________________
નથી પણ પડતા વર્ષનો દિવસ છે.
ગુણી કોને કહેવાય ?
હવે જ્યારે ગુણમાં પક્ષપાત એ પ્રમોદ એમ નક્કી જ છે, તો ગુણી કોને કહેવાય ? આધાર વિના આધેય હોય નહિ. દૂધ, ઘી વિગેરે આધેય તો એને રાખવા માટે ભાનરૂપ આધાર જોઇએ ને ? ગુણ એ આધેય છે, તો એ ગુણ માટે આધાર કોણ ? આપણે હવે આધારની શોધ કરવાની છે. આપણે ગુણના દાસ છીએ. એવા ગુણી પુરૂષોની સેવા કરવા સદા તૈયાર છીએ. એમની કાયમ પ્રશંસા કરવા તત્પર છીએ : કારણ કે-સાચા ગુણીની પ્રશંસામાં હરક્ત શી ? પણ આજે અનેક એવા વ્યવહારકુશલો છે કે-જેઓ ગુણના નામે ગમે ત્યાં ભટકે છે અને ગુણના નામે ગુણાભાસોમાં ફસાય છે : પણ તેવું તો માત્ર ધર્મમાં જ જોવાય છે. વ્યવહારની દુનિયા વ્યવહારમાં એમ કરતી નથી. ત્યાં તો એ ચાલાક, ચબરાક ને ચકોર રહે છે. ખરીદવા આવનારની પેઢીને ન જાણતો હોય તો એને અડધો વાર પણ ઉધાર નહિ આપે. સામાએ રેશમી કપડાં પહેર્યાં હોય, ઝરીયાન દુપટ્ટો ખભે નાખ્યો હોય, લાલચોળ પાઘડી પહેરી હોય, સુંદર ધોતીયું પહેર્યું હોય અને ચમ-ચમ કરતા બુટ પહેર્યા હોય, છતાં વ્યાપારી એનાં કપડાં, દુપટ્ટા, પાઘડી, ધોતીયા કે બુટની ઉપર મુંઝાય નહિ. એ જાણે છે કે-કેઇ ઠગ આવા વેષ પહેરી ઠગી જાય છે. એટલે એની પહેલાં ખાત્રી કરે અને જો ખાત્રી ન મળે, પેલો ઠગારો લાગે તો દેખાવે સારો છતાં ઉઠાડી મૂકે. વ્યવહારમાં આવી ચબરાક દુનિયા ધર્મમાં આજે કેમ ભોળી બની છે ? તમારા જેવી આંખો મીંચીને દોડનારી જાતિ દુનિયામાં બીજે ક્યાંય મળશે કે નહિ, એ સવાલ છે. ત્યારે શું તમને ધર્મની બે-ચાર આના જેટલી પણ મિંત નથી ? બે-ચાર આનાનું કપડું આપતાં સુંદર પહેરવેશ આદિમાં, મીઠ્ઠી વાણી આદિમાં નહિ મુંઝાનારા તમે ધર્મમાં કેમ જ્યાં ને ત્યાં ઢળી પડો છો ? આના જેવી બીજી ક્યી દુર્દશા હોઇ શકે ? આવી રીતે ધર્મમાં આંધળીયાં કરવાથી જ દુનિયા ગુણવિચાર ભૂલી છે. એમ કરવામાં તમને ઘણું ભારે નુકશાન છે. તમે જ્યાં ને ત્યાં ગુણના નામે ન દોડતા. ગુણ જોજો, અને એ ગુણ સાચા છે કે દેખાવના છે તે નક્કી કરવા માટે ગુણીને જોજો. ગુણીની પ્રવૃત્તિ ગુણની સાક્ષી બને. ગુણ ધર્મનો અને ગુણના નામે પ્રવૃત્તિ ધર્મદ્રોહની, ધર્મથી દુનિયાને બહેકાવવાની, એ કેમ બને ? માટે જ પ્રમોદ ભાવનાનું નિરૂપણ તાં કહ્યું કે“अपास्ताशेषुदोषाणां, वस्तुतत्वावलोकिनाम् |
મુોવુ પત્રપાતો ય:, સ પ્રમોવઃ પ્રીર્તિત: ||9||”
આમાં ગુણીનું વર્ણન કર્યું છે. ગુણીના વર્ણનની અન્તર્ગત ગુણનું વર્ણન આવી જ જાય છે. પ્રાણિવધ આદિ સર્વ દોષોના ત્યાગી અને વસ્તુતત્ત્વને જોનારા ગુણીના ગુણોનો જે પક્ષપાત, તે પ્રમોદ. આવા ગુણીના ગુણોનો જ ધર્માર્થીને પક્ષપાત હોય. બીજાના ગુણાભાસના પક્ષપાત નહિ, પણ એથી એ બચે એવી બુદ્ધિ હોય. વ્હેપારીમાં કેવી ક્ષમા હોય છે ? ગ્રાહક ગમે તેટલો ખીજાય, ગમે તેમ બોલે, ક્રોધ પણ કરે, છતાં વ્હેપારી હસતું મોઢું રાખે. આ શું સાચી ક્ષમા છે ? નહિ જ ! તેજ રીતે ચોરની હુશીયારી કે વેશ્યાની સુંદરતા એ શું ગુણ હેવાય ? હુંશીયારી, એ ગુણ ખરો કે નહિ ? ખરો, પણ ચોરમાં કે શાહુકારમાં ? સુંદરતા કે સ્વચ્છતા એ ગુણ ખરો કે નહિ ? ખરો, પણ વશ્યામાં કે કુલવધૂમાં ? ક્ષમા, એ ગુણ ખરો કે નહિ ? ખરો, પણ સ્વાથિમાં કે નિસ્વાર્થિમાં ? વ્યાપારીની ક્ષમા, ચોરની હુંશીયારી કે વેશ્યાની સુંદરતા અ ગુણરૂપ નથી જ. ગુણનો પ્રમોદ રાખવા સાથે કોના ગુણ, એ ન જોવાય તો સત્યાનાશ વળે. બજારમાં જતા દીકરાને તમે શું શીખવો છો ? ક્લે છો ને કે- ‘સામાની મીઠાશથી લોભાઇશ નહિ, દૂધના કે ાના પ્યાલામાં મુંઝાઇશ નહિ, એવા દૂધના પ્યાલા વિગેરે ખીસ્સા ઉપર કાતર
Page 235 of 325