________________
કરાવવી નહિ આટલો નિયમ હોય છે. આથી એમ સમજવાનું નથી કે બાકીના બીજા જીવોની હિંસા કરીએ તો છૂટ છે. વાંધો નથી એમ માનવાનું નથી. તેની સિા છૂટી શકતી નથી માટે જ્ઞાનીઓ તેમાં મૌન રહે છે. તેમાં દાખલાથી જણાવે છે કે એક કોઇક રાજાના રાજ્યમાં પ્રજા સારી રીતે જીવે છે. એકવાર ગામમાં કૌમદિ મહોત્સવ ઉજવવાનો હોવાથી રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો છે કે આ દિવસની રાત્રીએ કોઇપણ પુરૂષે નગરમાં રહેવાનું નથી જે કોઇ રહેશે અને પકડાશે તેને દેહાંત દંડની સજા થશે. આ ઢંઢેરો રોજ ગામમાં ચાલે છે. તે ગામમાં એક શેઠને છ દીકરાઓ છે તે છએ દીકરા તેજ દિવસે પેઢીના કામ કાજમાં એવા મશગુલ છે કે તેમને આજે સાંજે નગરની બહાર જ્વાનું છે એ ભૂલાઇ ગયું. સૂર્યાસ્ત થતાની સાથે નગરના દ્વારો બંધ થયા અને છએ દીકરાઓને એકદમ યાદ આવતાં જલ્દી પેઢી બંધ કરી બહાર નીકળવા પ્રયત્ન કરે છે પણ દરવાજા બંધ થઇ ગયેલ છે. આથી ગામમાં ગમે ત્યાં ખૂણામાં જુદા જુદા સ્થાને છૂપાઇ જાય છે. રાતના કૌમુદી મહોત્સવ પૂર્ણ થતાં સવારે દરવાજા ખૂલતાં તપાસ કરતાં છએ દીકરાઓ પકડાયા. રાજા પાસે લઇ જ્વામાં આવ્યા. રાજાએ કહ્યું વધ ભૂમિ ઉપર લઇ જાઓ. ત્યાં શેઠને ખબર પડતાં રાજાને આજીજી કરે છે પણ રાજા છોડે ? તેમ અમારા ભગવાનના છએ દીકરા તમારા હાથમાં આવેલ છે અમે આજીજી કરી છોડાવવા માગીએ છીએ પણ તમે છોડો છો ? પછી શેઠે કોઇપણ એને મારવાની છૂટ આપી પાંચને બચાવવા માટે કહે છે રાજા ના પાડે છે. શેઠે કહાં બેને મારી ચારને બચાવો તેમાંય ના પાડે છે પછી કાં ત્રણને બચાવી ત્રણને મારો તોય રાજા ના પાડે છે. બેને બચાવી ચારને મારવાની છૂટ આપે છે. છેલ્લે એન્ને બચાવી પાંચને મારવાની છૂટ આપે છે અને વંશ વેલો રહે એમ જણાવે છે. એમાં જે મારવાની છૂટ આપે છે એમાં શેઠને મરાવવાની-મારી નંખાવવાની બુધ્ધિ છે? ના. તો તેવી જ રીતે તમોને એક ત્રસકાયની પણ આંશિક વિરતિ હોય છે એટલે બાકીના જીવોને મારવાની છૂટ જ્ઞાની ભગવંતો આપતા નથી જ. તમારાથી નથી રહેવાતું માટે તમારે હિસા કરવી પડે છે તેમાં જેટલી બને એટલી જયણા પળાય તેવો અવશ્ય પ્રયત્ન કરવો જ જોઇએ એમ જણાવે છે. માટે આ રીતે પ્રયત્ન કરી જેટલું હિસાથી બચાય એટલું બચવાનો અવશ્ય પ્રયત્ન કરવો જ જોઇએ.
આ છએ કયમાં રખડપટ્ટી કરતાં કરતાં અત્યાર સુધી અનંતોકાળ પસાર કરેલ છે હવે એટલો કાળ ફરવા જવું ન પડે તેની કાળજી રાખીને જીવન જીવી લઇએ તો મનુષ્ય જીવન સફળ થાય તો એ માટે પ્રયત્ન કરી સુંદર રીતે દેવ, ગુરૂ, ધર્મની મળેલી સામગ્રીનો ઉપયોગ કરવો જોઇએ.
સાત પ્રકારના જીવોનું વર્ણન (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય (૨) બાદર એકેન્દ્રિય (૩) બેઇન્દ્રિય (૪) તે ઇન્દ્રિય (૫) ચઉરીન્દ્રિય (૬) અસન્ની પંચેન્દ્રિય અને (૭) સન્ની પંચેન્દ્રિય જીવો.
આ રીતે જગતના સઘળાય જીવોનો સમાવેશ આ સાત પ્રકારના જીવોમાં પણ થાય છે.
સૂક્ષ્મમાં એકવાર ગયા પછી જીવો સૂક્ષ્મ-સૂક્ષ્મમાં ફર્યા કરે છે. એમ ફરતાં ફરતા અનંતો કાળ પણ પસાર કરી શકે છે. વિક્લેન્દ્રિયમાં જીવ જાય તો અસંખ્યાતો કાળ ફર્યા કરે છે. પંચેન્દ્રિયપણામાં પણ જીવો ફર્યા કરે તો અસંખ્યાતો કાળ ફર્યા કરે છે. આ રીતે ફરતાં ફરતાં અનંતો કાળ ફરીને આવ્યા છીએ માટે એ સાતે પ્રકારના જીવો રૂપે આપણા પોતાના શરીરના ખોળીયા રૂપે એ જીવોના સ્થાનો ગણાય છે માટે હવે ચેતવા જેવું છે નહિ તો પાછા.....?
પ૬૩ જીવોના ભેદોમાંથી સૂક્ષ્મ એકેન્દ્રિયના-૧૦ ભેદો, બાદર એકેન્દ્રિયના-૧૨, બેઇન્દ્રિયના-૨, તે ઇન્દ્રિયના-૨, ચઉરીન્દ્રિયના-૨, અસન્ની પંચેન્દ્રિયના-૧૧૧ અને સન્ની પંચેન્દ્રિયના-૪૨૪ જીવો હોય છે.
Page 19 of 325