________________
મુખ્ય જે ઇન્દ્રો છે તે નવે ઇન્દ્રો તીર્થંકરાદિ ભગવંતોના ક્લ્યાણકોના દિવસે ભગવાન પાસે આવે છે, અને ભગવાનને દિક્ષા લેવાનો સમય નજીક આવે તે ટાઇમ સૂચવવા માટે તે નવે ઇન્દ્રો આવીને તીર્થંકર ભગવંતોને દિક્ષા માટેનું સુચન કરે છે. અર્થાત્ વિનંતી કર છે અને તીર્થને પ્રવર્તાવો એમ ણાવે છે. પ્રાય: કરીને તે નવે ઇન્દ્રો એકાવતારી કહેવાય છે. છટ્ઠા દેવલોક્ની ઉપર સાતમો દેવલોક છે તેના ઉપર આઠમો દેવલોક આવેલો છે. આ આઠમા દેવલોક સુધી પંચેન્દ્રિય તિર્યંચો મરીને ઉત્પન્ન થઇ શકે છે, ત્યાર પછી
આગળ નવમો અને દશમો દેવલોક આવેલા છે. તેના ઉપર અગિયારમો અને બારમો દેવલોક આવેલા છે, તેના ઉપરાઉપર મસર નવÅવયના વિમાનો આવેલા છે. જેની અંદર અભવ્ય જીવો નિરતિચાર દ્રવ્ય ચારિત્રની ક્રિયા કરીને ઉત્પન્ન થઇ શકે અને ગ્રેવયના વિમાનો પછી પાંચ અનુત્તરના વિમાનો આવેલા છે. જ્યાં જે સમકિતી જીવો ાય તે ભાવ ચારિત્રની આરાધના કરીને મોક્ષમાં ન જ્વાના હોય તે જીવો આયુષ્ય બાંધીને ઉત્પન્ન થાય છે. તે દેવતાઓ નિયમા સમકિતી હોય છે. તે પાંચ અનુત્તરના વિમાનોમાં સૌથી વચમાં સર્વાર્થસિદ્ધ નામનું વિમાન છે, જે એક લાખ યોન લાંભુ પહોળું છે અને ત્યાં રહેલા બધા દેવતા એકાવતારી હોય છે. તે વિમાનની ચારેય બાજુની ચાર દિશાઓમાં મસર વિજ્ય, વૈજ્યંત, જ્યંત અને અપરાજીત નામના વિમાનો આવેલા છે. જે વિમાનો અસંખ્યાતા યોજ્ન લાંબા-પહોળા છે તેની અંદર રહેલા દેવતાઓ બધાય એકાવતારિ હોતા નથી, પરંતુ વધારેમાં વધારે સંસારમાં ૨૪ ભવો કરે છે. તે ચોવીશ ભવો કરનારા જીવોની વિશેષતા એ છે કે જે અનુત્તરમાં ઇ આવે તે જીવોના નરક તિર્યંચગતિના દ્વારો બંધ થઇ જાય છે. અને તે જીવો ચોવીશ ભવો નિયમા મનુષ્ય અને વૈમાનિક દેવલોક્ના જ કરે છે. બીજા નહીં. આ પાંચ અનુત્તરના વિમાનો પછી બાર યોજ્ડ ઉપર જઇએ ત્યાં સિદ્વશીલા નામની પૃથ્વી આવેલી છે. જે પૃથ્વી સ્ફટીક જેવી નિર્મળ છે. આ પૃથ્વી ઉપર એક યોજન ઇએ ત્યારે સિદ્ધના જીવો આવેલા છે. તે સિદ્ધના જીવો પહોળાઇમાં ૪૫ લાખ યોનમાં રહેલા છે. સિદ્ધરૂપે તેજ જીવો ઉત્પન્ન થઇ શકે છે કે જે પૂર્વભવમાં મનુષ્ય થયા હોય, ઉત્તમ ધર્મની સામગ્રી પ્રાપ્ત કરી આઠ કર્મનો ક્ષય કરે તે ત્યાં જાય છે. માટે મનુષ્યનું ક્ષેત્ર પ્રમાણ, સિધ્ધક્ષેત્રનું પ્રમાણ છે. એ જીવો જ્યાં રહેલા છે તે લોક્ના અંતે છે એટલે ત્યાં ચૌદ રાજ્યોનો અંત આવે છે. આ રીતે ચૌજ રાજ્યોનું વર્ણન કર્યું. હવે ભાવનામાં આ રીતે વિચાર કરતા આત્માને રોજ વિચાર કરવાનો હાય છે કે આ રીતે ચારેય ગતિમાં ભમતાં ભમતાં ચૌદ રાજ્લોક ક્ષેત્રમાં જીવ ભમ્યો છે અને છેક જ્યાં સિદ્ધના જીવો રહેલા છે ત્યાં પણ જઇ આવ્યો છે. પરંતુ તે સૂક્ષ્મ પૃથ્વી આદિ રૂપે હતો તેથી પાછું ભટક્વાનું રહ્યું છે, તો હવે આ સ્વરૂપ જાણ્યા પછી એવો પુરૂષાર્થ કરૂં કે જેથી લોક્ના અંતે સિદ્વરૂપે મારો આત્મા બની જાય એમ રોજ ભાવનામાં ભાવનાનું છે. કારણકે આત્માને ખરેખરૂં રહેવાનું સ્થાન જો હોય તો એજ છે જ્યાં ગયા પછી જીવને મરવાનું નથી અને પોતાના સ્વભાવમાં રહેવાનું છે તે માટે જ બધો પુરૂષાર્થ કરવાનો છે.
૧૧ બોધિ દુર્લભ ભાવના
આ સંસાર અનાદિ અનંત છે તેમાં જીવો અનાદિ કર્મના સંયોગ વાળા અનાદિ કાળથી રહેલા છે તેમાંથી જે જીવોની ભવિતવ્યતા પાકે તેજીવો અનાદિ સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળી શકે છે પણ તે ત્યારે જ બહાર નીકળે કે તે ટાઇમે કોઇ જીવો સલ કર્મથી રહિત થઇ મુક્તિમાં જ્યાં હોય ત્યારે જ. આજીવો આ રીતે બહાર નીકળે તે વ્યવહારાશીમાં આવ્યા ગણાય છે. એ વ્યવહાર રાશીમાં આવ્યા બાદ અકામ નિર્જરા કરતાં કરતાં પુણ્ય એકઠું કરીને ત્રસપણાને પણ પામે એ ત્રસપણામાં સન્નીપણાને પામે, મનુષ્યપણાને પામે, લાંબા આયુષ્યને પામે, દેવગુરૂ ધર્મની સામગ્રીને, પામે તેની આરાધના પણ સારી રીતે કરો જ્ઞાનાવરણીય કર્મનાં ક્ષયોપશમને પામીને સાડા નવપૂર્વ સુધીનાં જ્ઞાનને ભણે પણ જો સાથે
Page 230 of 325