________________
કરનારું છે : આથી એક્વીસમા “અજ્ઞાન-પરીષહ પછી છેલ્લો એટલે બાવીસમો પરીષહ સમ્યકત્વ-પરીષહ આવે છે. આ સમ્યકત્વ એ જ જ્ઞાન અને ચારિત્રને સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર બનાવનાર છે. અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલ તત્ત્વો ઉપરની જે રૂચિ, અનું નામ સમ્યકત્વ છે. આમાં સઘળાય રૂપી-અરૂપી પદાર્થોની શ્રદ્ધા જ્ઞાનિઓએ ફરમાવ્યા મુજબ કરવાની હોય છે. તાત્વિક યથાર્થ બાબતોમાં કેટલીક એવી જાતિની પણ હોય છે, કે જેની યથાર્થતાને માટે જ્ઞાનિઓને પણ શ્રદ્ધા જ રાખવાની હોય છે. કેવલજ્ઞાન સિવાય જે વસ્તુઓનો સાક્ષાત્કાર શકય જ નથી, એવી વસ્તુઓ જ્ઞાનિઓની આજ્ઞાથી જ માનવાની હોય છે. અજ્ઞાનિઓને એવી વસ્તુઓ વિષે શંકા થઇ જવી એ સહજ છે. અજ્ઞાનના યોગે આત્મા આદિ ઉપર, તપના મહિમા આદિ ઉપર, અરે ખૂદ શ્રી જિનેશ્વરદેવો આદિ ઉપર પણ સંશય પેદા થવાનો સંભવ છે. આથી બચવા માટે- “શ્રી જિનેશ્વરદેવો રાગ, દ્વેષ અને અજ્ઞાનથી રહિત હોવાના કારણે કદી જ અસત્ય બોલે નહિ.” -આ જાતિના વિચારથી અનંતજ્ઞાનિઓનાં વચનો ઉપર અખંડિત શ્રદ્વાળુ બન્યા રહીને, “સમ્યકત્વ-પરીષહ ના વિજય માટે પણ સમર્થ સુભટ બનવું જોઇએ. જો મિથ્યાત્વના ઉદયથી ઉત્પન્ન થયેલા અથવા થતા અજ્ઞાનને આધીન બનીને સમ્યક્ત્વ ગુમાવ્યું, તો સઘળી મહેનત માથે પડવી છે. આથી બચવા માટે ન સમજાય તો પણ અનંતજ્ઞાનિઓની આજ્ઞાઓ ઉપર અખંડિત શ્રદ્ધા રાખી, સમ્યક્ત્વમાં સુનિશ્ચલ બન્યા રહેવું એ જ શ્રેયસ્કર છે : કારણ કે-સમ્યકત્વ ગયું તો સઘળું જ ગયું, એમ ઉપકારિઓ ફરમાવે છે. પરીષહોળા જય માટે આભાને ઉત્સાહિત બનાવવો જોઈએ.
આ રીતિએ ઉપકારિઓએ બાવીસ પરીષહો ફરમાવ્યા છે. મુનિઓએ આ પરીષહો રૂ૫ શત્રુઓથી સદાય સાવધ રહેવું જોઇએ અને આ શત્રુઓના વિજય માટે માસુભટો બનવું જોઇએ. મુનિઓએ આ પરીષહોને સદ્દગુરૂઓ પાસે સાંભળવા જોઇએ, સમ્યક્ પ્રકારે સમજી લેવા જોઈએ અને વારંવારના અભ્યાસથી આ પરીષહોને સામર્થ્યહીન બનાવી દેવા જોઇએ. સુધા, પિપાસા આદિ પરીષહોનો વિજય સાધવામાં એકતાન બનેલા મહાત્માઓ પોતાને પ્રાપ્ત થએલી સામગ્રીનો સુન્દરમાં સુન્દર પ્રકારનો સદુપયોગ કરનારા બની શકે છે, જ્યારે પરીષહના શ્રવણ માત્રથી જ ભાગનારા કાયર આત્માઓને મુનિપણાથી પતન પામતાં પણ વાર લાગતી નથી. પૌગલિક અનુકૂળતાઓનું અથિપણું, એ અતિશય ભયંકર વસ્તુ છે. કેવળ પૌગલિક અનુકૂળતાઓને જ શોધ્યા કરનારો મુનિ મુનિ રહી શકતો નથી. પૌગલિક અનુકૂળતાઓને મેળવવા અને ભોગવવાના જ વિચારોમાં લીન બનેલા મુનિઓ કેવળ વેષથી જમુનિઓ છે. એવાઓ ચારિત્રથી તો ભ્રષ્ટ થાય છે, પણ પૌગલિક અનુકૂળતાઓનો રાગ તેમને દર્શનથી પણ ભ્રષ્ટ બનાવનારો નિવડે છે. સાધુઓથી પૌદ્ગલિક અનુકૂળતાઓ ભોગવી શકાય એનું સમર્થન કરવાની એવાઓને કુટેવ પડી જાય છે અને એ કુટેવ આગળ વધતાં આત્માને દર્શનથી ભ્રષ્ટ બનાવે તો આશ્ચર્ય પામવાનું કોઈ કારણ નથી. સાધુઓએ અનુકૂળતાના અર્થિપણાથી તો બચવું જ જોઇએ : એટલું જ નહિ, પણ આપોઆપ પ્રાપ્ત થયેલી અનુકૂળતાઓનો ય શકય ત્યાગ કરીને પ્રતિકૂળતાઓને સમભાવે સહવામાં રાચનારા બનવું જોઈએ. પ્રતિકૂળતાઓ, એ તો કર્મનિર્જરા સાધવાની સુન્દર તક છે-એમ માનીને સાધુઓએ સદા કર્મનિર્જરા સાધવાની જ તત્પરતા દાખવવી જોઇએ. જે પ્રતિકૂળતાઓ સહવાનું સામર્થ્ય ન હોય, તેવી જાતિની પ્રતિકૂળતાઓ પણ જ્યારે સહી શકાય, એવી ભાવના રાખવી જોઇએ અને કારમાં પણ પરીષહોના વિજેતા મહામુનિઓનાં દ્રષ્ટાંતો
Page 197 of 325