________________
વિધિ મુજબ સ્થવિરકલ્પનું આસેવન કર્યા પછી, આજ્ઞા મુજબની તુલના આદિ કરી, શ્રી જિનકલ્પનો સ્વીકાર કરનારાઓમાં જેઓ વન્ન-પાત્રની લબ્ધિથી સહિત હોય છે, તે મહર્ષિઓ અચેલક પણ હોય છે. એ મહાત્માઓ ઘોર તપસ્વી પણ હોય છે. એવા મહષિઓને આ પરીષહ સહવાનો પણ વિશેષ પ્રસંગો આવે એ સંભવિત છે. તૃણ આદિથી શત થયેલા શરીરમાં સૂર્યનાં કરિણના સંપર્કથી ઉત્પન્ન થયેલા પસીનાના પ્રવેશથી, લતમાં સાર નાખવાથી જેવી પીડા થાય છે, તેવી પીડાં તે મહાત્માઓને થવી એ સંભવિત છે. એવી પીડાના પ્રસંગે પણ પરવશપણાથી ભોગવેલી નરકની કારમી વેદનાઓને યાદ કરતા થકા, એ મહાત્માઓ વિચારે કે- “નરકની પીડાઓ આગળ આ પોડાની ગણત્રી પણ શી છે ? વળી નરકમાં તો ભયંકર વેદનાઓ પરવશપણાથી ભોગવી, એટલે એમાં કોઇ તેવો લાભ થયો નથી, જ્યારે આ સ્વવશપણે સહવાથી ઘણો જ લાભ છે.” આવી વિચારણાઓથી એ મહાત્માઓ આ પરીષહને સહે, પણ પરીષહથી બચવા માટે તેઓ કમ્બલ આદિ વસ્ત્રનો સ્વીકાર ન કરે. એ મહર્ષિઓનું આ અદભૂત સહનપણું છે અને એથી એ મહર્ષિઓ “તણસ્પર્શ-પરીષહ નામના સત્તરમા પરીષદના સહન માટે સાચા સુભટો છે. આ તો શ્રી નિકલ્પિક મહર્ષિઓની વાત થઇ, પણ સ્થવિરકલ્પી મહર્ષિઓએ ય અવસરે સહનશીલતા રાખવી જોઇએ. સ્થવિરકલ્પી મહર્ષિઓ તો સાપેક્ષસંયમી હોવાથી વસ્ત્રાદિનો સ્વીકાર કરનારાઓ છે, એટલે એ મહાત્માઓને આ પરીષદના સહન માટે એવો પ્રસંગ નથી : છતાં પણ કોઇ અવસરે એવો પ્રસંગ આવી લાગે, તો આર્તધ્યાન આદિને આધીન નહિ થતાં તેને સમભાવે સહન કરી લે, તો એ મહર્ષિઓ પણ આ પરીષહના વિજેતા ગણી શકાય. શરીરની અનુકૂળતામાં જ રમનારાઓ માટે તો આ જાતિના પ્રસંગની સંભાવના નથી અને કદાચ પ્રસંગ આવી જ લાગે તો ય શરીરના ગુલામો તો એ સમયે સંયમ ભૂલી કારમા અસંયમના ઉપાસક બની જાય અને એમાં જ ડહાપણ મનાવવા જેવું દોઢડહાપણ ડોળી, ઉસૂત્રના ભાષી બન્યા વિના પણ ન રહે, એ તદન સુસંભવિત છે. અઢારમો જલ-પરીષહ
- તૃણો કેટલાંક મલિન હોવાં, એ પણ સુસંભવિત છે. એવાં મલિન તૃણોના સ્પર્શથી પસીનાના યોગે જલ્લ એટલે મલ થવો એ સ્વભાવિક છે. આ કારણે અઢારમો પરીષહ “જલ્લ-પરીષહ આવે છે. શરીરની મમતામાં પડેલ અને સ્વચ્છતા રૂપ સ્વચ્છન્દ આચારને સેવનારા, આ પરીષદના સહન માટે ગળીઆ બેલ જેવી દશાને જ અનુભવનારા હોય છે. એવા સ્વચ્છન્દાચારી સાધુઓ તો નામના જ સાધુઓ હોય છે, એટલે એ બીચારાઓને પરીષહ જેવું હોતું જ નથી. એવાઓ તો પ્રાય: વર્તમાનના કહેવાતા સુધારકોની માફક શાસ્ત્રો પ્રતિ પણ અરૂચિવાળા જ હોય છે. ભાગ્યવાન આત્માઓ જ પોતાનાં પ્રમાદાચરણોથી કંપતા હોય
ઓિ પરીષહના સહન જવી ઉત્તમ દશાને ન પામે એ બને, છતાં પણ તેઓ એ ઉત્તમ જીવનના ઉત્કટ અભિલાષી તો અવશ્ય હોય છે જ. ઉત્તમ જીવનની ઉત્કટ અભિલાષાપૂર્વક શક્ય એટલું સુન્દર જીવન જીવવામાં જ આનન્દ માનનારા મહાત્માઓનું જીવન પણ ધન્ય છે. મલના યોગે ખાનની ઇચ્છા થઇ જવી એ સહજ હોવાથી પરીષહ સહનમાં શ્રેય માનનારા મહર્ષિઓએ પ્રભુ-આગમને સદાય સ્મૃતિપથમાં રાખનારા બનવું જોઇએ. શ્રી નિગમ તો સ્નાન કરવાની ઇચ્છા કરવાનો પણ નિષેધ કરે છે. સ્નાનના નિષેધ માટે પ્રભુ-આગમ એવું પણ છે કે
"वाहिओ वा अरोगीवा, सिणाणं जो उ पत्थए ।
વોવપં તો હો યારો, નતો હવ સંનમો III” આ આગમવચનનો ભાવ એવો છે કે-જે કોઇ સાધુ રોગી અવસ્થામાં કે અરોગી અવસ્થામાં સ્નાન
Page 191 of 325