________________
લાંબું જીવે છે, જ્યારે અકરાંતિયા થઇને ભોજન કરનારાઓ અનેક રોગના ભોગ બની રહેલા મૃત્યુ પામે
gરિસંક્ષેપ
ત્રીજો તપ વૃત્તિસંક્ષેપ નામનો છે. આ તપમાં જેમ બને તેમ ચીજો ઓછી ખાવી, એ પ્રધાન વસ્તુ છે. ખાવાને માટે દસ ચીજો તૈયાર હોય, એ વખતેય વિચાર કરવો કે- “મારે આટલી બધી ચીજોને ખાવાનું શું પ્રયોજન છે? ઓછામાં ઓછી કેટલી ચીજોએ હું ચલાવી શકું તેમ છું?' કોઇને થાય કેમારે માત્ર ચાર જોઇશે.' અને કોઇ નક્કી કરે કે- “મારે તો બેજ બસ થશે.' એમ ચીજોનો જે ત્યાગ કરવો, એ પણ વૃત્તિસંક્ષેપ નામનો તપ છે. (૩) guસંtu du
જેનાથી જીવતું રહેવાય તેને વૃત્તિ દ્ધ છે. તેમાં ભોજન, જલ વગેરેનો સમાવેશ થાય છે. આ વૃત્તિનો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી સંક્ષેપ કરવો-સંકોચ કરવો, તેને વૃત્તિસંક્ષેપ નામનું તપ કે અભિગ્રહની ધારણા કહેવાય છે. સાધુ-મહાત્માઓ આ તપ નીચે મુજબ કરે છે : (૧) દ્રવ્યસંક્ષેપ - અમુક જાતિની ભિક્ષા મળે તો જ લેવી. (૨) ક્ષેત્રસંક્ષેપ - એક, બે કે અમુક ઘરમાંથી જ ભિક્ષા મળે તો લેવી. (૩) કાલસંક્ષેપ - દિવસના પ્રથમ પહોરમાં કે મધ્યાહ્યા પછી ભિક્ષા મળે તો જ લેવી. (પ્રાચીન કાળમાં ગોચરી મધ્યલ કાળે જ થતી, તે અપેક્ષાએ આ કાલસંક્ષેપ છે.) (૪) ભાવસંક્ષેપ - અમુક સ્થિતિમાં રહેલી વ્યકિત દ્વારા મળે તો જ ભિક્ષા ગ્રહણ કરવી.
આ પ્રકારના અભિગ્રહથી ઉગ્ર તિતિક્ષા થાય છે અને સ્વાભાવિક રીતે જ તપશ્ચર્યા થાય છે. શ્રમણ ભગવાન મહાવીરદેવ અનેક પ્રકારનો અભિગ્રહ ધારણ કરતા હતા અને આત્માની કસોટી કરતા હતા. તેમાં એક વાર તેમણે દશ બોલનો અતિ ઉગ્ર અભિગ્રહ નીચે પ્રમાણે ધારણ કર્યો હતો :
(૧) દ્રવ્યસંક્ષેપ - સૂપડામાં અડદના બાકળા હોય. (૨) ક્ષેત્રસંક્ષેપ - વહોરાવનારનો એક પગ ઉંબરાની અંદર હોય અને બીજો પગ બહાર હોય. (૩) કાલસંક્ષેપ - બધા ભિક્ષુઓ ભિક્ષાચરી કરી ગયેલા હોય.
(૪) ભાવસંક્ષેપ - રાજપુત્રી દાસીપણાને પામેલી હોય, માથું મુંડાવેલું હોય, પગમાં લોખંડની બેડી હોય, અટ્ટમની તપશ્ચર્યાવાળી હોય, અને આંખમાં આસુ હોય, તે વહોરાવે તો જ ભિક્ષા લેવી.
તેમનો આ અભિગ્રહ પાંચ માસ અને પચીસ દિવસના ઉપવાસ પછી કૌશાંબી નગરીમાં ચંદનબાળા દ્વારા પૂર્ણ થયો હતો.
ગૃહસ્થોએ આ તપ સરલ રીતે કરવો હોય તો અમુક જ વસ્તુથી ચલાવી લેવું.” એવી પ્રતિજ્ઞાપૂર્વક પણ કરી શકે છે. ૨સયા
પણ ખાવા બેસવા છતાંય ઉણા પેટે ઉભા થઇ જવું અને ખાવાને તૈયાર હોય એવી ચીજોમાંથી પણ અમુક ચીજોને તજી દેવી, એ તપ કોણ કરી શકે? રસનાના રસ ઉપર જેણે કાબૂ મેળવ્યો હોય તે ને ? વિગઈઓ આદિના પ્રતાપે જુદા જુદા જે છ રસો ગણાય છે, તેનો કે તેમાંના અમુકનો ત્યાગ કરવો, એ રસત્યાગ નામનો ચોથો તપ છે. ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, અને રસત્યાગ-એ ત્રણ પ્રકારના તપોને સુલભ
Page 249 of 325