________________
હાલ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના શાસનમાં જન્મ પામેલા છીએ અને જીવીએ છીએ આ રીતે વિચારણા કરી શકાય.
જીવોનાં લક્ષણોનું વર્ણન જીવ એટલે આત્મા અથવા ચેતન યુકત તે જીવ કહેવાય છે. એ જીવને જણાવવા માટેના જ્ઞાની ભગવંતોએ છ લક્ષણો કહ્યા છે. તે આ પ્રમાણે.
(૧) જ્ઞાન (૨) દર્શન (૩) ચારિત્ર (૪) તપ (૫) વીર્ય અને (૬) ઉપયોગ આ છ લક્ષણો હોય
(૧) જ્ઞાનનું વર્ણન-જ્ઞાયતે અનેન = જેના વડે જણાય તે જ્ઞાન કહેવાય છે. જગતમાં રહેલા પદાર્થો જેના વડે જણાય અર્થાત્ આત્મામાં જ્ઞાનરૂપે પ્રકાશ પેદા કરે તે જ્ઞાન કહેવાય છે. તે જ્ઞાન પાંચ પ્રકારના હોય છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન: પર્યવજ્ઞાન અને (૫) કેવલજ્ઞાન.
જ્ઞાન એ આત્માની સાથે અભેદ રૂપે રહેલું હોવાથી એ આત્માનો અભેદ ગુણ કહેવાય છે. ગતમાં રહેલા સંસારી સઘળા જીવોના આત્મામાં કેવલજ્ઞાન સત્તા રૂપે રહેલું જ છે. અભવ્ય જીવો-દુર્ભવ્ય જીવો કે ભવ્ય જીવો આદિ દરેકના આત્મામાં મધ્યભાગમાં આઠ આકાશ પ્રદેશમાં એક એક આકાશ પ્રદેશ ઉપર એક એક આત્મ પ્રદેશો જે રહેલા હોય છે તે આઠ રૂચક પ્રદેશો કહેવાય છે. એ આઠ રૂચક પ્રદેશો સદા માટે કેવલજ્ઞાનથી યુકત એક પણ કર્મ યુગલ રહિત સિધ્ધ પરમાત્મા જવા સદા માટે રહેલા હોય છે. અભવ્ય જીવોના આત્મામાં પણ હોય છે. આ આઠ રૂચક પ્રદેશો અવ્યવહાર રાશીમાં રહેલા જીવોથી શરૂ કરીને બારમા ગુણસ્થાનકના અંત સુધીમાં રહેલા જીવોમાં હોય છે જ. તે આઠ પ્રદેશોની આજુબાજુ અસંખ્યાત આકાશ પ્રદેશોને વિષે એક આત્માના એક એક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા અસંખ્યાતા આત્મ પ્રદેશો સદા માટે રહેલા હોય છે કારણકે સંસારી જીવ હંમેશા અસંખ્યાત પ્રદેશની અવગાહનામાં જ રહેતો હોય છે. તે દરેક આત્મ પ્રદેશો ઉપર કર્મના પુગલો એક મેક થઇને રહેલા હોય છે. તેમાં જ્ઞાનાવરણીય કર્મના પુદગલોના આવરણથી મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનનો ક્ષયોપશમ અનેક પ્રકારની તરતમતા વાળો હોય છે આથી કોઇવાર મંદ-કોઇવાર મંદતર-કોઇવાર મંદતમ-કોઇવાર તીવ્ર-કોઇવાર તીવ્રતા અને કોઇવાર તીવ્રતમ રૂપે ક્ષયોપશમ ભાવ રહેલો હોય છે પહેલા ગુણસ્થાનકે એ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ ઉત્કૃષ્ટથી સાડા નવપૂર્વના જ્ઞાન જેટલો હોય છે પછી એનાથી મંદ થતાં થતાં એટલે ઓછો થતાં થતાં અક્ષરના અનંતમા ભાગ જેટલો ક્ષયોપશમ થઇ શકે છે. એની વચમાં તરતમતા વાળા ભેદો અસંખ્યાતા પ્રાપ્ત થઈ શકે છે એજ રીતે ચૌદ પૂર્વના ક્ષયોપશમવાળા જીવો પણ નિકાચીત કર્મના ઉદયના કારણે એ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ નષ્ટ થાય તો છેલ્લે અક્ષરના અનંતમા ભાગ જેટલો પણ થઇ શકે છે પણ એ ક્ષયોપશમ ભાવ સર્વથા નષ્ટ થતો નથી. જો સર્વથા નષ્ટ થઇ જાય તો જીવ અજીવ થઇ જાય માટે કોઇ કાળે જીવ અજીવ થતો નથી અને અજીવ જીવ થતો નથી. એવી જ રીતે ભવ્ય જીવ અભવ્ય થતો નથી અને અભવ્ય જીવ કોઇ કાળે ભવ્ય થઇ શકતો નથી. આ ક્ષયોપશમ ભાવનું જ્ઞાન આત્માની સાથે અભેદ રૂપે રહેલું છે માટે તે જ્ઞાનને લક્ષણ રૂપે કહેવાય છે.
વાસ્તવિક રીતે આત્માનો ક્ષાયિક ભાવે જ્ઞાન ગુણ હોય છે. તે ક્ષાયિક ભાવે કેવલજ્ઞાન પ્રાપ્ત થાય એટલે ક્ષયોપશમ ભાવના જ્ઞાનનો નાશ થાય છે અર્થાત્ કેવલજ્ઞાનમાં તે જ્ઞાનો સમાઇ જાય છે.
આ જ્ઞાનનો ક્ષયોપશમ એટલે ઉદયમાં જે મતિજ્ઞાનાવરણીયનાં શ્રુતજ્ઞાનાવરણીયનાં પગલો આવીને નાશ પામે છે તે ક્ષય કહેવાય છે અને જે પુદગલો ઉદયમાં આવે એવા નથી એવા પુદગલો સત્તામાં
Page 21 of 325