કલેશ ન થાય એવી રીતિએ, ફ્લેશ આપવો જોઇએ. એમ આજ્ઞાથી અવિરૂદ્ધપણે કાયાને લેશ આપવો એ પણ તપ છે. કાયા ફ્લેશ અનુભવે અને આત્મા સાત્વિક પ્રસન્નતા અનુભવે, ત્યારે એ તપ કહેવાય. સાધુઓને માટે તો ખાસ આજ્ઞા છે કે-કાયાને જેમ બને તેમ સહન કરવાની ટેવ પાડવી. સાધુઓએ માથાના, દાઢીના ને મૂછના વાળ પણ હાથે જ ચૂંટવાના કે ચૂંટાવવાના પૈસા આપનાર ને હજામ લાવનાર હોય તોય ! વાળ ખેંચાય ને પીડા થાય, તો વિચારવાનું કે- “આ તો હજ થોડી પીડા છે. બીમારીમાં કદાચ આનાથી પણ વધારે ભયંકર પીડા ભોગવવી પડે.” સહવાની ટેવ પાડી હોય, તો ગમે તેવું સહન કરવાનો વખત આવ્યેય કહેવાય કે- મઝામાં છીએ, કેમ કે-ટેવ પાડી છે. ડૉકટરને તમે જ્હો કે-ભાઇસાબ ! બચાવો, પણ પીડા એવી હોયકે- મટે એવી ન હોય અથવા તરત મટે એવી ન હોય, તો શું થાય ? સહવાની તાકાત ન કેળવી હોય, તો સામાન્ય પીડા વખતે પણ દુર્ગાનથી બચવું મુશ્કેલ થઈ પડે. કાયાને લેશ આપવા દ્વારા પણ આત્માનું કલ્યાણ સાધી શકાય છે, એ વાત તમને ગળે તો ઉતરે છે ને ? જો શરીરનો અતિશય રાગ હશે, તો આ વાત બનશે તો નહિ, પણ ગળેય ઉતરશે નહિ. (૫) કાયફલેશ તા.
કાય એટલે શરીર. તેને સંયમના નિર્વાહ અર્થે જે કષ્ટ આપવું, તે કાયક્લેશ કહેવાય છે.
અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે ઠંડા પાણીમાં ઊભા રહેવું, પંચાગ્નિની આતાપના લેવી, ઝાડની ડાળીએ ઊંધા મસ્તકે લટકી રહેવું વગેરે અજ્ઞાન કષ્ટનો તપમાં સમાવેશ થતો નથી, કારણ કે તેમાં જીવોની હિસા રહેલી છે અને સંયમના સાધનરૂપ ઇન્દ્રિયો વગેરેની હાનિ થવાનો સંભવ છે. પરંતુ તેમાં સુખપૂર્વક કરી શકાય તેવાં આસનોનો સમાવેશ થાય છે. કહયું છે કે
ठाणा वीरासणाया, जीवस्स उ सुहावहा ।
Page 251 of 325