________________
(૬) વિવેચન
તપની વ્યાખ્યા જુદા જુદા ધર્મમાં જુદા જુદા પ્રકારે કરવામાં આવી છે. કોઇએ અમુક વ્રતને જ તપ માન્યું છે, કોઇએ વનવાસ, કંદમૂળ ભક્ષણ કે સૂર્યની આતાપનાને જ તપ ગણ્યું છે, તો કોઇએ કેવળ દેહ અને ઇન્દ્રિયોના દમનથી જ તપની પૂર્ણતા સ્વીકારી છે. પરંતુ જૈન પરંપરામાં તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે.
रसरुधिरमांसमेदोडस्थिमज्जशुक्राण्यनेन तप्यन्ते ।
कर्माणि चाशुभानीत्यतस्तपो नाम नैरुक्तम् ।। જેનાથી રસ, ધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર એ શરીરની સાતેય ધાતુઓ તથા અશુભ કર્મો તપે, એ તપ જાણવું.”
આ વ્યાખ્યા પ્રમાણે કોરું દેહદમન એ તપ નથી અને માત્ર માનસિક તિતિક્ષા એ પણ તપ નથી. તેમાં દેહ અને મન ઉભયની શુદ્ધિ કરનારાં તત્ત્વો જોઇએ. જૈન તપ આ બંને પ્રકારની શઢિ પર રચાયેલું
શ્રી જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે કે “નો ભોગદયાણ નો પરલોયાણ નો ૩મયોગદયા નો વહીતિવન્નરહસિલોગરિયા નન્નત્યં નિરયા- હે મુમુક્ષુઓ ! તમે કોઇ પણ પ્રકારનું તપ આ લાકના સુખની ઇચ્છાથી નહિ, પરલોક્ના સુખની ઇચ્છાથી નહિ, ઉભય લોક્ના સુખની ઇચ્છાથી નહિ, કીર્તિ, મહત્તા કે પ્રશંસાની ઇચ્છાથી નહિ, પણ માત્ર કર્મની નિર્જરા અર્થે જ કરજો.”
અહીં એ પણ સમજી લેવું જરૂરનું છે કે અમુક દિવસે કે અમુક વખત ભૂખ્યા રહેવું તે તપ નહિ પણ લંઘન-લાંઘણ છે. “અમુક વસ્તુ નહિ મળે તો ઉપવાસ કરીશ.” એ પ્રકારની ચેતવણીપૂર્વક થતા ઉપવાસ વગેરે એક પ્રકારનાં તાગાં છે, પણ શુદ્ધ શાસ્ત્રીય તપ નથી. જે તપ મોક્ષપ્રાપ્તિના હેતુથી માત્ર કર્મની નિર્જરા માટે કરવામાં આવે, તેને જ શુદ્ધ શાસ્ત્રીય તપ ગણવાનો છે.
તપના બાહો અને અત્યંતર એવા બે પ્રકારો છે. તેમાં જે તપ બાહ્ય વસ્તુના ત્યાગની અપેક્ષાવાળું છે તથા જેને દેખીને લોકો “આ તપસ્વી છે' એમ સમજી શકે છે તથા જે મુખ્યત્વે શરીરને તપાવે છે તેને બાહાતપ કહેવામાં આવે છે. આ તપના છ પ્રકારો અનુક્રમે નીચે મુજબ જાણવા :અનશન
અનશન નામનો પહેલા પ્રકારનો તપ છે, કે જેમાં ખાવાનુય નહિ અને જરૂર નહિ તો પીવાનુંય નહિ. પીવામાં વિધિપૂર્વક તૈયાર કરાએલું ગરમ કરેલું પાણી જ સમજવાનું. આ તપ વિશેષ પ્રમાણમાં તો બહુ શકિતસંપન્ન કરી શકે ને ? ભૂખ ઉપર વિજય મેળવ્યા વિના, આ તપ થઇ શકે નહિ. આ તપ કરવો હોય, તો ગમે તેવી ભૂખને પણ સહવાની તાકાત કેળવવી પડે. ભૂખ એ દુ:ખ છે અને એ દુ:ખને સહવું એ સહેલું નથી, પણ એ દુ:ખને સહા વિના શરીર માત્રના સંબંધથી છૂટાવું મુશ્કેલ છે અને એ વિના તો મોક્ષપદને પામી શકાય નહિ. માટે તો એક મહાપુરૂષે કહ્યું છે કે- “ખાવત,પીવત મોક્ષ જે માનત, તે શિરદાર બહુ ક્ટમાં ! (૧) અનાનnu
શરીરનાં ધારણ-પોષણ માટે ગ્રહણ કરવામાં આવતો આહાર ચાર પ્રકારનો છે : (૧) અશનરૂપ, (૨) પાનરૂપ, (૩) ખાદિમરૂપ અને (૪) સ્વાદિમરૂપ. તેમાં રોટલી, પુરી, ભાત, મીઠાઇ વગેરે જે વસ્તુઓ વડે સુધાનું પુરું શમન થઇ શકે છે, તેને અનશન કહેવાય છે. પાણી પાન કહેવાય છે, અમુક અંશે
Page 247 of 325