________________
તો તે તપને જ્ઞાની ભગવંતો કાય ફ્લેશ એટલે કાયાને કષ્ટ આપવાની ક્રિયા કહે છે. માટે એવા તપથી જીવો જે કર્મોની નિર્જરા કરે છે તે અકામ નિર્જરા કહેવાય છે અને એવી અકમ નિર્જરા એકેન્દ્રિય જીવો એકેન્દ્રિયપણામાં દુ:ખ ભોગવતા ભોગવતા પણ કરે છે તો એ જીવો ને આપણામાં ફેર શું? કેટલીક વાર એકેન્દ્રિય જીવો દુ:ખ ભોગવીને અામ નિરા વધારે કરે એવું પણ બને છે કારણકે એ જીવોને સુખ મેળવવા-ભોગવવા-સાચવવા-ટકાવવાનો અભિલાષ હોતો નથી જ્યારે અહીં મનુષ્યોને તપ કરતાં કરતાં એવો ભાવ હોય તો જરૂર નિર્જરા ઓછી થાય છે માટે ખુબ વિચાર કરી આત્માના ગુણ રૂપે તપ કરતાં, અભેદ ગુણ રૂપ ઇચ્છા નિરોધ પેદા કરવા માટે કરું છું એ લક્ષ્ય રાખવું જોઇએ.
(૫) વીર્ય- એ આત્માનું લક્ષણ છે. આત્મા પોતે અનંત વીર્યની શકિતવાળો છે એ આત્માનો ગુણપણ અભેદ રૂપે છે સલ કર્મોના રજથી રહિત થયેલા આત્માઓની શકિત એટલી બધી હોય છે કે જેના કારણે તેમનું પોતાનું વીર્ય જ્ઞાન-દર્શન અને ચારિત્ર ગુણોની સ્થિરતામાં ઉપયોગી થાય છે એ વીર્યના બલે પોતે જે પ્રમાણે છેલ્લે પોતાના આત્મ પ્રદેશોને જે રીતે ૨/૩ ભાગમાં સ્થિર કરેલા છે તે સ્થિરતાનો નાશ કરવાની શકિત જગતના કોઇ પદાર્થમાં રહેલી નથી અર્થાત્ હોતી નથી.
સંસારમાં રહેલા શ્રી તીર્થંકર પરમાત્માઓને વીર્યંતરાયના ક્ષયોપશમ ભાવથી જે બલ એટલે શકિત પેદા થાય છે એ પણ એવું હોય છે કે કોઇ દેવતાઓ એટલું બળ પેદા કરવાને શકિતમાન નથી. માટે કહ્યું કે તીર્થંકર પરમાત્માની ટચલી એટલે કે છેલ્લી આંગળીએ અસંખ્યાતા દેવો ભેગા થઇને એક એક અનંતા ૩૫ કરે અને વળગે તો પણ તે ટચલી આંગળીને નમાવવાની તાકાત હોતી નથી. ઉપરથી તે દેવો જેમ વૃક્ષની ડાળી ઉપર વાંદરાઓ લટકેલા હોય તેની જેમ એ દ્રશ્ય લાગે છે તથા શ્રી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના જન્મ બાદ ઇન્દ્ર મહારાજા જન્માભિષેક મહોત્સવ કરવા માટે મેરૂ પર્વત ઉપર લઇ ગયા અને ખોળામાં બેસાડી ઇન્દ્ર મહારાજા બેઠેલા છે તે વખતે વિચાર આવે છે કે આવું નાનું બાળક આટલા કળશોના પાણીને શી રીતે સહન કરશે? એટલે એટકી ગયા છે. ભગવાને અવધિજ્ઞાનનો ઉપયોગ મુકીને જોયું અને ઇન્દ્ર મહારાજાનો સંશય દૂર કરવા માટે શીલા સાથે રાક જમણા પગનો અંગુઠો દબાવ્યો તો શું બન્યું ? પર્વતો એક બીજા અથડાવા માંડ્યા-વૃક્ષો ઉખડવા માંડ્યા ઇત્યાદિ કોલાહલ થતાં ઇન્દ્ર મહારાજા અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જુએ છે તેમાં પોતાની ભૂલ લાગી. ભગવાનની માફી માંગી આ ઉપરથી વિચારો કે વીર્યંતરાયના ક્ષયોપશમ ભાવથી આટલી શકિત પુદ્ગલોની સહાયથી પેદા થાય છે તો આત્માની શાયિક ભાવે શકિત કેટલી હશે? એ વિચારો. આ શકિતને પોતપોતાના કર્મોનો નાશ કરવાના ઉપયોગમાં લે છે. ત્યારે કમાથી રહિત થઇ શકે છે. આ અપેક્ષાએ આપણી શકિત કેટલી ? છતાં તેનો દુરૂપયોગ કેટલો ? અને કર્મ ખપાવવા માટેનો સદુપયોગ કેટલો કરીએ છીએ એ વિચારવાનું છે. માટે કહેવાય છે કે મળેલી શકિતનો જેટલો દુરૂપયોગ કરીએ તેનાથી ભવાંતરમાં શકિત પ્રાપ્ત થાય નહિ માટે ચેતવા જેવું છે.
(૬) ઉપયોગ લક્ષણ- કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી જીવને એક સમયે કેવલજ્ઞાન-એક સમયે કેવલ દર્શન એમ સમયે સમયે લોલકની જેમ ચાલ્યા જ કરે છે. એ આત્માના અભેદ ગુણ રૂપે છે. માટે ઉપયોગ એ લક્ષણ કહેલ છે. જ્યારે છમસ્થ જીવોને, કેવલજ્ઞાની સિવાયના જીવોને એક એક અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત જ્ઞાન અને દર્શનનો ઉપયોગ ચાલુ જ હોય છે અહીં અંતર્મુહૂર્ત એટલે અસંખ્યાત સમયવાનું જાણવું.
આ રીતે છ લક્ષણોનું વર્ણન ક્યું.
Page 23 of 325