________________
કરવાની પ્રાર્થના કરે, તો તે આચારનું ઉલ્લંઘન કરનારો છે અને સંયમનો ત્યાગ કરનારો છે. આ આગમ-વચનનો યથાર્થપણે સ્વીકાર કરનારા મહાત્મા “મલપરીષહ ને સમભાવે સહન કરે, પણ ખાનની અભિલાષાય કરે નહિ. મલિન શરીરે શું વિચારે ?
તૃણ આદિના યોગથી શરીર ઉપર ધૂળ લાગી હોય અને ગરમીથી પસીનો થાય : એ ઉભયના યોગથી ચીકણો મલ બની કાયાને તે કિલન્ન બનાવે, એ પણ સંભવિત છે. આ દશામાં એવું મલવાનું શરીર અસહા બને. એમ છતાં પણ- “મલથી વ્યાપ્ત બનેલા શરીરવાળા એવા મને કયારે સુખનો અનુભવ થશે ?' - આવો વિચાર સરખો પણ ન કરતાં, શાંતિથી મલની પીડાને જે મુનિ સહન કરે, એ ખરે જ સાચો સુભટ સાધુ છે. “જલ્લપરીષહ ને સપ્લામાં સુભટ બનેલા મહર્ષિ વિચારે છે કે- “જગતમાં એવા ઘણાય મનુષ્યો છે, કે જેઓ અગ્નિથી બળેલાં પર્વતશિખરોની માફક કાન્તિ વિનાના દેહને ધરનારા છે : શીત, ઉષ્ણ, વાત અને આ તપ આદિથી અતિશય શુષ્ક, અતિશય દગ્ધ અને અતિશય ઉપહત થઇ ગયેલા શરીરને ધરનારા છે : તેમજ મલથી ખવાઇ ગયેલા શરીરને પણ ધરનારા છે : એમ છતાં પણ, તેઓને અકામનિર્જરા જ થતી હોવાથી ગુણ થતો નથી, જ્યારે સારી રીતિએ અનંતજ્ઞાનીઓની આજ્ઞા મુજબ સહન કરતા મને તો મહાન ગુણ છે.” આ જાતિના વિચારના પ્રતાપે એ મહાત્માઓ મલને દૂર કરવા માટે સ્નાનાદિને આચરતા નથી, પણ કર્મક્ષયના હતુથી અને શુદ્ધ મનિપણાના પાલનને માટે મલની પીડાને પણ સહી લે છે.
વધુમાં આ પરીષદના સહન માટે મહામુનિઓ એવી પણ અનુપમ વિચારણા કરે છે
“નવ શ્રોતો દ્વારા નિરન્તર મલને ઝરતું આ શરીર સેંકડો નાનોથી પણ નિર્મલ કરાવું એ શક્ય નથી.”
૫રૂષોને નવ દ્વારોથી મલ ઝરે છે. જ્યારે સ્ત્રીઓને બાર દ્વારોથી મલ ઝરે છે. નિરંતર મલને ઝરતા શરીરને નિર્મલ બનાવવાની ભાવના, એ કેવલ મોહ જ છે. આથી મલને દૂર કરવાની પણ મહાત્માઓ ઇચ્છા નથી કરતા, પછી સ્નાન કરવાની તો વાત જ શી ? યતિના આચારને જાણતા અને “જ્ઞાનનું ફલ વિરતિ છે.” -એમ માનતા મહષિઓ મલને ધારણ કરે છે, પણ તેને દૂર કરવાની કે સ્વચ્છતા માટે સ્નાન કરવાની ઇચ્છામાં કદી જ નથી રમતા. આવી ઉત્તમ મનોદશા દ્વારા જે મહર્ષિઓ આ પરીષહને સહે છે, તેઓ સાચા સુભટો છે : અને જેઓ આવા મહર્ષિઓની અનુમોદના કરવા સાથે, તેઓ પોતે પણ એવા કયારે બને ? -એવી ભાવનામાં મશગુલ રહે છે, તેઓ પણ ખરેખર ધન્યવાદના જ પાત્ર છે. ઓગણીસમો સહાર-પરસ્કાર પરીષહ
ગતના અજ્ઞાન લોકો સ્નાનાદિમાં પણ ધર્મ માનતા હોવાથી અને અજ્ઞાનો સ્વચ્છ રહેતા લોકો તરફ આદર-બુદ્ધિવાળા હોવાથી, જ્યારે મલથી ઉપલિસ મુનિના જોવામાં એમ આવે કે- “સ્નાનાદિથી પવિત્ર બનેલા લોકોનો લોકો તરફથી સત્કાર-પુરસ્કાર થાય છે.” -ત્યારે તેઓના અન્ત:કરણમાં પણ સત્કાર-પુરસ્કારની અભિલાષા જાગૃત થઇ જવી, એ અશકય નથી. નિમિત્ત પામીને પણ વાસનાઓ જાગૃત થાય છે, આથી સ્નાનાદિથી પવિત્ર એવા લોકોનો થતો સત્કાર-પુરસ્કાર જોઇને સત્કારપુરસ્કારની અભિલાષા જાગવી, એ કોઇ અસંભવિત વસ્તુ નથી. આ કારણે ઓગણીસમાં પરીષહને સત્કાર-પુરસ્કાર-પરીષહ કહેવામાં આવે છે. પરતીથિકોનાં અથવા તો સ્વતીથિકોનાં પણ અભિવાદનો આદિને જોઇને કલ્યાણકામી મુનિ એ અભિવાદન આદિનો અર્થી બને નહિ, એવી દશા પામવા માટે
Page 192 of 325