________________
ન
કોઇને જ કરવો પડતો નથી. એટલે જો મેં જ્ઞાનાવરણીય કર્મોનો બંધ ન કર્યો હોત, તો આજે એ કર્મોના ઉદયનું ફલ-જે પ્રજ્ઞાનો અપકર્ષ-તેનું પાત્ર હું થયો ન હોત. ખરેખર, જીવો પોતે જ શુભાશુભ કર્મોને કરે છે અને પોતે જ એ કર્મોના ફલ રૂપ જે સુખો અને દુ:ખો, તેનો ઉપભોગ કરે છે. આત્મા તો સ્ફટિક્વત્ અતિ નિર્મલ છે. આ અપ્રકાશપણું એ પ્રકાશસ્વરૂપ આત્માનો પ્રતાપ નથી, પણ એ તો મારા આત્માએ બાંધેલ જ્ઞાનાવરણીય કર્મોનો જે ઉદય-તેનો જ પ્રતાપ છે. ખરેખર, મેઘો દ્વારા જેમ સૂર્ય આચ્છાદિત થાય છે, તેમ આત્માનું જ્ઞાન પણ જ્ઞાનાવરણીય ક્નેથી જ આવૃત્ત થાય છે.” પ્રજ્ઞાના અપકર્ષને પામેલા આત્માઓ જો આ જાતિના વિચારો કરે, તો તેમને માટે તથા પ્રકારના કર્મબન્ધના કારણભૂત વિક્લવપણાથી બચવું, એ અતિશય સહેલું છે. ‘આ પ્રજ્ઞાનો અપકર્ષ એય જ્ઞાનાવરણીય કર્મોના ઉદયનું ફલ છે અને એ જ્ઞાનાવરણીય કર્મોં મેં જ પૂર્વે ઉપાર્જેલાં છે.' -આ વસ્તુ સમજાતાં, ખેદને ભાગ્યા વિના છૂટકો જ નથી. પછી તો, આ જાતિની સુન્દર વિચારણાને પામેલો આત્મા પોતે જ પોતાને શીખામણ દેશે કે- “હે આત્મન્ ! જો તને પ્રજ્ઞાનો અપકર્ષ ખટક્યો હોય, તો એથી બચવાનો ઉપાય વિષાદ કરવો એ નથી : વિષાદ તો ઉલ્ટો કર્મબન્ધનું કારણ છે : આ કારણે તું વિષાદને તજ અને સ્વસ્થતાને પ્રાપ્ત કર. જે કર્મોનો આ વિપાક છે, તે કર્મોનો જે જે ઉપાયોથી નાશ થાય તે તે ઉપાયોથી નાશ કરવા માટે સજ્જ થવું, એ જ તારૂં કર્તવ્ય છે. જ્ઞાન અને જ્ઞાનિઓના બહુમાન આદિ દ્વારા જ્ઞાનાવરણીય કર્મોનો નાશ થાય છે અને એ કર્મોના નાશથી કેવળજ્ઞાન પણ સાધ્ય છે, તો પછી એ દ્વારા બુદ્ધિના અપકર્ષનો નાશ અને પ્રર્ષની ઉત્પત્તિ સાધ્ય હોય, એમાં તો આશ્ચર્ય જ શું છે ? આ જાતિના દ્રઢ નિશ્ચયથી વિષાદ ઉપર વિજ્ય મેળવી, ‘પ્રજ્ઞા-પરીષહ' ના સાચા વિજેતા બની, પ્રસન્નતાથી જ્ઞાનાવરણીય કર્મોના નાશ માટે જ ઉદ્યમી બનનારા, એ પણ સાચા સુભટો છે. એવી સુભટતા યતિઓ માટે તો ખૂબ જ આવશ્યક છે. એવી સુભટતા આત્માને સાચામાં સાચો આરાધક બનાવવા સાથે કારમી વિરાધનાઓથી પણ બચાવી લે છે. એકવીસમો અજ્ઞાન-પરીષહ
પ્રજ્ઞા, એ પણ એક જ્ઞાનનો જ પ્રકાર છે અને જ્ઞાનનો વિપક્ષ અજ્ઞાન છે, એટલે વીસમા ‘પ્રજ્ઞા-પરીષહ’ પછી એક્વીસમો ‘અજ્ઞાન-પરીષહ' આવે છે. જેમ ‘પ્રજ્ઞા-પરીષહ' માં પ્રજ્ઞાનો પ્રકર્ષ અને પ્રજ્ઞાનો અપકર્ષ એમ બે પ્રકારો હોઇ, એ બેથી ક્રમસર થતા ઉત્સુક અને વિક્લવપણાથી બચવાનું હતું, તેમ આ ‘અજ્ઞાન-પરીષહ' માં પણ અજ્ઞાનનો સદ્ભાવ અને અભાવ એમ બે પ્રકારો છે અને એ બે પ્રકારોથી થતા હતોત્સાહ અને અહંકાર, આ ઉભયથી બચવું, એ ‘અજ્ઞાન-પરીષહ’ નો સાચા વિજ્ય છે.
આ પરીષહના વિજ્ય માટે, અજ્ઞાનના સદ્ભાવમાં પણ વિચાર કેવો કરવો જોઇએ એ અને અજ્ઞાનના અભાવમાં પણ કેવો વિચાર કરવો જોઇએ એ વિગેરે અનંત ઉપકારિઓએ ફરમાવેલ છે. જે સાધુઓ સંયમની સાધનામાં ઉત્કટ ઉદ્યમી ન હોય, તેઓને અજ્ઞાનની હયાતિમાં જે વિચારો નથી આવતા, તે વિચારો સંયમની સાધનામાં ઉત્કટ ઉદ્યમી બનેલાઓને અજ્ઞાનની યાતિના યોગે આવવાનો સંભવ છે. આ વાતનું નિરૂપણ કરીને, ઉપકારિઓ ફરમાવે છે કે-ઉત્કટ સંયમના આરાધકોએ એવા વિચારોને આધીન બનીને ‘અજ્ઞાન પરીષહ' થી પરાજિત થવું એ સારૂં નથી. અવિરતિ આદિ સઘળાય આશ્રવોથી વિરામ પામેલા આત્માઓને પણ જો અજ્ઞાન ન ટળે, તો એવો વિચાર આવવો એ સંભવિત છે કે- ‘જો વિરતિથી કોઇ અર્થની સિદ્ધિ થતી હોય, તો મારામાં અજ્ઞાન રહેત નહિ !' પણ આ જાતિના વિચારને આવવા દીધા વિના જ, ક્લ્યાણકામી મુનિઓએ વિરતિની આરાધનામાં જ ઉજ્જ્ઞાળ રહેવું જાઇએ. ઘોર અભિગ્રહ આદિનું પાલન કરનારા મહર્ષિઓને પણ અજ્ઞાનની હયાતિમાં એવો વિચાર આવવો એ
Page 195 of 325