________________
તે પ્રશસ્ત ચક્ષુ કહેવાય. સ્ત્રીનાં અંગોપાંગાદિને જોવામાં આત્મા રાગ-દ્વેષથી ખરડાય છે, માટે એ અપ્રશસ્ત ઉપયોગ. દુનિયાનાં રૂપરંગ જોવામાં ચક્ષુનો ઉપયોગ, એ અપ્રશસ્ત. દેખાઇ જાય તોય રાગ-દ્વેષ નહિ થવા દેવો. આત્મકલ્યાણના સાધનને જોવું તે સદુપયોગ. એમ થવું જોઇએ કે-મોહને પેદા કરનારી ચીનાં દર્શન, એ મારે માટે પાપરૂપ છે. પ્રશસ્ત-અપ્રશસ્તનો વિવેક થશે, તો એ ખ્યાલ આવશે. મોહને પેદા કરનારી વાતો સાંભળવી એ જેમ પાપ રૂપ છે,તેમ એવી વાતો વાંચવી એય પાપ રૂપ છે. જે વાંચવાથી મોહ વધે તે નહિ વાંચવું અને જે વાંચવાથી મોહ હઠે તે આજ્ઞા મુજબ વાંચવું. વિચાર કરો, ચોવીસ કલાકમાં અપ્રશસ્ત ઉપયોગ કેટલો અને પ્રશસ્ત ઉપયોગ કેટલો ? ઘરમાં પણ આ વાતો કરવા માંડો, કે જેથી ધીમે ધીમે અપ્રશસ્ત ઘટે અને પ્રશસ્ત વધે. આ શિક્ષણ અને આ સંસ્કાર પામેલો, તીવ્ર પાપોદય વિના ઉન્માર્ગે જાય નહિ. આનો ખ્યાલ હોય તે ન છૂટકે વ્યવહારની વાત કરે, પણ બીજી પંચાતમાં પડે નહિ. પછી નિદા ઉભી રહે કે જાય ? જાય જ. ધાણેન્દ્રિયની પ્રશid તથા અwારndi
ત્રીજી ઇન્દ્રિય કયી ? નાસિકા. એનો પ્રશસ્ત ઉપયોગ કયો ? શ્રી ક્નિશ્વરદેવની પૂજામાં દ્રવ્ય ઉત્તમ સુગંધીવાળાં જોઇએ, પણ સુગંધી વિનાનાં કે દુર્ગધીવાળાં નહિ જોઇએ. શ્રી જિનપૂજામાં ઉપયોગી કુસુમ, કુંકુમ, કર્પરાદિને પરીક્ષા માટે સુંઘાય, તે ધ્રાણેન્દ્રિયનો પ્રશસ્ત ઉપયોગ કહેવાય
સ. પૂજાનાં દ્રવ્યો સુંઘાય ?
લેવા ગયા પછી પરીક્ષા માટે સુંઘાય અને બીજા લેવાય. બધાં સુઘવાં પડે એમ તો નહિ ને? પૂજા માટેનાં દ્રવ્યો ન સુંઘવાં એ મર્યાદા જૂદી છે અને આ વાત જુદી છે. ગુરૂ તથા ગ્લાનાદિ માટે પથ્ય ઔષધાદિની પરીક્ષામાં ઉપયોગ, એ પણ પ્રશસ્ત ઉપયોગ. સાધુઓનાં અન્નપાન યોગ્યાયોગ્ય છે કે નહિ તે જાણવા માટે ઉપયોગ, એય પ્રશસ્ત ઉપયોગ. સૌને મર્યાદા મુજબ વર્તવાનું. વાત એ કે-પૌદ્ગલિક ભાવનાથી સુંઘવું નહિ જોઇએ. બાકી ભકિત માટે મર્યાદા મુજબ સુંઘાય, તો તે પ્રશસ્ત ઉપયોગ ધેવાય. સુગન્ધનો રાગ અને દુર્ગધનો દ્વેષ, એ અપ્રશસ્ત ઉપયોગ. સુગન્ધ લેવા માટે સુંઘવું, એ અપ્રશસ્ત ઉપયોગ. દુર્ગધનો દ્વેષ, એય અપ્રશસ્ત ઉપયોગ. જીહવેજિયની પ્રશdoi તથા અપ્રશdi
ચોથી જીલૅન્દ્રિય, પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં ઉપયોગ, એ પ્રશસ્ત ઉપયોગ. વાંચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા-એ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં ઉપયોગ થાય, તે જીવેન્દ્રિય પ્રશસ્ત કહેવાય. દેવ-ગુરૂની સ્તુતિમાં, ધર્મદેશનાદિમાં અને ગુર્વાદિની ભકિતથી અન્નપાનની પરીક્ષામાં-એ વિગેરેમાં ઉપયોગ, એ જીવેન્દ્રિયનો પ્રશસ્ત ઉપયોગ. ચારે પ્રકારની વિસ્થામાં ઉપયોગ થાય, પરની તમિ વિગેરેમાં ઉપયોગ થાય, રાગ-દ્વેષથી ઇનિષ્ટ આહારાદિમાં ઉપયોગ થાય એટલે ઇષ્ટ વ્હેરથી ખવાય ને અનિષ્ટમાં થયુ કરાય, એ વિગેરે અપ્રશસ્ત ઉપયોગ કહેવાય.પાપકથા એટલે રાજસ્થાદિ અને ચારિત્રાદિને ભેદનારી કથા કરવી, એ પણ અપ્રશસ્ત ઉપયોગ છે. રસ્પર્શનબ્રિયની પ્રશdoi તથા અvશરddi
પાંચમી સ્પર્શેન્દ્રિય. શ્રી ક્લેિશ્વરદેવને સ્નાનાદિ કરાવવામાં અને ગુરૂ તથા ગ્લાનાદિની વૈયાવચ્ચમાં-એવાં આત્મકલ્યાણકારી કાર્યોમાં ઉપયોગ, એ પ્રશસ્ત ઉપયોગ અને આત્મકલ્યાણને હણનારી પ્રવૃત્તિમાં ઉપયોગ, વિષયાદિમાં ઉપયોગ, એ અપ્રશસ્ત ઉપયોગ. શ્રી જિનભકિતમાં, ગરૂભકિતમાં ગ્લાનાદિની વૈયાવચ્ચમાં ઉપયોગ, એ પ્રશસ્ત ઉપયોગ છે. એનાથી કર્મ નિર્જરે કે નહિ ?
Page 215 of 325