________________
(૧) ઉપકાર ક્ષમા :- કોઇએ ભયંકર નુકશાન આપણું કર્યું હોય છતાંય ભવિષ્યમાં ઉપકારી થશે એમ લાગે એમ વિચારીને તેના પ્રત્યે ક્રોધ ન કરતાં ક્ષમાને ધારણ કરવી અથવા સહન કરવું તે ઉપકાર ક્ષમા હેવાય છે આ ક્ષમા સ્વાર્થીલી છે કારણકે આપણને કે આપણા કુટુંબને ભવિષ્યમાં લાભકર્તા બની શકશે એ વિચાર સ્વાર્થ રૂપે હોવાથી આ ક્ષમા ગુણથી આત્માને કોઇ લાભ થતો નથી. ઉપરથી આવી ક્ષમાના વિચારોથી પાપના અનુબંધ સાથે પુણ્ય બંધ થાય છે એમાં સહન કર્યું. ન બોલ્યા તેમાં પુણ્ય બંધ થયો અને સાથે સ્વાર્થનો વિચાર કર્યો માટે પાપનો અનુબંધ થયો. આવી ક્ષમા જીવો જીવનમાં કરી કરીને પોતાનો સંસાર વધારતા જાય છે જેમક વેપારીઓ ગ્રાહક ગમે તેટલી ગાળો બોલે તો પણ સહન કરે છે હસીને સાંભળી લે છે કારણકે એજ કાલે માલ લેવા આવશે આ વિચારથી સહન શક્તિ રાખે છે માટે તે ક્ષમાથી સંસારની વૃધ્ધિ થયા કરે છે. આથી આ ક્ષમા કોઇ કામની નથી.
(૨) અપકાર ક્ષમા :- જો એની સાથે હું બગાડીશ અથવા ક્રોધથી બોલીશ તો ભવિષ્યમાં મારૂં
બગાડશે એમ માનીને અથવા સામો બળવાન હોય અને પોતે નિર્બલ હોયતો બોલવા કરતાં સહન કરી લે. જો સહન નહિ કરું તો જરૂર મારૂં બગાડીને અપકાર કરશે એમ માનીને ક્ષમા રાખવી તે અપકાર ક્ષમા કહેવાય છે. આ ક્ષમા પણ સ્વાર્થીલી હોવાથી આત્માને કોઇ ઉપયોગી થતી નથી માટે આ પણ સંસાર વર્ધક ક્ષમા ી છે.
(૩) વિપાક ક્ષમા :- જો ક્રોધ કરીશ તો કર્મ વધી જશે અને મારે દુ:ખી થવું પડશે એવો વિચાર કરીને કર્મના ભયના કારણે ક્ષમા રાખવી તે વિપાક ક્ષમા કહેવાય છે. આ ક્ષમા પહેલી બે ક્ષમા કરતાં કાંઇક સારી છે. માત્ર ર્મના ભયના કારણે સહન કરે છે એટલું જ પણ ર્ક્સ નાશ કરવાની ભાવના પેદા થવા દેતું નથી અને તે વિચારને આગળ વધારીને ધર્મ ક્ષમા પેદા થવામાં ઉપયોગી ન હોવાથી જ્ઞાનીઓએ સામાન્ય કોટિની ક્ષમા લી છે.
આ ક્ષમા પણ જીવનો સંસાર વધારી શકે છે. આથી આ ત્રણે પ્રકારની ક્ષમા આત્માની ઉન્નતિમાં ઉપયોગી થતી ન હોવાથી મહાપુરૂષો આ ક્ષમાને સ્વાર્થીલી ક્ષમા હે છે. તેમાં ત્રીજા પ્રકારની ક્ષમા કોક વાર જીવને, સદ્ઉપદેશ સાંભળવા મલે તો લાભ થવાની શક્યતા વાળી બની શકે એટલા પુરતી ઉપયોગી માનેલી છે.
વચન ક્ષમા :- વચન એટલે ભગવાનની આજ્ઞા, ભગવાનની આજ્ઞા છે કે ક્રોધ કરાય નહિ. ક્ષમા રાખવી જ જોઇએ. એમ વિચારીને ક્ષમાને ધારણ કરે તે. આ ક્ષમા ભગવાનના વચન પ્રત્યેની શ્રધ્ધા મબુત કરવામાં ઉપયોગી હોવાથી આત્મ કલ્યાણ કરવામાં સહાયભૂત થનારી છે માટે ગ્રહણ કરવા યોગ્ય છે.
ધર્મ ક્ષમા :- મારા પોતાના આત્માનો જ ધર્મ છે કે ક્રાધ થાય જ નહિ. ક્ષમા જ રાખવી જોઇએ જે અજ્ઞાન માણસ હોયતે ક્રોધ કરે. તે અજ્ઞાન ક્રોધ કરીને પોતાના આત્માને જ બાળે છે માટે અજ્ઞાની પ્રત્યે ક્રોધ કરવો એ ધર્મ નથી તેને સહન કરવું એ ધર્મ છે એમ માનીને ક્ષમાને ધારણ કરવી તે ધર્મ ક્ષમા છે. જેમકે શ્રમણ ભગવાન મહાવીર ઉપર સંગમે ઘણા પ્રતિકૂળ ઉપસર્ગો ર્ડા. છેલ્લે અનુકૂળ ઉપસર્ગો કર્યા અને થાક્યો એટલે પાછો જ્વા માંડ્યો અને જાય છે ત્યારે ભગવાનના આત્માને તેના પ્રત્યે ગુસ્સો આવવાને બદલે કરૂણા આવી. વિચાર કરે છે કે સંસાર તારક ગણાતાં એવા અમે, મને પામીને આ આત્મા સંસારમાં રખડશે એને પણ હું તારી શકતો નથી એ વિચાર વાળી કરૂણા પેદા થયેલ છે. અહીં કવિ કહે છે કે આવા આત્મા ઉપર કરૂણા કરી રહેલા ભગવાનના અંતરમાં રહેલો ક્રોધ ભગવાનને કહે છે
Page 217 of 325