________________
દર્શન મોહનીયમાં મિથ્યાત્વ મોહનીય ગાઢ હોય ત્યાં સુધી એ જીવોને બોધિ પ્રાપ્ત થતું નથી. બોધિને પ્રાપ્ત કરવા માટે ચરમાવર્ત કાળ જોઇએ તેમાં પણ અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ કરતાં ઓછો કાળ જોઇએ અને દેવ ગુરૂ ધર્મની સામગ્રી પ્રાપ્ત થયેલી જોઇએ. તે ધર્મ સાંભળતા સાંભળતા ધર્મ પ્રત્યેની રૂચિ થાય પોતાના આત્માની યોગ્યતા પ્રાપ્ત કરવાની તીવ્ર ભાવના જોઇએ. એ યોગ્યતા પેદા કરવાનો પુરૂષાર્થ કરતા જાય ત્યારે જીવો બોધિને પ્રાપ્ત કરી શકે. એ પુરૂષાર્થમાં અનાદિકાળથી જીવો અનુકૂળ પદાર્થોમાં ગાઢરાગવાળા હોય છે અને પ્રતિકૂળ પદાર્થોમાં ગાઢ વૈષ વાળા હોય છે તે જ મારા આત્માને માટે દુ:ખનું કારણ છે એમ સમજતા જાય. તે સમજી રાગને અને દ્વેષને ઓછો કરતાં તે રાગનો ઢાળ બદલવા પ્રયત્ન કરી દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યે રાગનો ઢાળ વધારી તેની સ્થિરતા મેળવવા પ્રયત્ન કરતો સુખ દુનિયાના પદાર્થોમાં નથી પણ એથી ભિન્ન સ્થાનમાં એટલેકે મારા આત્મામાં રહેલું છે એવો વિચાર કરી તે સુખને પેદા કરવાની તીવ્ર ઇચ્છા પેદા થાય તેની સ્થિરતા આવે ત્યારે જીવને મોક્ષની રૂચિ થયેલ છે એમ ગણાય છે. આ સ્થિરતા પેદા કરી અનુકૂળ પદાર્થોના રાગ પ્રત્યે અત્યંત ગુસ્સો પેદા કરી તે રાગનો નાશ કરવાની
જ્યારે તીવ્ર ઇચ્છા થશે ત્યારે ગ્રંથી ભેદાશે અને પછી સમ્યગ્દર્શન રૂ૫ બોધિની પ્રાપ્તિ થશે તો મળેલા મનુષ્ય જન્મમાં એવો પુરૂષાર્થ કરવાની ક્યારે શકિત આવે કે જેથી જ્ઞાનીઓએ કહ્યા મુજબનું બોધિ પ્રાપ્ત કરું. આવી ભાવના રાખી પ્રયત્ન કરવો તે બોધિ દુર્લભ ભાવના કહેવાય છે. ૧૨ અહંદુ દુર્લભ ભાવના
સંસારમાં પરિભ્રમણ કરતાં જીવોને અનંતી પુણ્ય રાશી ભેગી થયેલ હોય ત્યારે મનુષ્ય જન્મ મળે છે. તે મનુષ્ય જન્મ અનાર્ય ક્ષેત્ર આદિમાં જો મળી જાય તો અહંદુ ધર્મ પણ ન મળે માટે તેનાથી અનંતપુણ્ય રાશી ભેગી થયેલી હોય તોજ જીવને આર્યદેશમાં મનુષ્ય જન્મ મળે તે આર્યદેશમાં મળ્યો હોય પણ અનાર્ય જાતિ કુળ વગેરેમાં જન્મ મળે તો પણ અહંદુ ધર્મ ન મળે માટે તેનાથી અનંતી પુણ્ય રાશી ભેગી થયેલી હોય તોજ જીવને આર્ય જાતિ અને કુળમાં મનુષ્ય ન્મ મળે છે પણ તે આર્ય જાતિ કુળમાં પણ જો ઇતર દર્શનનાં ધર્મની પ્રાપ્તિ થયેલ હોય તો ય અહંદુ ધર્મ મળતો નથી માટે તેનાથી અનંત પુણ્ય રાશી ભેગી થયેલ હોય તો જૈન જાતિ અને કુળમાં મનુષ્ય જન્મ મલે છે. જૈન કુળ અને જાતિ મલવા છતાં એવા ક્ષેત્રમાં જન્મ મળ્યો હોય કે જ્યાં અહંદુ ધર્મ પણ ન મળે દેવનું દર્શન પણ ન મળે તો પાછો મનુષ્ય
ન્મ એળે જાય છે માટે એનાથી અનંત પુણ્ય ભેગું થયેલ હોય તો દેવ, ગુરૂ, ધર્મનું દર્શન થઇ શકે તેવા ક્ષેત્રમાં જન્મ મળે છે. આ બધી સામગ્રી મળવા છતાં આરાધના કરવા છતાંય જો ધર્મ મેળવવાની ઇચ્છા ન થાય તોય અહંદુ ધર્મ હારી જવાય છે માટે તે ઇચ્છા થવી એ પણ જ્ઞાની ભગવંતોએ અનંતી પુણ્યરાશી સાથે પુરૂષાર્થનું કારણ કહેલ છે. આ રીતે સામગ્રી મળેલી છે તેમાં પુરૂષાર્થ કરીને કયારે હું અહંદુ પામું. આ રીતની ભાવના ના વિચારો કરી અહંદુ ધર્મ પામવાનો પ્રયત્ન કરવો તે અહંદુ ધર્મ ભાવના કહેવાય છે.
બાર ભાવના સિવાય ઉપલક્ષણથી મૈત્રી-પ્રમોદ-કરૂણા અને માધ્યસ્થ ભાવનાની વિચારણા કરાય
આ ભાવનાને મૂર્તિમંત બનાવનારી ભાવનાઓ
આવી ઉત્તમ ભાવનાને અવિચલ, જીવતી ને જાગતી તથા દરેક સ્થિતિમાં ટકાવી રાખવા શું કરવું જોઇએ ? -એ તો ભાવનાની અન્તર્ગત આવી જ જાય છે. આ ભાવનાને સતત ઉદયવંતી રાખવા માટે ચાર ભાવનાથી જીવનને ઓતપ્રોત બનાવી દેવું જોઇએ. (૧) મૈત્રી, (૨) પ્રમોદ, (૩) કરૂણા અને (૪)
Page 231 of 325