________________
મહામુનિ, એ “રોગ-પરીષહ ના સાચા વિજેતા હોઇને સુભટ રૂપ છે. આ સ્થાને એ પ્રશ્ન જરૂર ઉઠે કે
શા માટે રોગને સહે? ચિકિત્સા કરાવવા દ્વારા એ રોગનો નાશ કેમ ન કરે?' પણ અનંત ઉપકારિઓ ફરમાવે છે કે- ‘ચિકિત્સા દ્વારા રોગને શમાવવામાં જે લાભ છે, એના કરતાં રોગને સહી લેવામાં અનંતગુણો લાભ છે.” આવું કહેનારા ઉપકારિઓ પણ, અનંતજ્ઞાનિઓ હોવાના કારણે અગર તો અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ જ બોલનારા હોવાના કારણે સૌને માટે એકસરખું વિધાન નથી ફરમાવતા. એ ઉપકારિઓ ફરમાવે છે કે શ્રી જિનકલ્પી આદિ મહર્ષિઓ તો ચિકિત્સાનું અનુમોદન પણ ન કરે. જ્યાં અનુમતિનો પણ નિષેધ છે, ત્યાં ચિકિત્સા કરે અગર કરાવે-એ વાતનો તો એ મહાપુરૂષો માટે આપોઆપ જ નિષેધ થઇ જાય છે. શ્રી જિનકલ્પી આદિ મહાપુરૂષો તો- “આ મારાં પોતાનાં કરેલાં કર્મોનાં જ ફળ છે.' -આ જાતિના વિચારથી સમાધિમાં જ નિમગ્ન રહે. ગમે તેવા વ્યાધિમાં પણ એ મહાપુરૂષો હાયવોય ન કરે. ભયંકર રોગમય અવસ્થાને પામવા છતાં પણ, એ મહાપુરૂષો તો કેવલ પોતાનો ચારિત્રમય આત્મા ચારિત્રમય બન્યો રહે, એવી જ દશાના ઉપાસક બન્યા રહે. એવી ઉત્તમ આચરણાથી શ્રી નિલ્પ આદિને ધારણ કરનારા મહષિઓ “રોગ-પરીષહ' ના સુંદરમાં સુંદર વિજેતા બને છે. શ્રી નિકલ્પ આદિને ધરનારા મહર્ષિઓ જ્યારે ‘ચિકિત્સા' ની અનુમોદનાથી પણ પર: આજ્ઞા મુજબ “રોગ-પરીષહ ના વિજેતા બને છે ત્યારે શ્રી સ્થવિરકલ્પમાં રહેલા મહર્ષિઓ,
સ્થવિરકલ્પની મર્યાદા મુજબ “રોગ-પરીષહ” ના વિજ્ય માટે યત્નશીલ હોય છે. સ્થવિરકલ્પના ઉપાસક મુનિઓને માટે કરવા, કરાવવા અને અનુમોદવા દ્વારા પાપવ્યાપારનો નિષેધ છે અને ચિકિત્સા પ્રાય: સાવદ્ય જ હોય છે. આથી પોતાનું ચાલે ત્યાં સુધી, એટલે કે-સમભાવથી સહવાનું સામર્થ્ય હોય ત્યાં સુધી, ઉત્સર્ગ-માર્ગે એ મહાત્માઓ પણ ચિકિત્સાનું અનુમોદન ન કરે. અપવાદ-માર્ગે તો જો સહવાનું સામર્થ્ય ન હોય તો સ્થવિરકલ્પી મહર્ષિઓ માટે સાવદ્ય એવી પણ ચિકિત્સાની આજ્ઞા છે. શ્રી જિનકલ્પી આદિ મહર્ષિઓ માટે કેવલ ઉત્સર્ગ રૂપ માર્ગ છે, ત્યારે શ્રી સ્થવિર કલ્પી મહર્ષોિ માટે ઉત્સર્ગ અને અપવાદ એ ઉભય માર્ગ છે. આ અપવાદ માર્ગનું આસેવન ખાસ કારણ વિના તો કરવાનું નથી જ. જેઓ ઔષધના શોખીન જેવા બની ગયા છે, તેઓ તો માર્ગ જ ભૂલ્યા છે. આજે તો રસલમ્પટતાના પોષણ માટે જ કેટલાકો ઔષધાદિનું આસેવન કરનારા બની ગયા છે. વૈદ્ય આદિએ નિષિદ્ધ કરેલી વસ્તુઓ પણ જો રસનાને અનુકૂળ હોય, તો એવાઓ એના ઉપભોગમાં વૈદ્ય આદિની આજ્ઞાની પણ દરકાર કરતા નથી અને વૈદ્ય આદિએ કહેલ અનુકૂળ વસ્તુઓ તો હેલ પ્રમાણથી પણ અધિક લેવા માટે જ સજ્જ રહે છે. આ જાતિની ચિકિત્સા એ, અપવાદ માર્ગની પણ ચિકિત્સા નથી. વસ્તુત: એ નામ માત્રની અને નિષિદ્ધ માર્ગની જ ચિકિત્સા છે. આવા નિષિદ્ધ માર્ગનું આસેવન કરનારા પણ જો હૃદયથી દુ:ખી થતા રહેતા હોય, તો તેટલા પૂરતું ઠીક, બાકી તો એ માર્ગના નામે ઉન્માર્ગનું આસેવન કરી સ્વ-પરને તેઓ અતિશયપણે ડૂબાવનારા જ બને છે. ઉપકારિઓ ફરમાવે છે કે-વેદના અસહા બને ત્યારે દુર્ગાનથી બચવા માટે અને રત્નત્રયીની આરાધના તથા શુદ્ધ તપના આસેવન આદિના આલંબનથી જ સ્થવિરકલ્પી મુનિઓ વિધિ મુજબ ચિકિત્સા કરે, એ પણ “રોગ-પરીષહ નું સહન જ છે. સત્તરમ તણા -પરીષહ
રોગથી પીડિત મહાત્માને શયન આદિમાં તૃણસ્પર્શ પણ અતિ દુ:સહ બને છે, એ જ કારણે સત્તરમો પરીષહ ‘તૃણ સ્પર્શ-પરીષહ નામનો છે. આ પરીષહ શ્રી નિકલ્પિકની અપેક્ષાએ છે. એ મહાત્માઓ આજ્ઞા મુજબની રીતિએ, અતિશય આદિ પ્રાપ્ત થયા પછી અચેલક આદિ બનેલા હોય છે.
Page 190 of 325