________________
કેતો પછી મારી જરૂર કયારે પડશે. ભગવાને કહાં તારી જરૂર જ કયાં છે. આ વિચારો છદ્મસ્થ અવસ્થામાં લપક શ્રેણિ પ્રાપ્ત કર્યા પહેલાના છે. વિચારોને કેવી ઉંચી કોટિની કરૂણા છે. આજે આપણને કરૂણા આવે તો દુ:ખીને જોઇને આવે કે આપણું બગાડનાર ખરાબ કરનાર આપણા પ્રત્યે ગુસ્સો કરનાર જીવ પ્રત્યે કરૂણા આવે ? જો આવા જીવો પ્રત્યે કરૂણા પેદા થવા માંડે તો જ કાંઇક ધર્મ ક્ષમા પેદા થઇ રહી છે કે પેદા થશે એમ કહેવાય.
આ રીતના પરિણામ વાળી ક્ષમા તે જ ધર્મ ક્ષમા રૂપે ગણાય છે. આનાથી જીવ આત્મ દર્શનની અનુભૂતિ કરતાં કરતાં પોતાના સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપને કોઇ નિકાચીત કર્મો બાંધેલા ન હોયતો જલ્દીથી પેદા કરી શકે છે. આ ક્ષમાને પેદા કરી ટકાવવા પ્રયત્ન કરવો-તેમાં સ્થિર રહેવું તે યતિધર્મનો પહેલો ભેદ છે. વચન ક્ષમા પણ આ ક્ષમાને પેદા કરાવવામાં સહાયભૂત કારણ રૂપે હોવાથી એ પણ યતિધર્મના પહેલા ભેદ રૂપે ગણાય છે. (૨) સરળતા
આત્માની કપટ રહિતપણાની અવસ્થાનો અનુભવ કરવો એ સરલતા કહેવાય છે. જો હૈયું સરલ બનતું જાયતો જ જીવને આત્મ દર્શન થઇ શકે. હૈયુ જ્યાં સુધી કપટવાનું હોય છે, ગૂઢ હોય છે, દંભી હોય છે, બોલે કાંઇ અને કરે કાંઇ એવું હોય છે, ત્યાં સુધી કરેલો ધર્મ પણ આત્મિક ગુણનો અનુભવ કરવા-કરાવવામાં ઉપયોગી થતો નથી. એ ધર્મ માયા રૂપે હોવાથી સંસારની વૃધ્ધિનું કારણ બને છે. આથી જ જ્ઞાની ભગવંતો કહે છે કે મંદિરે આવવાની ક્રિયાથી શરૂ કરીને સાધુપણા સુધીની ક્રિયાઓમાંથી કોઇપણ ક્રિયાનું અનુષ્ઠાન આલોના સુખની ઇચ્છાથી અને પરલોક્ના સુખની ઇચ્છાથી તથા આલોકમાં આવેલા દુ:ખના નાશની ઇચ્છાથી કરવામાં આવે તે આત્માનું કપટ કહેવાય છે. એજ વંચના રૂપે કહેવાય છે માટે તે ક્રિયા સરલ રૂપ બનતી ન હોવાથી સંસાર વૃધ્ધિના કારણ રૂપે કહેલી છે. (૩) નિરભિમાનતા
દાનાદિ ધર્મ કરતાં કરતાં જ્યાં સુધી માન કષાય એટલે આત્મામાં અભિમાન રહેલું હોય છે ત્યાં સુધી એ ધર્મની ક્રિયા મોક્ષમાર્ગ રૂપે સહાયભૂત થઇ શકતી નથી. જેમ જેમ જીવો પોતાના જીવનમાં દાનાદિ ધર્મ વધારે કરતાં જાય તેમ ગતના જીવો માન, સન્માન વિશેષ રૂપે આપતા જાય એ દુનિયાનો ક્રમ છે. એ માનાદિમાં જીવ આનંદ માની પોતાનું જીવન જીવતો જાય તો એ ધર્મ મોક્ષ માર્ગ રૂપે ગણાતો નથી કારણ જીવ માનપાનમાં આ લોકમાં ગરકાવ થઇને આત્મકલ્યાણ ભૂલી જાય છે અને તેનાથી જીવ પોતાનું અકલ્યાણ પેદા કરી દે છે. માન પાનાદિમાં ગરકાવ થવું તે આ લોક્ના સુખની વાંછા કહેવાય છે આથી સંસારની વૃધ્ધિ થાય છે માટે જ જ્ઞાની ભગવંતોએ નિરભિમાનતા એજ ધર્મ કહ્યો છે. અપમાન સહન કરીને પચાવવું એ સહેલું છે પણ માન-સન્માન મળે અને એ પચાવીને જીવવું એજ અઘરૂં ધેલ છે. માટે અપમાનને ગળી ખાનાર-સહન કરી જીવનારા ગતમાં મોટાભાગના જીવો મળી શકશે એ વાસ્તવિક રીતે આત્મકલ્યાણનો માર્ગ નથી પણ પુણ્ય બંધનું કારણ કહેલ છે. જ્યારે માન-સન્માનાદિ મળતાં હોય તો તેમાં અભિમાન ન આવી જાય અને નિરભિમાનતાને ટકાવી રાખવી એજ ખરેખરો ધર્મ કહ્યો છે. તેજ જીવો એ પચાવી શકે કે જે જીવોનાં અંતરમાં પોપશમ ભાવે ધર્મ પેદા થયો હોય માટે પ્રયત્ન કરતાં કરતાં એ ધર્મને પેદા કરવા માટેનું લક્ષ્ય રાખી જીવન જીવવું જોઇએ. (૪) મતિ- એટલે નિલભdi
મલે તો સંયમ પુષ્ટિ, ન મલે તો તપોવૃધ્ધિ એ ભાવના રાખીને લોભવૃત્તિનો નાશ કરવો એ ધમ
Page 218 of 325