________________
નિરે અને બંધ થાય તો પણ શુભ બંધ થાય. વિષયાદિમાં ઉપયોગ, એ અપ્રશસ્ત ઉપયોગ અને એનાથી અશુભ બંધ થાય. અશુભ બંધથી બચવા માટે અપ્રશસ્તનો ત્યાગ જરૂરી છે અને નિર્જરા તથા શુભ બંધ માટે પ્રશસ્તનો સ્વીકાર જરૂરી છે. ઉપસંહાર
આ ઉપરથી સૌ કોઇએ વિચાર કરવો જોઇએ કે-આપણને મળેલી ઇન્દ્રિયોનો આપણે સદુપયોગ કરી રહ્યા છીએ કે દુરૂપયોગ? એ એક વાત. બીજી વાત એ કે-દુરૂપયોગ વધુ કે સદુપયોગ વધુ ? ત્રીજી વાત એ કે-થોડો પણ સદુપયોગ, એ શા માટે ? ધ્યેય સાબૂત છે કે નહિ ? થોડો પણ સદુપયોગ ઘણા સદુપયોગના ઇરાદાથી ખરો કે નહિ ? એ ઇરાદો હોય તો દુરૂપયોગ થાય તે ડંખે. આજે આ જાતિના વિચારો લગભગ નાશ પામતા જાય છે. પોતે પ્રવૃત્તિ કરે એના હેતુ, ફલ આદિનો વિચારેય નહિ એ કયી દશા ? આત્માના હિતનો વિચાર કરનારા બનો. ઇન્દ્રિયો મળી છે તો એનાથી કેમ સાધી લેવાય, તેની ચિન્તા કરો.
નિવૃત્તિ માટે પ્રશસ્ત પ્રવૃત્તિ આવશ્યક છે. પ્રશસ્ત પ્રવૃત્તિ વિના નિવૃત્તિ મળવાની નથી. પ્રશસ્ત પ્રવૃત્તિ, એ નિવૃત્તિ પામવાનો રાજમાર્ગ છે. નિવૃત્તિના નામ માત્રથી મુંઝાઓ નહિ. અત્યારે નિવૃત્તિ એટલી કે-અપ્રશસ્તનો ત્યાગ અને પ્રશસ્તનો સ્વીકાર. સાધ્યભૂત નિવૃત્તિને લાવનારો છે.
ઇન્દ્રિયોને અપ્રશસ્ત મીટાવી પ્રશસ્ત બનાવવા માંડો. જેમ ઇન્દ્રિયોમાં તેમ કષાયોમાં અને યોગોમાં. કષાયાને અને યોગોને પણ અપ્રશસ્ત મીટાવી પ્રશસ્ત બનાવી દેવાના. ઇન્દ્રિયો, કષાયો અને યોગો કર્મબંધનું અને સંસારવૃદ્ધિનું કારણ હોવા છતાં પણ જો એને પ્રશસ્ત બનાવી દેવામાં આવે, તો એ જ કર્મનિર્જરાનું અને સંસારમુકિતનું કારણ બને. એમ કર્યા વિના સંસાર છૂટે નહિ અને મોક્ષ મળે નહિ.
કોઇ કહે કે-ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ? કષાયવાળી પ્રવૃત્તિ ? યોગની પ્રવૃત્તિ ? એને કહેવું કે-હા, પણ તે પ્રશસ્ત. જ્ઞાનિઓની આજ્ઞા મુજબની ! ઇન્દ્રિયો, કષાયો અને યોગોના નામમાત્રથી ગભરાયા વિના આજ્ઞા તરફ જોતા બનો. જે આજ્ઞા મુજબ તે તારે અને જે આજ્ઞાથી વિપરીત તે ડૂબાડે. જ્ઞાનિઓએ પ્રશસ્ત ઉપયોગની આજ્ઞા કરી, માટે એ તારે જ એમ સમજીને ચાલવું. આજ્ઞા મુજબનો ક્રોધ પણ તારે, માન પણ તારે, માયા પણ તારે અને લોભ પણ તારે ! શરત એ કે-આજ્ઞા મુજબ જોઇએ.
આજ્ઞા પ્રત્યે બહુમાન ન હોય, તેને આમાં મુંઝવણ થાય તે સ્વાભાવિક છે. એવાઓની દયા ખાવ. આજ્ઞા સામે ચેડાં કાઢનારા પામરો છે. આપણે તો આજ્ઞાને વળગવું. આજ્ઞાને વળગશે તે નિયમા તરશે અને આજ્ઞા મુજબની ક્રિયાઓમાં પણ જે શંકાશીલ બનીને પ્રશસ્તનો વિરોધ કરશે એ નિયમા ડૂબશે. જે બીચારા ડુબવાના ધંધામાં ફસ્યા છે તેમની દયા ખાવ : તે પણ પામો એવી ભાવના રાખા અને આજ્ઞા
જબ વર્તવાને પ્રયત્નશીલ બનો. આજ્ઞા મુજબ આપણે વર્તીએ તો જ સ્વપર ઉપકારક નિવડીએ. વિના અધિકારે આજ્ઞાના બન્ધનને ફગાવીને વર્તનારાઓ સ્વ૫ર-હિતના કારમા ઘાતકો છે.
દશ પ્રકારનો યતિધર્મ (૧) ક્ષમા (૨) નિરભિમાનતા (3) સરલતા (૪) નિર્લોભતા (૫) સત્ય (૬) શૌચ (૭) અપરિગ્રહ (૮) તપ (૯) સંયમ અને (૧૦) બ્રહ્મચર્ય. (૧) ક્ષમા ધમાં વર્ણન
ક્રોધનો અભાવ તે ક્ષમા કહેવાય છે એ પાંચ પ્રકારે થઇ શકે છે. (૧) ઉપકાર ક્ષમા (૨) અપકાર ક્ષમા (૩) વિપાક ક્ષમા (૪) વચન ક્ષમા અને (૫) ધર્મ ક્ષમા.
Page 216 of 325