________________
મધ્યસ્થતા. પહેલાં બતાવેલી ભાવનાને પ્રગટાવનારી, ટકાવનારી અને ખીલવનારી આ ચાર ભાવનાઓ છે. આ ચાર ભાવના વિના કોઇપણ ધર્મકાર્ય દીપે નહિ: આત્માને ઉપકારક નિવડે નહિ: અને જે પોતાને ઉપકારક ન નિવડે તે પારકાને તો ઉપકારક ક્યી રીતે નિવડે ? સામો યોગ્ય હોય અને પામી જાય તો પણ એ ઉપકારક તરીકે ઓળખાવાય નહિ. આજે આપણે આ ચારેય ભાવનાઓનો ભાવ વિચારવો છે, કારણ કે-પહેલી ભાવનાને મૂતિમંત બનાવનારી, જીવનને સુવાસિત બનાવનારી આ ચાર ભાવનાઓ છે. મૈત્રી ભાવનાનું સ્વરૂપ
પહેલી મૈત્રી ભાવના. મૈત્રી કોને વ્હેવાય ? પરહિત વિન્તા મૈત્રી।” પરના હિતની જે ચિન્તા તે મૈત્રી હેવાય છે. જે કોઇ અન્ય તે પર. પરમાં કોઇ બાકી નહિ. પરના હિતમાં સ્વહિત આવી જાય છે : કારણ કે-પોતાના આત્મહિતને હણીને પરહિત થઇ શકતું નથી : વાસ્તવિક રીતે પરહિત કરનાર સ્વહિતસ્વી હોય. પરમાં કોઇ બાદ નહિ : સ્વજન કે પરન, મિત્ર કે દુશ્મન, નાનો કે મોટો, સૂક્ષ્મ કે બાદર સૌ કોઇના હિતની ચિંતા એ મૈત્રી. સાથે બેસવું-ઉઠવું, ખાવું-પીવું, ફરવું-હરવું, ભેટવું-એજ મૈત્રી નથી, પણ સૌના હિતની ચિંતા એજ વાસ્તવિક મૈત્રી છે. આવી મૈત્રી ભાવનાથી વાસિત આત્માના અંતરમાં ક્યી જાતિની ભાવના હોય, તેની ક્લ્પના કરો. જ્ઞાનીના કહ્યા મુજબ આપણે પહેલાં હી આવ્યા તે- “સારાય વિશ્વનું કલ્યાણ થાઓ, પ્રાણી માત્ર પરહિતમાં રક્ત બનો. દોષો નાશ પામો અને સર્વત્ર લોક સુખી થાવ
!"
એમ ઇચ્છીએ તો સુખના પ્રતિપક્ષીનો નાશ ઇચ્છવો જ જોઇએ ન ? સુખનું પ્રતિપક્ષી કોણ ? દુ:ખ ! અને તેનું મૂળ પાપ ! આથી જ સુવિહિતશિરોમણિ આચાર્ય દેવ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા, પોતાના રચેલા ‘શાસ્રવાર્તા-સમુચ્ચય' નામના શાસ્રરત્નમાં ફરમાવે છે કે
“दुःख पापात् सुखं धर्मात्, सर्वशास्त्रेषु संस्थितिः ।
ન ર્તવ્ય મત: પાપં, ńવ્યો ધર્મસંવયઃ [9]]"
સારૂંય વિશ્વ સુખનું અર્થી છે. કોઇને દુઃખ જોઇતું નથી. આ બન્ને વાતો મતભેદ વિનાની છે. અને જ્યારે સાર્વત્રિક ઉપદેશ આપવો હોય ત્યારે આવી સર્વને સ્વીકાર્ય બાબતો પહેલી વ્હેવાય. દુ:ખ પાપથી થાય છે અને સુખ ધર્મથી મળે છે, એ સિદ્ધાંત પણ સર્વમાન્ય છે. આથી જ કહ્યું કે- “સર્વશાસ્ત્રપુ સંરિસ્થતિઃ ।” અર્થાત્- એ વાતમાં કોઇ પણ આસ્તિક દર્શનકારનો મતભેદ નથી કે-દુ:ખનું મૂળ, દુ:ખની જડ, દુ:ખનું કારણ પાપ છે. અને સુખનું મૂળ, સુખની ડ, સુખનું કારણ ધર્મ છે. તો પછી મૈત્રી ભાવનાથી વાસિત, પરનું હિત ઇચ્છનાર આત્મામાં ક્યી ભાવના હોય ? -એ સહેલાઇથી સમજાય તેમ છે; છતાં એનું સ્વરૂપ સમવું અત્યંત જરૂરી છે. એ વસ્તુનું નિરૂપણ કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, “શ્રી યોગ શાસ્ર” નામના તેઓશ્રીએ રચેલા ગ્રન્થરત્નમાં ફરમાવે છે કે" मा कार्षीत्कोsपि पापानि, माच भूत् कोडपि दुःखितः ।
મુન્યતાં નમવ્યેષા, મતિમૈત્રી નિઘરે ||9||”
આ શાસનની મૈત્રી ભાવનાથી વાસિત થયેલો આત્મા, પારકાનું હિત ચિન્તવતાં એજ ચિન્તવે કે“કોઇ પણ આત્મા પાપ ન કરો !” કોઇ પણ દુ:ખી ન થાવ ! સારૂંય વિશ્વ મુક્ત થઇ જાઓ આવી બુદ્ધિ, એનું જ નામ સાચી મૈત્રી ભાવના.
ભાવના ખીલવવાનો પ્રયત્ન
જે આદમી એમ ઇચ્છતો હોય કે-કોઇપણ આત્મા પાપ ન કરો, એ આદમી કદિ પણ ગત્ની
Page 232 of 325