________________
સંભવિત છે કે- “સામાન્ય મુનિચર્યાથી અજ્ઞાન ન ટળે એ બનવાજોગ છે, પણ આવી ઉત્કટ અનિચર્યા આચરવા છતાં પણ મારું અજ્ઞાન દૂર નથી થતું, માટે આથી શો લાભ?' પણ ઉપકારિઓ ફરમાવે છે કે-આવા વિચાર ઉપર વિજય મેળવીને, નિરાના હેતુથી ઉત્કટ ચર્યા આચર્યે જ રાખવી જોઇએ, કે જેથી આપોઆપ અજ્ઞાન દૂર થાય : પણ એવા વિચારથી વ્યાકુલ બનીને “અજ્ઞાન-પરીષહ ને આધીન થવું એ સારું નથી. જ્ઞાનાવરણીયનાં ઉત્કટ આવરણો હોય તો એકદમ અજ્ઞાન ન પણ ટળે, માટે અજ્ઞાન-પરીષહ' ને સહવામાં સામર્થ્યહીન બનવું એ શ્રેયસ્કર નથી. જ્ઞાનના મદને અટકાવવા માટેના અને તેને ટાળવા માટેના ઉત્તમ વિચારો
વળી-જ્ઞાનાવરણીય કર્મના સુંદર ક્ષયોપશમને ધરનારા મહાપુરૂષો સમસ્ત શાસ્ત્રના સારને પણ જાણનારા બની શકે છે. એવા પણ મહાપુરૂષો હોય છે, કે ઓ પોતના કૂલમાં કોઇ પણ શાસ્ત્રીય વાતનો વાસ્તવિક નિર્ણય આપવાને સમર્થ હોય. એવા મહાપુરૂષોને માટે પણ ઉપારિઓ ફરમાવે છે કે-તેઓએ પણ અહંકારથી સદા બચતા રહેવું જોઇએ. સુંદરમાં સુંદર જ્ઞાનને ધરનારા મહાપુરૂષોએ, અજ્ઞાન-પરીષહ ના વિજય માટે પોતાના જ્ઞાનનું અભિમાન ધરવું જોઇએ નહિ. પ્રાપ્ત જ્ઞાનના અભિમાનથી બચવા માટે પણ જ્ઞાની આત્માઓએ ઉત્તમ વિચારોમાં લીન બનવું જોઇએ. ગમે તેટલા વિશદ જ્ઞાનને ધરનારા આત્માઓ પણ જો યોગ્ય રીતિએ વિચાર કરે, તો તેઓ મદથી બચી શકે અગર તો ઉત્પન્ન થયેલો તેમનો મદ ગળી ગયા વિના રહે નહિ. ઉપકારી મહાપુરૂષો ફરમાવે છે કે પૂર્વના પુરૂષસિહોના અનન્ત જ્ઞાનને જાણનારા અને એ અનન્ત જ્ઞાનથી તો કેઇગણા અલ્પ જ્ઞાનને ધરનારા વર્તમાન પુરૂષો કયી વસ્તુના બળે પોતાની બુદ્ધિ દ્વારા મદને પામે છે?” અર્થાત્ - ‘પૂર્વના મહાપુરૂષોના જ્ઞાનની આગળ મારૂં જ્ઞાન કશા જ હિસાબમાં નથી, એટલે મારે માટે મદ કરવા જેવું છે પણ શું ?' –એવો વિચાર કરીને મદને આવતાં અટકાવવો જોઇએ અગર તો આવેલા મદને ટાળી દેવો જોઇએ. વળી જ્ઞાનનો મદ આવે નહિ અગર તો આવેલો મદ ટળી જાય, એ માટે એવો પણ વિચાર કરવો જોઇએ કે“જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે-એમ શાસ્ત્રકાર મહાત્માઓ ફરમાવે છે, જ્યારે હુંતો છત્મસ્થ હોઇ એક પણ વસ્તુના સંપૂર્ણ સ્વરૂપને તત્ત્વથી જાણતો નથી. આથી સ્પષ્ટ છે કે-સક્લ પદાર્થને સંપૂર્ણ સ્વરૂપે સાક્ષાત્ કરનારૂં જ્ઞાન તો મારામાં છે જ નહિ. આમ છતાં પણ સામાન્ય જ્ઞાન માત્રથી અભિમાન કરવું, એમાં ડહાપણ શું છે ?” વળી એવો પણ વિચાર કરવો એ હિતકારી છે કે- “કર્મોના ઉપક્રમના એટલે વિનાશના કારણભૂત એવા તપ આદિથી પણ જો મારું છદ્મસ્થપણું ટળતું નથી, તો એવા કારમા શત્રુ રૂપ છમસ્થપણાની હયાતિમાં પણ મારા માટે અહંકારનો કયો અવસર છે?” આવી આવી જાતિના વિચારો દ્વારા જ્ઞાનના અભિમાનથી બચવાપૂર્વક નમ્ર બનીને, અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ બન્યા થકા, ‘અજ્ઞાન-પરીષહ” ઉપર વિજય મેળવવાને સહજ રહેવું, એ જ સાચી સુભટતા છે. અજ્ઞાનના અભાવમાં અહંકારી ન બનવું અને અજ્ઞાનના અભાવમાં હતોત્સાહી ન બનવું, એ “અજ્ઞાન-પરીષહ' ના વિજ્યનું પ્રબળ સાધન છે. એ સાધનની સાધના, એ સાચો કલ્યાણનો માર્ગ છે. બાવીસમો દર્શન-પરીષહ
અજ્ઞાન, એ એક ભયંકર પાપ છે. અજ્ઞાનનો સ્વામી જો જ્ઞાનિની નિશ્રામાં ન રહે, તો એ અનેક પાપોનો આચરનાર બને છે. એ ભયંકર દોષ રૂ૫ અજ્ઞાન, દર્શન એટલે સમ્યકત્વમાં પણ સંશય પેદા
Page 196 of 325