________________
એને ખટકે જ, પારકા ઉપર જેને મૈત્રી હોય એને પોતા ઉપર મૈત્રી ન હોય, એ કેમ બને ? પોતાના આત્મા સાથે એને મૈત્રી હોય જ. જે પારકાની મુકિત ઇચ્છે તે સ્વયં ડૂબવા ન ઇચ્છે. આવો આત્મા સ્વયં ગુણવાન જ હોય. મિથ્યાત્વવાસિત જ્ઞમાં બીજો કોઇ ગુણવાન આત્મા એની જોડીનો નથી. પ્રમોદળો અર્થ
આવા ગુણી આત્મામાં બીજું શું હોય ? ગુણીના ગુણો પ્રત્યે પ્રમોદ મૈત્રી ભાવનાવાળા ગુણીને ગુણ જોઇને પ્રેમ ન થાય, આનંદ ન થાય, એનું અંતર પ્રકુશ ન થાય, એ કદિ બનવાજોગ નથી. પ્રમોદ એટલે ગુણીના ગુણોનો પક્ષપાત. મતભેદ ગુણ માં નથી, કુણીમાં છે_
ગુણ કયાં હોય? ગુણીમાં : એટલે ખરી મારામારી જ ગુણી નક્કી કરવામાં છે. ગુણમાં મારામારી ન હોય. ગુણ, એ તો મતભેદવિનાની વસ્તુ છે. ગુણીમાં અસલી ને નકલી બન્ને હોય. એક રૂપીઆના ચોસઠ પૈસા એમાં વાંધો નહિ, પણ જે વાંધો હોય તે રૂપીઆમાં હોય. રૂપીઓ બોદો હોય તો કોઇ ચોસઠ પૈસા ન આપે : કારણ કે-આકાર રૂપીઆનો છે પણ લાયકાત રૂપીઆની નથી : એજ રીતે ગુણમાં મતભેદ નથી, પણ ગુણીમાં મતભેદ છે. ગુણોને વિષે પક્ષપાત કહેતાં પહેલાં, એજ માટે ગુણીનું સ્પષ્ટીકરણ કર્યું છે. ગુણ સારા હોવા છતાં પણ આડંબરીઓ, દંભીઓ, એને ઠગવાના-કારસ્થાન કરવાના કારણરૂપ બનાવી દે છે. એવા દેખીતા ગુણો તો દુર્ગુણો કરતાંય વધુ ભયંકર છે. આજે એવા ગુણાભાસના ઉપાસકોએ ધર્મના નામે, અહિસાદિના નામે, સત્યાદિના નામે, સંયમાદિના નામે દુનિયાને બહાવરી બનાવી મૂકી છે. એવાઓ જગના શુભેચ્છકો નથી પણ સન્માર્ગથી ભ્રષ્ટ કરી ભવમાં ભમાવનારાઓ છે. આજે દુનિયાને દેવ-ગુરૂ-ધર્મની વિરોધી બનાવનારા ગુણીઓના નામે પૂજાઇ રહ્યા છે, એ આ આર્યદેશની કમનશીબી છે. આજે એવા જ અહિસાદિના ઉપાસકો, દયાની ભાવનાને તીલાંજલી આપીને, આ આર્યદેશમાં ઉદરડાને શેકાવી રહ્યા છે અને કુતરાને ઝેર આપવાના પ્રયત્નો કરી રહ્યા છે. ગુણાભાસને ગુણ તરીકે ઓળખાવવાનું જ એ માઠું પરિણામ છે, નહિતર આર્યદેશમાં કે જ્યાં દયાની ભાવના તો સ્વભાવિક ગણાય, ત્યાં જીવતા ઉંદરડાને શેકી નખાય અને મૂંગા કૂતરાંને ઝેર દેવાય, એ બને જ કેમ ? ગુણી બનીને ગુણવાન કહેવડાવવા જીવનને કસવું પડશે પણ આજે ગુણનો આડંબર કરનારા દંભીઓ દુનિયાને પાયમાલ કરવાનો ધંધો લઇ બેઠા છે, દુનિયાની દયા ને નીતિની સ્વાભાવિક ભાવનાઓ ઉપર છીણી ફેરવી રહ્યા છે. જ્ઞાનીઓ જાણતા જ હતા કે-જો માત્ર ગુણોનો પક્ષપાત એટલું જ લખીશું તો દંભીઓ દુનિયાને ગુણોના નામે ભમાવશે; આથી તેઓએ સ્પષ્ટ લખ્યું કે-ગુણીના ગુણોનો પક્ષપાત: અને ગુણી કહેવાય કોને, તેનું પણ સ્પષ્ટ રીતે નિરૂપણ કર્યું. આજે તો આપણા ઘરમાં પણ એવા માણસો પાક્યા છે, કે જેઓ ગુણાભાસના ઉપાસકો હોવા છતાં સાચા ગુણી તરીકે પૂજાવા-મનાવા ઇચ્છે છે : એટલે તમે જગને સંભળાવી દ્યો કે-અમે ગુણના પક્ષપાતી જરૂર છીએ, પરન્તુ જ્યાં અમૂકને ગુણી તરીકે પૂજવાની વાત આવશે ત્યાં એક નહિ પણ બાર આંખે જોઇશું. ગુણોના વિષયમાં અમે સારું જ કહીશું, પણ જો અમારી પાસે ફલાણો સારો એમ બોલાવવું હશે, તો અમે એની બધી કસોટી કરીશું. માટે જ કહ્યું કે- “પોપ પક્ષપાત:પ્રમોદ્રા” ગુણનો પક્ષપાત એ પ્રમોદ : નહિ કે-ગુણીનો : ગુણીનો પક્ષપાત જરૂર હોય, પણ ગુણાભાસના ઉપાસકોના આડંબરીપણાનો પક્ષપાત ન હોય. આવો પ્રમોદ જેનામાં સાચી મૈત્રી ભાવના હોય તેનામાં હોય જ. આવો ગુણરાગ જેનામાં નહિ તેનામાં સાચો મૈત્રી પણ નહિ. જેનામાં એવી મૈત્રી અને એવો પ્રમોદ ન હોય તેના માટે હું પહેલાં જ ક્લી ચૂકયો તેમ, આજનો દિવસ ચઢતા વર્ષનો
Page 234 of 325