________________
હ્યો છે. લોભ એ બધા દોષોનું મૂળ છે. માટે જ્ઞાની ભગવંતોએ લોભવૃત્તિ પેદા ન થાય તેની કાળજીરાખીને જીવન જીવવાનું કહેલ છે કારણકે ક્ષપશ્રેણિમાં પણ જીવોને બીજા કષાયોનો નાશ કરતાં જેટલો પુરૂષાર્થ કરવો પડતો નથી તેના કરતાં કેઇગણો અધિક પુરૂષાર્થ લોભને કાઢવા માટે કરવો પડે છે માટે શાસ્ત્ર કહ્યું છે કે કોઇ જીવ પોતાનાં ભુજાબળથી સ્વયંભૂરમણ સમુદ્રને તરી જાય તેમાં જેટલો થાક લાગે એટલો થાક આ લોભને કાઢવામાં લાગે છે. માટે હજારો વાર આ લોભના અનંતા અનંતા ટૂકડા કરી કરીને નાશ કરે છે. આથી જેટલો લોભ વૃત્તિનો નાશ આત્મ કલ્યાણના હેતુથી થાય એટલી નિર્લોભતા અને મુક્તિનો ગુણ સહજ રીતે પેદા થતો જાય તે ધર્મ કહ્યો છે.
(૫) તu ધર્મ
આ ચારેય ગુણોને ટકાવવા માટે જ્ઞાની ભગવંતોએ ઇચ્છા નિરોધની વૃત્તિ રાખીને જીવન જીવવું એ તપ કહ્યો છે. જેટલી ઇચ્છાની વૃત્તિનો ત્યાગ એટલો જીવને અશુભ કર્મોના વિશેષ નાશ થાય છે માટેતપ એ પણ ધર્મ કહ્યો છે.
(૬) સંયમ
૫ ઇન્દ્રિય, ૪ કષાય, ૫ અવ્રત અને ૩ યોગ. એમ સત્તર આશ્રવોનો નિરોધ કરવો એટલે તેનો સંયમ કરવો તે સંયમ વ્હેવાય છે એ સંયમનું આચરણ કરવું સારી રીતે યમ એટલે પાંચ મહાવ્રતોની અનુભૂતિ કરવી તે સંયમ એ ધર્મરૂપે છે.
(૭) સત્ય એ ધર્મ છે
સત્ય એટલે હિત-મિત અને પથ્ય રૂપે એટલે કે હિત એટલે હિતકારી. મિત = અલ્પ શબ્દવાળું અને પથ્ય = પ્રિયકારી જે શબ્દો વચનો બોલાય તે સત્ય વચન હેવાય છે. એવી જ રીતે ભગવાનની આજ્ઞા મુજ્બના જે વ્રત નિયમ પચ્ચક્ખાણ કરેલ હોય તે અખંડ રૂપે પાલન કરવાં એ પણ સત્ય વચન કહેવાય છે.
આ રીતે સત્યવચનનું પાલન કરવું એ આત્માનો ધર્મ છે. (૮) શૌચ ધર્મ
શૌચ = પવિત્રતાને ધારણ કરવી તે.
તે બે પ્રકારની છે. (૧) શરીરની પવિત્રતા અને (૨) આત્માની પવિત્રતા.
શરીરને સ્વચ્છ રાખી જીવન જીવવાનો પ્રયત્ન કરવો તે શરીર શૌચતા કહેવાય છે અને આત્માની પવિત્રતા માટે શરીરના ધર્મોના પરિણામ એટલે અધ્યવસાયનો સંયમ કરી આત્મોન્નતિની વિચારણા કરતાં કરતાં પરિણામોને સ્થિર કરવા પ્રયત્ન કરવો તે ભાવ શૌચતા રૂપ યતિ ધર્મ કહેલો છે. યતિઓનું મન હંમેશા શરીર શૌચતાને બદલે આત્મોન્નતિની પરિણતિમાં સ્થિર વિશેષ હોય છે અને એ રીત સ્થિરતા કેળવી જીવન જીવતા હોય છે માટે જ ભગવાન શ્રી જિનેશ્વર દેવની આજ્ઞાથી વિરુધ્ધ કરવાનો જરાય પરિણામ પેદા થતો નથી. આ રીતે જીવન જીવવું તે શૌચધર્મ વ્હેવાય છે.
(૯) અપરિગ્રહ
જે જે પદાર્થોમાં મૂર્છા થાય તે પરિગ્રહ વ્હેવાય છે માટે જેટલે અંશે મૂર્છાનો ત્યાગ એટલો જીવનો અપરિગ્રહતા રૂપ ધર્મ કહેવાય છે.
પરિગ્રહ બે પ્રકારનો હેલો છે.
(૧) બાહ્ય પરિગ્રહ (૨) અત્યંતર પરિગ્રહ
Page 219 of 325