________________
પર્યાતિઓનું વર્ણન પર્યાપિ = શકિત. પુગલના સમુદાયથી ઉત્પન્ન થયેલી આહારાદિ ગુગલોને ગ્રહણ કરી રસાદિ રૂપે પરિણમન પમાડવાની જે શકિત વિશેષ તે પર્યાપ્તિ કહેવાય.
જીવ જ્યારે એક સ્થાનેથી મરણ પામી બીજા સ્થાને ઉત્પન્ન થાય છે ત્યારે જ્યાંથી મરણ પામે છે ત્યાંથી આહારના પુદગલો ગ્રહણ કરીને નીકળે છે અને એક સમયમાં ઉત્પત્તિ સ્થાને પહોંચી આહારને ગ્રહણ કરે છે માટે તે આહારી જ હોય છે. એવી જ રીતે જે જીવ જે સ્થાનેથી આહાર ગ્રહણ કરી મરણ પામી પોતાના ઉત્પન્ન થવાના સ્થાને જવા માટે નીકળે તેમાં એક વિગ્રહ કરીને જાય છે તે બીજા સમયે પોતાના ઉત્પત્તિ સ્થાને પહોંચે છે કે ત્યાં આહારના પુદગલો મલી જાય છે માટે પહેલા સમયે આહારી અને બીજા સમયે પણ આહારી હોય છે. અણાહારી રૂપે ગણાતો નથી. જ્યારે કોઇ જીવને પોતાના સ્થાનેથી ઉત્પત્તિ સ્થાને પહોંચવામાં ત્રણ સમય લાગે એટલે બે વિગ્રહ કરે તે જીવો પોતાના સ્થાનેથી આહાર લઇને નીકળે છે વચલા બીજા સમયમાં આહારના પુદગલો મલતાં ન હોવાથી એ વચલો સમય અણાહારીનો ગણાય છે અને ત્રીજા સમયે પોતાના સ્થાને પહોંચે કે તરત જ આહારના પુદગલો મલે છે માટે આહારી હોય છે. આથી બે વિગ્રહમાં પહોંચવાવાળા જીવોને વચલો એક સમય અણાહારી પણાનો મળે છે. આજ રીતે ચાર સમયે પહોંચવાવાળા જીવોને પહેલો અને છેલ્લો એમ બે સમય સિવાય વચલાં બે સમય અણાહારીના મલે છે અને પાંચ સમયે પહોંચવાવાળા જીવોને પહેલા અને છેલ્લા સમય સિવાય વચલા ત્રણ સમય અણાહારીના પ્રાપ્ત થાય છે. દરેક જીવોને, તે જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે ત્યાં ઉત્પત્તિના સમયે જ આહારના પુદગલો મળી રહે છે અને તે પુદગલોને તેજ સમયે ગ્રહણ કરી ખલ અને રસરૂપે પરિણામવી તેજ સમયે ખલવાળા પુદગલોનો નાશ કરે છે અને રસવાળા પુદગલોનો સંચય એટલે સંગ્રહ કરે છે. આ બધી પ્રક્રિયા એક જ સમયમાં દરેક જીવોને બનતી હોવાથી આહાર પર્યામિ એક સમયની હેલી છે. આ શકિત પેદા કરીને જીવો સમયે સમયે આહારના પગલોને ગ્રહણ કરશે અને રસવાળા પુગલોનો સંગ્રહ કરશે.
આથી જીવોને અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરતાં સંગ્રહ કરવાનો સંસ્કાર પણ અનાદિ કાળથી ચાલુ જ છે.
તત્વાર્થ સૂત્રની ટીકામાં કર્તા કહે છે આત્મા કરણ વિશેષથી આહારાદિ ગ્રહણ કરવાનું સામર્થ્ય ઉત્પન્ન કરે છે. કરણ એટલે જે પગલોથી પેદા થાય તે પુગલોને પર્યાપ્તિ કહેવાય છે.
પર્યામિઓ છ હોય છે. (૧) આહાર પર્યામિ (૨) શરીર પર્યામિ (૩) ઇન્દ્રિય પર્યામિ (૪) શ્વાસોચ્છવાસ પર્યામિ (૫) ભાષા પર્યામિ અને (૬) મન પર્યાપ્તિ..
એકેન્દ્રિય જીવોને પહેલી ચાર પર્યાયિઓ એટલે કે (૧) આહાર પર્યામિ (૨) શરીર પર્યામિ (૩) ઇન્દ્રિય પર્યામિ (૪) શ્વાસોચ્છવાસ પર્યામિ હોય.
બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચહેરીન્દ્રિય અને અસન્ની પંચેન્દ્રિય જીવોને પહેલી પાંચ પર્યાપ્તિઓ હોય. (૧) આહાર પર્યામિ (૨) શરીર પર્યામિ (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને (૫) ભાષા પર્યાપ્તિ.
સન્ની જીવોને છએ છ પર્યાક્તિઓ હોય છે. (૧) આહાર, (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫) ભાષા અને (૬) મન પર્યાદ્ધિઓ
Page 24 of 325