________________
સધાની તૃપ્તિ કરી શકે તે ફૂલ-ફલાદિ તથા મેવા પ્રમુખ વસ્તુઓને ખાદિમ કહેવાય છે અને લવીંગ, એલચી, તાંબૂલ વગેરે મુખશુદ્ધિ કરનારાં દ્રવ્યોને સ્વાદિમ કહેવાય છે. આ ચાર પ્રકારના આહાર પૈકી ચારે પ્રકારના આહારોનો ત્યાગ કરવો તેને ચઉવિહાહાચૌવિહારું અનશન અને પાન સિવાયના બીજા ત્રણ પ્રકારના આહારોનો ત્યાગ કરવો તેતિવિહાહારૂતિવિહારું અનશન કહેવાય છે.
આવું અનશન બે પ્રકારે થાય છે : (૧) ઇત્વર કાલિક એટલે થોડા સમય માટે અને (૨) યાવતુકથિક એટલે જીવનપર્યત. તેમાં ઇત્વરકાલિક અનશનને સામાન્ય રીતે ઉપવાસ કહેવામાં આવે છે. એકાસણું, આયંબિલ વગરે તપોનો સમાવેશ પણ આ પ્રકારમાં જ થાય છે. યાવર્કથિક અનશનને સામાન્ય રીતે અનશન કે સંથારો કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકારો છે: (૧) પાદપોપગમન ઇંગિનીમરણ અને (૩) ભકતપરિજ્ઞા. તેનો વિસ્તાર આચારાંગસૂત્ર આદિથી જાણવો. ઉણોક્સી
બીજો ઉણોદરી નામનો તપ. આ તપ એવો છે કે-ભાણેથી ઉઠે ને પેટને પંપાળવું પડે, એવું બને નહિ. આ તપ સામાન્ય નથી. એવા ઘણા માણસો છે કે-એમને એક બે દિ ખાવા ન મળે તો ચાલે, પણ ભાણે બેઠા પછી જો એમાં ફાવતું આવી જાય, તો પેટને પૂછીને ખાય-એ બને નહિ. ખાવું નહિ એમ નહિ, પણ ઉણા પેટે ઉઠવું-એ પણ એક તપ છે. ભાણે બધી અનુકૂળ સામગ્રી આવી જાય, તો ઉણા પેટે ઉઠાય ? કેટલાક કહે છે કે-ભાણે ન બેસીએ તે ચાલે, પણ બેસી ગયાને ચીજોની ફાવટ આવી ગઇ, જીભને ગમતી ચીજો મળી ગઈ, તો ઉણા પેટે ઉઠાય નહિ. જે ઉણોદરી તપને બરાબર કરતો હોય, તેને પ્રાય: ડૉકટરને ત્યાં જવું પડે નહિ ને ? મિત્રતાદિને સંબંધ હોય ને જાય તે જુદી વાત છે, પણ દર્દી તરીકે તો જવું પડે નહિ ને? એને પ્રાય: ગમતી-અણગમતી દવાના ડોઝ લેવા પડે નહિ કે ઇંજેકશનના ગોદા ખાવા પડે નહિ. ખવાયેય ખરું, તપેય થાય અને શારીરિક સ્વાથ્ય જળવાય તથા દવા વગેરેનો ખર્ચ પણ બચે, એવો આ તપ છે ને ? (૨) ઉળોદરિકા નu
જેમાં ઉદર એટલે પેટ, ઊન એટલે થોડું ઓછું કે અધુરું હોય તે ઊનોદરિકા એવું જે તપ તે ઊનોદરિા તપ. તાત્પર્ય કે પુરુષનો આહાર બત્રીશ કોળિયા જેટલો અને સ્ત્રીનો આહાર અઠ્ઠાવીસ કોળિયા જેટલો છે, તેનાથી થોડું ઓછું જમવું, તેને ઊનોદરિકા નામનું તપ કહેવામાં આવે છે. કોળિયાનું પ્રમાણ મુખમાં સુખેથી ગ્રહણ કરી શકાય તેટલું સમજવું.
અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “થોડું ઓછું જમવું તેને તપ કેમ કહેવાય ?' તેનો ઉત્તર એ છે કે પ્રમાણ કરતાં થોડું ઓછું જમવું એમાં એક પ્રકારની તિતિક્ષા છે, તેથી તેને તપ કહેવાય છે. સામાન્ય રીતે મનુષ્યો જમવા બેઠા કે તૃપ્ત થાય તેટલું ખાય છે અને કોઈ કોઈ વાર ભોજનની સમાપ્તિ થઇ ગઇ હોય છતાં કોઇ સ્વાદિષ્ટ વાનગી આવી પડે તો તરત જ તેના પર હાથ અજમાવવા લાગી જાય છે. આ જાતની વૃત્તિ પર કાબૂ મેળવવો, તે ઊનોદરિકા તપનો હેતુ છે.
ઠાંસીને જમવાથી મગજ પર લોહીનું દબાણ વિશેષ થાય છે. પરિણામે સ્કૃતિનો નાશ થાય છે તથા આળસ અને ઊંઘ આવવા માંડે છે. વળી ઠાંસીને જમવાથી શરીરમાં મેદનું પ્રમાણ વધે છે અને બીજા દોષો પણ ઊભા થાય છે. આ કારણથી જિન ભગવંતોએ બ્રહ્મચર્યના રક્ષણની આઠમી વાડમાં ‘તિમાત્રામોદર :- પ્રમાણથી અધિક આહાર કરવો નહિ' એવો આદેશ આપેલો છે.
આધુનિક આહારશાસ્ત્રીઓએ ઘણા સંશોધન પછી જાહેર કર્યું છે કે મિતાહારી માણસો પ્રમાણમાં
Page 248 of 325