________________
સમક્ષ પાપ સાધવાની સામગ્રી એકઠી કરવામાં મશગુલ બને ? પાપ સાધવાની કોઇને પ્રેરણા કરે ? જગત્ પાપના કારણમાં રક્ત બને એ એને ઇષ્ટ હોય ? નહિ જ. સારાય વિશ્વને સુખી બનાવવાની ભાવનાવાળો, સાય વિશ્વ સુખી થાય એવી ઇચ્છાવાળો તો ગત્ દુ:ખથી બચે એમ ઇચ્છે. એ ઇચ્છાના પ્રતાપે ગત્સ્ને પાપના માર્ગથી બચાવવું, એ એને મન ફરજ રૂપ થઇ પડે છે. ભાવના સીધી થાય તો અમલ અલ્પષ્ટ પ્રાપ્ય છે. અમલ કે અમલ કરવાનો યત્ન દેખાતો નથી, કારણ કે-ભાવના સીધી નથી. એ ભાવના ખીલવવા માટેનો આપણો આ પ્રયત્ન છે.
પાપ વધારવાના પ્રયત્નો ન હોય !
મૈત્રીવાસિત આત્માની ભાવના એજ હોય કે- કોઇ પાપ ન કરો, કારણ કે-ઇચ્છા કોઇ દુઃખી ન થાય એ છે. એનાથી કોઇનું દુ:ખ ખમાય નહિ, દુ:ખીને જોઇને એ દુ:ખી થાય અને જે પરદુ:ખે દુ:ખી થાય તે કેમ જ ઇચ્છે કે- ‘કોઇ પાપ કરો !’ એની એવી ઇચ્છા કે ભાવના હોય જ નહિ. હવે જેને ‘કોઇ તક્લીફ પામો' -એ ઇચ્છા કે ભાવના ન હોય, તે પાપ વધારવાના, ગત્ત્ને પાપમાં ભાનભૂલું બનાવવા પ્રયત્નો કેમ જ કરે ?
સંસાર કોને કહેવાય ?
આત્મા દુ:ખી ક્યારે ન થાય ? આત્મા સાથે જે સંસાર લાગેલો છે તે છૂટે ત્યારે. સંસાર એટલે વિષય-કષાયનો યોગ. પાંચેય ઇન્દ્રિયોના સુખની અભિલાષા રૂપ વિષય-અને ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય જ્યાં સુધી આત્મા સાથે છે ત્યાં સુધી આત્મા દુ:ખી જ છે. પાપ ન જાય ત્યાં સુધી દુ:ખ ન જાય અને વિષય-કષાય ન જાય ત્યાં સુધી પાપ ન જાય, એટલે હવે શું ઇચ્છવું પડશે ? સંસારનો નાશ. સંસારનો અર્થ દુનિયામાં દેખાતી બધી વસ્તુઓ નહિ લેવી. એ બધી જડ વસ્તુઓ તો એક યા બીજા સ્વરૂપે રહેવાની જ. સંસારનો નાશ એટલે આત્મા સાથેથી વિષય-કષાયના યોગનો નાશ. આ આત્મા જ સંસાર અને મોક્ષ છે, એમ કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે. સંસાર કે મોક્ષ, એ બહારની વસ્તુઓ નથી. વિષય-કષાયની આધીનતા, એ સંસાર છે : અને વિષયકષાયનો વિજ્ય, એનો ત્યાગ, એ મોક્ષ છે. એટલે કોઇ દુ:ખી થાય નહિ માટે કોઇ પાપ ન કરો એમ ઇચ્છનારે એજ ઇચ્છવાનું કે-સારોય સંસાર વિષયકષાયથી મુક્ત થાઓ ! વિષયકષાયની ગુલામીથી મુક્ત થવું, એજ સાચી મુક્તિ. વિષયકષાયથી મુક્તિ મેળવ્યા વિના કોઇ સાચો સુખી થયો નથી, થતો નથી અને થશે પણ નહિ. આવી ભાવના, એનુંજ નામ મૈત્રી ભાવના. મૈત્રી ભાવનાવાળાએ ત્રણ વસ્તુઓ ભાવનાની : એની ત્રણ મન:કામના હોય. (૧) સારૂંય વિશ્વ સુખી થાઓ, (૨) સુખી થવા માટે સાય વિશ્વ પાપ ન કરો, અને (૩) પાપથી બચવા માટે સઘળાયે જીવો વિષયકષાયરૂપ સંસારથી મુક્તિ પામો ! આ દેખાય છે તે સંસાર તો અનાદિ-અનંત છે. એના સંસર્ગથી બચે તેજ સુખી. ન બચે તે સુખી નહિ. સુખ વિષયકષાયથી મુક્તિ થાય તો!
આ ભાવનાવાળો પોતે કેવો હોય ?
હવે જેના અંતરમાં એ ભાવના હોય કે-કોઇ દુ:ખી ન થાવ, કોઇ પાપ ન કરો, કોઇ વિષયકષાયના સંસર્ગમાં ડૂબો નહિ, તેવો આત્મા સ્વયં પાપ કરે ? જેને પારકાની મુક્તિ ન થાય એ ખટકે, જેને પાપનું કારણ વિષયકષાયનો સંગ છે એમ લાગે, અને જેને પાપથી દુ:ખ થાય છે એમ લાગે, એમ સમજ્જાર પોતે કેવો હોય ? એને વિષય-કષાયનો સંગ ખટકે ખરો કે નહિ ? પાપમાં એ રાચે ખરો ? મૈત્રીભાવનાવાળો આત્મા પાપમાં રાચે નહિ, બને ત્યાં સુધી વિષયકષાયને આધીન થઇ જ્વાય તો એ
Page 233 of 325