________________
ઉપશમ રૂપે એટલે દબાવેલા રૂપે રહેલા હોય છે તે ઉપશમ કહેવાય છે. આ બન્ને કાર્ય એક સાથે ચાલતું હોવાથી ક્ષયોપશમ રૂપે જ્ઞાન ગણાય છે.
આ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ મિથ્યાત્વના ઉદય કાળમાં જીવને જેટલો હોય છે તે અજ્ઞાન રૂપે હેવાય છે અને અપુનબંધક અવસ્થાથી ગ્રંથભેદ અને સમકિત આદિની હાજરીમાં રહેલો આ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ જ્ઞાનરૂપે એટલે સમ્યગુજ્ઞાન રૂપે ગણાય છે.
હાલ અત્યારે આપણને જૈન શાસનમાં સૂત્રો આદિનું જેમકે નવકાર મંત્ર આદિનું જે જ્ઞાન છે તેનો રોજ આપણે ગણવામાં-ચિતનમાં ઉપયોગ કરીએ છીએ એ જ્ઞાન અજ્ઞાન રૂપે છે કે સમ્યગ જ્ઞાન રૂપે એ રોજ વિચારવું જોઇએ. જો અજ્ઞાન રૂપે નવકાર મંત્રનું જ્ઞાન હોય તો તે આત્માને લાભ કરશે કે નુકશાન કરશે એ પણ વિચારવું જોઇએ ને ? આથી એ મેળવેલા જ્ઞાનને સમ્યગુજ્ઞાન રૂપે બનાવવા માટે પ્રયત્ન કરવો જોઇએ ને ?
સામાન્ય રીતે નિયમ છે કે જે જેવા ભાવથી ઉપયોગ કરે તે રીતે લાભ થાય. જો અજ્ઞાન રૂપે નવકાર મંત્રનો ઉપયોગ કરે તો સંસારની વૃધ્ધિ થાય અને સ જ્ઞાન રૂપે નવકાર મંત્રનો ઉપયોગ કરે તો એનાથી સંસારનો નાશ થાય અર્થાત્ સંસાર કપાય. આપણે શા માટે ઉપયોગ કરીએ છીએ તે વિચાર અવશ્ય કરવો જોઇએ !
(૨) દર્શન ગુણ (લક્ષણ)- દર્શન એટલે શ્રધ્ધા. આ પણ આત્માનો અભેદ ગુણ છે. છદ્મસ્થ જીવોને સામાન્ય રીતે દર્શન મોહનીય કર્મના ઉપશમથી ઉપશમ સમીત પેદા થાય, દર્શન મોહનીયના ક્ષયોપશમથી ક્ષયોપશમ સમીકીત પેદા થાય અને દર્શન મોહનીયના ક્ષયથી સાયિક સમીકીત પેદા થાય છે. જે જીવોને સાયિક સમીકીત રૂપે શ્રધ્ધા ગુણ પેદા થયેલો હોય છે તે સાદિ અનંતકાળ સુધી રહેવાવાળો હોય છે એટલે કોઇ કાળે તે ગુણ હવે નાશ પામવાવાળો હોતો નથી. સંસારી જીવોનું ભાયિક સમીકીત અને સિધ્ધ પરમાત્માઓનું ક્ષાયિક સમીકીત બન્નેનું એક સરખું હોય છે. દર્શન ગુણ રૂપે એક સરખો હોય છે.
(૩) ચારિત્ર લક્ષણ- ચારિત્ર એટલે સ્થિરતા. આત્મિક ગુણોને વિષે એટલે પ્રાપ્ત થયેલા આત્મિક ગુણોને વિષે જીવને જે સ્થિરતા પેદા કરાવે તે ચારિત્ર કહેવાય છે. આ આત્મિક ગુણોની સ્થિરતા એ આત્માની સાથે અભેદ રૂપે રહેલી હોય છે. માટે તે આત્માના લક્ષણ રૂપે કહેવાય છે એવી જ રીતે સંસારી જીવોને માટે ચારિત્ર એટલે સ્થિરતા જે કહેવાય છે તે અવિરતિના ઉદયના કરણે કહેવાય છે કારણકે જ્ઞાની ભગવંતોએ જગતના સઘળા જીવોનો ચારિત્ર માર્ગણામાં સમાવેશ કરવાનો હોવાથી અવિરતિને પણ ચારિત્ર રૂપે કહેલ છે અને આ અવિરતિ ચારિત્ર જીવો એક ગતિમાંથી બીજી ગતિમાં જતાં સાથે લઇ જાય છે. બાકીના ચારિત્રો સંસારી જીવો સાથે લઇ જઇ શકતા નથી આથી આ ચારિત્ર એ લક્ષણ કહેવાય છે.
(૪) તપ- એ આત્માનું લક્ષણ છે. તપ એટલે ઇચ્છાનો નિરોધ. ઇચ્છાઓનો સંપૂર્ણ અભાવ તે તપ કહેવાય છે. માટે જ્ઞાની ભગવંતો હે છે કે જેટલી ઇચ્છાઓ જીવને વધારે એટલો તેનો સંસાર અને જીવનમાં દુ:ખ પણ વધારે. જેટલી ઇચ્છાઓનો સંયમ એટલે ઓછી ઇચ્છાઓથી જીવન જીવે એટલો જીવ સુખી અને તે આત્મિક ગુણ માટે ઇચ્છાઓનો સંયમ હોય તો સંસારનો નાશ કરે. આથી ઇચ્છા એજ દુ:ખ હોવાથી ઇચ્છા નિરોધ એ આત્માનો ગુણ હેલો છે તે અરૂપી અભેદ રૂપે છે આથી જ તપ એ જીવનું લક્ષણ છે. જીવનમાં બાહા તપ જેટલો કરવાનો અભ્યાસ કરીએ છીએ તેનાથી રોજ જોતા જવાનું ક ઇચ્છાઓનો સંયમ કેટલો થઇ રહ્યો છે તેની કાળજી રાખવાની છે. જો તપ કરતાં કરતાં ઇચ્છાઓનો સંયમ ન થાય
Page 22 of 325